पुत्रान्पौत्रमथ स्त्रियोऽन्ययुवतीवित्तान्यथोऽन्यद्धनं
भोज्यादिष्वपि तारतम्यवशतो नालं समुत्कंठया ।
नैतादृग्यदुनायके समुदिते चेतस्यनंते विभौ
सांद्रानंदसुधार्णवे विहरति स्वैरं यतो निर्भयम् ॥

પુત્ર, પૌત્રો, સ્ત્રીઓ, પરસ્ત્રીઓ, પોતાનું ધન અથવા પારકું ધન મળેલ હોય છતાં અને ભોજન આદિમાં પણ ઓછા-વધતું થયું હોય તોપણ ઉત્કંઠા પૂર્ણ થતી જ નથી (હંમેશા તૃષ્ણા વધ્યા જ કરે છે); પરંતુ ગાઢ આનંદરૂપ અમૃતના સમુદ્ર, વ્યાપક અને અનંત યદુનાયક શ્રીકૃષ્ણ ચિત્તમાં જો પ્રકટ્યા હોય અને તેમને વિષે જ ચિત્ત જો સ્વેચ્છાએ વિહાર કરતું હોય તો એવું રહેતું નથી, (અર્થાત્ તે પછી ચિત્તની બધી ઉત્કંઠાઓ શમી જાય છે) જેથી નિર્ભય બને છે.

काम्योपासनयार्थयन्त्यनुदिनं किंचित्फलं सेप्सितं
किंचित्स्वर्गमथापवर्गमपरैर्योगादियज्ञादिभिः ।
अस्माकं यदुनंदनांघ्रियुगल ध्यानावधानार्थिनां
किं लोकेन दमेन किं नृपतिना स्वर्गापवर्गेश्च किम् ॥

કામ્ય કર્મો કરીને લોકો નિરંતર કંઈક ઇચ્છિત ફળ માગે છે; અને બીજા યોગ વગેરેથી અથવા યજ્ઞો વગેરેથી પણ કંઈક સ્વર્ગાદિક ફળ અથવા મોક્ષને ઇચ્છે છે; પરંતુ અમે તો યદુનંદન શ્રીકૃષ્ણનાં ચરણયુગલના ધ્યાનમાં જ એકાગ્રતા ઇચ્છીએ; તેથી અમને આ લોકની, ઇંદ્રિયનિગ્રહની, રાજાની, સ્વર્ગની કે મોક્ષની શી જરૂર છે?

(આદિ શંકરાચાર્ય વિરચિત ‘પ્રબોધ સુધાકર’માંથી)

Total Views: 265

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.