यन्मायावशवर्ति विश्वमखिलं ब्रह्मादिदेवासुराः
यत्सत्त्वादमृषैव भाति सकलं रज्जौ यथाहेर्भ्रमः ।

यत्पादप्लवमेव भाति हि भवाम्भोधेस्तितीर्षावतां
वन्देऽहं तमशेषकारणपरं रामाख्यमीशं हरिम् ।।

જેની માયાને વશ સમસ્ત જગત, બ્રહ્માદિ દેવો (અને) અસુરો (છે),
જેની સત્તાથી રજ્જુમાં સર્પની ભ્રાન્તિની પેઠે સમસ્ત (વિશ્વ) મિથ્યા હોવા છતાં સત્ય જ પ્રતીત થાય છે,
(અને) જેનાં ચરણ (કમળ) જ ભવસાગર તરવાની ઇચ્છાવાળાઓને માટે એક માત્ર નૌકા (નાવ) સમાન છે
તે (અહંકાર અને પંચ મહાભૂતાદિ) સર્વ કારણોથી પર શ્રીરામનામધારી ભગવાન શ્રીહરિને હું વંદન કરું છું.

(‘શ્રીરામનામ સંકીર્તન’માંથી)

Total Views: 267

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.