જય! જય! ગરવી ગુજરાત! જય! જય! ગરવી ગુજરાત!

ધ્વજ પ્રકાશશે ઝળળ કસુંબી, પ્રેમશૌર્ય અંકિત,

તું ભણવ ભણવ નિજ સંતતિ, સહુને પ્રેમભક્તિની રીત.

ઊંચી તુજ સુંદર જાત, જય! જય! ગરવી ગુજરાત!

ઉત્તરમાં અંબામાત, પૂરવમાં કાળીમાત,

છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા કુંતેશ્વર મહાદેવ,

ને સોમનાથ ને દ્વારકેશ એ પશ્ચિમ કેરા દેવ.

છે સહાયમાં સાક્ષાત, જય! જય! ગરવી ગુજરાત!

નદી તાપી નર્મદા જોય, મહી ને બીજી પણ જોય,

વળી જોય સુભટના જુદ્ધરમણ ને રત્નાગર સાગર,

પર્વત ઉપરથી વીર પૂર્વજો દે આશિષ જયકર;

સંપે સોહે સહુ જાત, જય! જય! ગરવી ગુજરાત!

તે અણહિલવાડના રંગ, તે સિદ્ધરાજ જયસિંગ;

તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માતા!

શુભ શકુન દિસે, મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત;

જન ઘૂમે નર્મદા સાથ, જય! જય! ગરવી ગુજરાત!

Total Views: 131

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.