સામવેદીય શાંતિપાઠ
ॐ आप्यायन्तु ममाङ्गानि। वाक्प्राणश्चक्षु: श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि। सर्वं ब्रह्मौपनिषदम्। माहं ब्रह्म निराकुर्याम्। मा मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्तु। अनिराकरण मेऽस्तु। तदात्मनि निरते य उपनिषत्सु धर्मास्ते मयि सन्तु, ते मयि सन्तु।
ॐ शान्ति: शान्ति: शान्ति: ।।१।।
મારો અંગસમૂહ – વાણી, પ્રાણ, આંખો, કાન, બળ અને બીજી ઇંદ્રિયો પુષ્ટ થાઓ. જગતની બધી વસ્તુઓ ઉપનિષદ્ પ્રતિપાદિત બ્રહ્મ સ્વરૂપ જ છે. એ બ્રહ્મનો હું અનાદર ન કરું. અને એ બહ્મ મારો પણ અનાદર ન કરે. તેની સાથે મારું અને મારી સાથે તેનું નિત્ય અતૂટપણું જળવાઈ રહો. પરમાત્મામાં સતત નિષ્ઠા રાખનાર મારામાં ઉપનિષદો દ્વારા પ્રતિપાદિત બધા ધર્મો આવી રહો.
Your Content Goes Here




