अनित्यदृश्येषु विविच्य नित्यं तस्मिन् समाधत्ते इह स्म लीलया ।
विवेकवैराग्यविशुद्धचित्तं योऽसौ विवेकी तमहं नमामि ।।१।।
આ જગતમાં અનિત્ય વસ્તુઓના સમૂહમાંથી નિત્ય વસ્તુને જુદી તારવી જે (વિવેકી) લીલા માત્રથી વિવેક અને વૈરાગ્યના પ્રભાવથી અને નિત્ય વસ્તુને પોતાના ચિત્તમાં સ્થિર કરી શક્યા હતા, તે વિવેકી વિવેકાનંદને હું પ્રણામ કરું છું.
विवेकजानन्दनिमग्नचित्तं विवेकदानैकविनोदशीलम् ।
विवेकभासा कमनीयकान्तिं विवेकिनं तं सततं नमामि ॥२॥
જેમનું ચિત્ત વિવેકથી ઉત્પન્ન આનંદમાં ડૂબેલું છે, જેઓ અન્યને વિવેકનું પ્રદાન કરવામાં જ આનંદ લે છે અને વિવેકના પ્રકાશને લીધે જેમણે રમ્ય સ્વરૂપ ધારણ કર્યું છે તે વિવેકી વિવેકાનંદને હું પ્રણામ કરું છું.
સ્વામી રામકૃષ્ણાનંદ વિરચિત ‘વિવેકાનંદપંચકમ્’ (૧-૨)
Your Content Goes Here




