गुरुस्तोत्रम्
गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः ।
गुरुरेव परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॥१॥
अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् ।
तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः ॥२॥
अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया ।
चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः ॥३॥
- ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુ દેવ મહાદેવ છે, ગુરુ જ અપરોક્ષ પરબ્રહ્મસ્વરૂપ છે, એવા ગુરુદેવને નમસ્કાર. (૧)
- જેના વડે આ જડ-ચેતનમય સંપૂર્ણ બ્રહ્માંડ મંડળ વ્યાપ્ત થયેલું છે, એવા પરમ તત્ત્વનું સ્થાન જેમણે બતાવી આપ્યું, તેવા શ્રી ગુરુદેવને નમસ્કાર. (૨)
- અજ્ઞાનના અંધારાથી અંધ બનેલાની આંખો જેમણે જ્ઞાનરૂપી અંજનની સળીથી ખોલી આપી એવા શ્રી ગુરુદેવને નમસ્કાર. (૩)
Your Content Goes Here





