आत्मा त्वं गिरिजा मतिः सहचराः प्राणाः शरीरं गृहं,
पूजा ते विषयोपभोगरचना निदा समाधिस्थितिः।

संचारः पदयोः प्रदक्षिणविधिः स्तोत्राणि सर्वा गिरो,
यद्यत्कर्मकरोमि तत्तदखिलं शंभो! तवाराधनम्॥

હે શિવ, મારો આત્મા તમે જ છો, મારી બુદ્ધિ ગિરિજા છે, મારા પ્રાણ તમારા ગણો છે,
મારું શરીર તમારું ઘર છે, વિષયો ભોગવવાની મારી વ્યવસ્થા તમારી પૂજા છે.

મારા પગોનું હલનચલન તમારી પ્રદક્ષિણાની રીત છે, મારી બધી વાણી તમારાં સ્તોત્રો છે.
હું જે કંઈ કાર્ય કરું છું તે બધું જ તમારી ઉપાસનામય છે.

(શંકરાચાર્યકૃત ‘શિવમાનસપૂજા’ – ૪)

Total Views: 353

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.