अविनयमपनय विष्णो दमय मनः शमय विषयमृगतृष्णाम् ।
भूतदयां विस्तारय तारय संसारसागरतः ॥
सत्यपि भेदापगमे नाथ तवाहं न मामकीनस्त्वम् ।
सामुद्रो हि तरङ्गः समुद्रो न तारङ्गः ॥
હે વિષ્ણો! (વ્યાપક દેવ!) અવિનય દૂર કરો, મનને શાંત કરો, વિષયોરૂપ ઝાંઝવાનું જળ શમાવો, પ્રાણીઓ ઉપરની દયાને વિસ્તારો અને સંસાર – સાગરથી તારો.
હે નાથ! (જ્ઞાનદૃષ્ટિથી મારો ને તમારો) ભેદ જો કે દૂર થયો છે, તો પણ હું તમારો છું, તમે મારા નથી. જેમ (જળદૃષ્ટિએ સમુદ્ર અને તેના તરંગમાં ભેદ નથી, તો પણ) સમુદ્રનો તરંગ હોય છે, પણ તરંગનો સમુદ્ર કદી હોતો નથી.
(આદિ શંકરાચાર્ય કૃત ‘ષટ્પદી – સ્તોત્ર’માંથી)
Your Content Goes Here




