नमामि भक्तवत्सलं कृपालु-शील-कोमलम् ।
भजामि ते पदाम्बुजम् अकामिनां स्वधामदम् ॥
ભક્તવત્સલ, સ્વભાવથી કૃપાળુ એવં કોમળ ચરિત્રવાળા એવા આપને હું નમસ્કાર કરું છું; (સંસારની) આસક્તિરહિતોને શરણ આપનાર તમારાં ચરણકમળને હું ભજું છું.
निकाम-श्याम-सुन्दरं भवाम्बुनाथ-मन्दरम् ।
प्रफुल्ल-कञ्ज-लोचनं मदादि-दोष-मोचनम् ॥
અતિશય (સુંદર) શ્યાણવર્ણથી શોભાયમાન, સંસાર સાગરમાં મંદર પર્વત સમાન; પ્રસ્ફૂટિત કમલ-લોચનવાળા, મદાદિ દોષોથી મુક્ત કરનાર (આપને હું ભજું છું.)
प्रलम्ब-बाहु-विक्रमं-प्रभोऽप्रमेय-वैभवम् ।
निषङ्ग-चाप सायकं-धरं त्रिलोक-नायकम् ।
હે પ્રભુ! આજાન બાહુથી પરાક્રમ કરનાર, અપરંપાર વૈભવયુક્ત, ભાથો-ધનુષ્યબાણ ધારણ કરનાર, ત્રિભુવનસ્વામી (એવા આપને હું ભજું છું.)
दिनेश-वंश-मण्डनं महेश-चाप-खण्डनम् ।
मुनीन्द्रसन्तरञ्जनं सुरारिवृन्द-भञ्जनम् ॥
સૂર્યવંશને અલંકૃત કરનાર, શંકરના ધનુષ્યનું ખંડન કરનાર, ઋષિમુનિઓ અને સત્પુરુષોને આનંદ આપનાર અને દેવશત્રુ રાક્ષસ સમૂહોનો નાશ કરનાર (એવા આપને હું ભજું છું.)
(રામચંદ્રસ્તુતિ: – ૧-૪)
Your Content Goes Here




