धर्नुगृहीत्वौपनिषदं महास्त्रं शरं ह्युपासानिशितंसन्धयीत ।
आयम्य तद्भावगतेन चेतसा लक्ष्यं तदेवाक्षरं सोम्य विद्धि ॥
હે સૌમ્ય! ઉપનિષદમાં વર્ણવેલું પ્રણવરૂપ મહાન અસ્ત્ર-ધનુષ લઈને તે બ્રહ્મના ભાવથી પૂર્ણ ચિત્ત વડે બાણને તાણીને પરમઅક્ષર પુરુષોત્તમને જ લક્ષ્ય માનીને તેનું વેધન કરવું.
प्रणवो धनुः शरो ह्यात्मा ब्रह्म तल्लक्ष्यमुच्यते ।
अप्रमत्तेन वेद्धव्यं शरवत्तन्मयो भवेत् ॥
પરમેશ્વરનો વાચક પ્રણવ (ઓંકાર) જ જાણે કે ધનુષ્ય છે, આ જીવાત્મા જ બાણ છે અને પરબ્રહ્મ પરમેશ્વર જ તેનું લક્ષ્ય છે. તત્પરતાથી તેની ઉપાસના કરનારા પ્રમાદરહિત સાધક દ્વારા જ તે લક્ષ્ય વેધી શકાય છે, એટલા માટે હે સૌમ્ય! ઉપર કહેલી રીત પ્રમાણે તે લક્ષ્યને વેધી બાણની જેમ તેમાં તન્મય થઈ જવું જોઈએ.
(મુંડકોપનિષદ : ૨/૨/૩-૪)
Your Content Goes Here




