ॐ भद्रं कर्णेभिः श्रृणुयाम देवाः । भद्रं पश्येमाक्षभिर्यजत्राः ।
स्थिरैरङौस्तुष्टुवांसस्तनूभिः । व्यशेम देवहितं यदायुः ।

ॐ હે પૂજ્ય દેવો! અમે કાન વડે કલ્યાણ સાંભળીએ; આંખથી મંગળ જોઈએ; અને મજબૂત અંગો વડે સૂક્ષ્મ રહસ્યવાળી શ્રુતિઓથી અમે સ્તુતિ કરીએ. અમારું જે આયુષ્ય દેવોએ નક્કી કર્યું હોય તેને અમે સંપૂર્ણ ભોગવીએ.

स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः । स्वस्ति नः पूषा विश्ववेदाः ।
स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॥
ॐ शान्ति: शान्ति: शान्ति: ॥

વધેલી કીર્તિવાળા ઈંદ્રદેવ અમારું કલ્યાણ કરો; બધું જાણનારા પૂષાદેવ અમારું કલ્યાણ કરો; અસ્ખલિત ગતિવાળા ગરુડ અમારું કલ્યાણ કરો; અને બૃહસ્પતિ અમારું કલ્યાણ કરો. ॐ શાંતિ: શાંતિ: શાંતિ:

Total Views: 245

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.