तृणादपि सुनीचेन तरोरपि सहिष्णुना ।
अमानिना मानदेन कीर्तनीयः सदा हरिः ।।
પ્રભુનાં સંકીર્તન કરનાર ભક્તજન પોતાની જાતને તણખલાથી પણ વિશેષ નીચ-હલકી ગણે છે તેમ જ વૃક્ષથી પણ વિશેષ સહનશીલતા ધારણ કરે છે, તે પોતે માન લેતો નથી પણ બીજાઓને માન આપે છે; આવો સ્વભાવ રાખીને ભક્તજને સદા સર્વદા પ્રભુનું કીર્તન કરવું જોઈએ.
न धनं न जनं न सुन्दरीं कवितां वा जगदीश कामये ।
मम जन्मनि जन्मनीश्वरे भवतात् भक्तिरहैतुकी त्वयि ।।
હે જગદીશ્વર, હું ધન, બંધુ-બાંધવો, સુંદર સ્ત્રી કે પાંડિત્યની ઇચ્છા રાખતો નથી. હે પ્રભુ, જન્મોજન્મ તારામાં મારી નિષ્કામ ભક્તિ થાય એટલી જ મારી ઇચ્છા છે.
अयि नन्दतनुज! किंकरं पतितं मां विषमे भवाम्बुधौ ।
कृपया तव पादपंकजस्थितधूलीसद्दशं विचिन्तय ।।
હે નંદનંદન!આ વિષમ ભવસાગરમાં પડેલો હું આપનો કિંકર-દાસ છું. આપ મારા પર કૃપા કરીને મને આપનાં ચરણકાળમાં પડેલી ધૂળ સમાન ગણી આપ મારો સ્વીકાર કરો.
(શ્રી ચૈતન્ય મહાપ્રભુ વિરચિત ‘શિક્ષાષ્ટક’માંથી)
Your Content Goes Here




