द्वारकाधिप दुरन्तगुणाब्धे प्राणनाथ परिपूर्ण भवारे ।
ज्ञानगम्य गुणसागर ब्रह्मन् श्रीपते शमय दुःखमशेषम् ॥

दुष्टनिर्दलन देव दयालो पद्मनाभ धरणीधरधारिन् ।
रावणान्तक रमेश मुरारे श्रीपते शमय दुःखमशेषम् ॥

હે દ્વારકાના અધિપતિ! હે અનંત ગુણોના સમુદ્ર! હે પ્રાણનાથ! હે પરિપૂર્ણ!
હે સંસારના શત્રુ! હે જ્ઞાન વડે પ્રાપ્ત થનારા! હે ગુણસાગર! હે બ્રહ્મન્! હે લક્ષ્મીપતે! સર્વ દુઃખોને શમાવો.

હે દુષ્ટોને દળનારા! હે દયાળુ દેવ! નાભિમાં કમળધારી! ગોવર્ધનધારિન્!
હે રાવણનો નાશ કરનારા! હે મુરારિ! હે લક્ષ્મીપતે! સર્વ દુઃખોને શમાવો.

(આદિ શંકરાચાર્ય દ્વારા રચિત ‘અચ્યુતાષ્ટક’માંથી)

Total Views: 298

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.