भगवद्गीता किंचिदधीता गंगाजललवकणिका पीता ।
सकृदपि यस्य मुरारिसमर्चा तस्य यमः किं कुरुते चर्चाम् ।।

अंग गलितं पलितं मुण्डं दशनविहीनं जातं तुण्डम् ।
वृद्धो याति गृहीत्वा दण्डं तदपि न मुञ्चान्त्याशापिण्डम् ॥

જેણે ભગવદ્‌ગીતાનું થોડું પણ અધ્યયન કર્યું હોય, ગંગાના જળનું બિંદુ પણ પીધું હોય.
અથવા મુરારિ – ભગવાનનું એક વાર પણ પૂજન કર્યું હોય, તેની ચર્ચા (વાત પણ) યમદેવ શું કરી શકે છે?
(નહિ જ, મૃત્યુના પાશથી તે છૂટી જાય છે.)

શરીર ઢીલું થયું હોય, માથે પળિયાં આવ્યાં હોય, મોઢું દાંત વિનાનું થયું હોય અને
લાકડી લઇને જવું પડતું હોય, છતાં ઘરડો માણસ આશાનો લોચો છોડતો નથી!

(આદિ શંકરાચાર્ય કૃત ‘ચર્પટપંજરિકા સ્તોત્ર’માંથી)

Total Views: 257

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.