शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं
विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगम् ।
लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं
वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् ।।

શાંત આકાર છે, શેષશય્યા પર પોઢેલા છે, નાભિમાંથી કમળ ઉત્પન્ન થયું છે, સર્વ દેવોના ઇશ્વર છે. સમસ્ત વિશ્વના આધાર છે, આકાશ સમાન સ્વરૂપ છે, મેઘ સમાન વર્ણ છે, સર્વ કલ્યાણોના ધામરૂપ જેમનું અંગ છે, જેઓ લક્ષ્મીના પ્રિયતમ છે, કમલ સમાન નયન છે, યોગીઓ ધ્યાન દ્વારા જેમનો અનુભવ કરે છે, એવા સંસારરૂપ ભયને હરનારા સર્વ લોકોના એકમાત્ર નાથ ભગવાન વિષ્ણુને હું વંદન કરું છું.

Total Views: 175

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.