તે દિવસે ગંગાજીને કીનારે
માની જેમ પ્રતીક્ષા કરતા બેઠા હતા શ્રી રામકૃષ્ણ પરમહંસદેવ
એના તોફાની તરુણ વિવેકાનંદની ખોજમાં…
વેદનાનાં ભૂરાં ફુલો વચ્ચે એમની આર્ષદૃષ્ટિ શોધતી હતી
આનંદના શ્વેત-કેસરી પારિજાતનાં પુષ્પોને
ભારતવર્ષના અજ્ઞાન અને અંધકારના આકાશમાં
જે પેટાવી શકે સહસ્ર સૂર્યોને બુઝાઈ ગયેલી દીપદાનીમાં…
આજે શતાબ્દી પછી દેશ એ જ અંધકારમાં અટવાય છે,
રુગ્ણાલયમાં એક દરદીની જેમ ફરી સૂતો છે મારો દેશ
એનાં સંતાનો સ્મગ્લિંગ, કેબ્રો ને ઈઝી મનીના ચક્કરમાં સબડે છે!
આજે શતાબ્દી પછી એક માતા તરીકે હું ફરી તમને પ્રાર્થના કરવા આવી છું, ઠાકુરદા!
કે ફરી ગંગાજીને કિનારેથી શોધી આપો એક નવા વિવેકાનંદને
જે ફરી લખી શકે ‘રાજયોગ’’મા ભારતીની હસ્તરેખામાં…!
Your Content Goes Here




