या श्रीः स्वयं सुकृतिनां भवनेष्वलक्ष्मीः पापात्मनां कृतधियां हृदयेषु बुद्धिः ।
श्रद्धा सतां कुलजनप्रभवस्य लज्जा तां त्वां नताः स्म परिपालय देवि विश्वम् ॥
સત્કર્મીઓના ગૃહોમાં જે લક્ષ્મીસ્વરૂપ છે, પાપીઓના ઘરમાં જે અલક્ષ્મી છે, બુદ્ધિમાનોમાં જે બુદ્ધિસ્વરૂપે રહે છે, સત્પુરુષોમાં જે શ્રદ્ધારૂપે રહે છે, કુલીનોના ઘરમાં જે લજ્જારૂપે રહે છે; તેવાં તમને અમે નમીએ છીએ, તમે વિશ્વનું પાલન કરો.
विद्याः समस्तास्तव देवि भेदाः स्त्रियः समस्ताः सकला जगत्सु ।
त्वयैकया पूरितमम्बयैतत् का ते स्तुतिः स्तव्यपरापरोक्तिः ॥
હે દેવી, બધી વિદ્યાઓ તમારાં જ સ્વરૂપો છે, જગતમાં બધી જ સ્ત્રીઓ તમારું જ રૂપ છે. હે માતા, તમારા એકલાંથી જ આખું જગત વ્યાપ્ત છે, બીજાની પ્રત્યક્ષ કે પરોક્ષરૂપે તમારી સ્તુતિ બીજા ભલા કેવી રીતે કરી શકે?
(‘દુર્ગા સપ્તશતી’ : ૪.૫, ૧૧.૬)
Your Content Goes Here




