यदेवेह तदमुत्र यदमुत्र तदन्विह ।
मृत्योः स मृत्युमाप्नोति य इह नानेव पश्यति ॥
જે તત્ત્વ આ (દેહેંદ્રિય સંધાત)માં ભાસે છે તે જ અન્યત્ર (દેહાદિથી પર) પણ છે ને જે અન્યત્ર છે તે જ આમાં છે. જે મનુષ્ય આ તત્ત્વમાં નાનાત્વ જુએ છે તે મૃત્યુને (અર્થાત્ જન્મ-મરણને) પ્રાપ્ત થાય છે.
मनसैवेदमाप्तव्यं नेह नानास्ति किञ्चन ।
मृत्यो : स मृत्युं गच्छति य इह नानेव पश्यति ॥
મનથી જ આ તત્ત્વ પ્રાપ્ત કરવા યોગ્ય છે. આ બ્રહ્મતત્ત્વમાં ભિન્ન ભિન્ન ભાવ કંઈ પણ નથી. જે આ જગતમાં નાનાત્વ અર્થાત્ ભિન્ન ભિન્ન ભાવ જુએ છે તે પુરુષ મૃત્યુથી મૃત્યુને પ્રાપ્ત થાય છે. એટલે કે વારંવાર જન્મતો-મરતો રહે છે.
Your Content Goes Here




