બુદ્ધના જીવનનો ઉદ્દેશ એ બતાવવાનો હતો કે ક્રિયાકાંડ-અુનષ્ઠાનોને વધારે મહત્ત્વ ન આપીને પવિત્રતા, જ્ઞાન, સાધના અને સંયમનું જીવન જીવો. એનાથી ધર્મ એમના જીવનમાં ઊતરી શકે. નૈતિક અને પવિત્ર જીવન વિતાવ્યા વિના આધ્યાત્મિક બનવું કે પ્રગતિ કરવી સંભવ નથી. એમના વિના આ બધી વાતો શુભકલ્પના માત્ર બની રહે છે. કહેવાનો અર્થ એ છે કે આપણે ધર્મની અનિવાર્ય વાતોને ગૌણ વાતોથી અલગ કરી લેવાનું શીખી લેવું જોઈએ.
બુદ્ધે ઈશ્વર વિશે શું કહ્યું હતું ? તેઓ ઈશ્વર વિશે કંઈ પણ બોલ્યા ન હતા. પરમેશ્વર વિશે બોલવાને બદલે ઈશ્વરીય પથનું અનુસરણ કરવું અને આધ્યાત્મિક જીવન જીવવું એ કેટલાયગણું આવશ્યક છે. લોકો લગભગ આમ કહે છે, ‘હે પ્રભુ ! તમે કેટલા સુંદર છો ! તમારું આ આકાશ, આ તારા, આ આખી સૃષ્ટિ કેટલી સુંદર છે!’ પરંતુ તેઓ ભૂલી જાય છે કે સૃષ્ટિનો સર્જનહાર સૃષ્ટિ કરતાં સર્વદા મહાન છે અને આટલી નાની એવી વસ્તુ (સૃષ્ટિ) માટે ગર્વ નથી કરતા. માનવીય માપદંડથી ભલે આ સૃષ્ટિ આપણને મહાન દેખાતી હોય, પરંતુ પરમાત્મા માટે તો તે એક તુચ્છ વસ્તુ જ છે. અત : ભગવત્-પથનું અનુસરણ કરવું એ ભગવાનનાં બાહ્ય ઐશ્વર્યો માટે સ્તુતિ કરવા કરતાં વધારે મહત્ત્વપૂર્ણ છે. આ સ્તુતિ પ્રાય : મૌખિક ઔપચારિકતા જ બની રહે છે.
એક વાર બુદ્ધને કોઈએ પૂછ્યું, ‘મહારાજ, શું ઈશ્વર છે ?’ બુદ્ધે જવાબ આપ્યો, ‘શું મેં કહ્યું છે કે ઈશ્વર છે ?’ આના પરથી પ્રશ્ન પૂછનારે ‘તો ઈશ્વર નથી’ એવું તારણ કાઢ્યું. પરંતુ બુદ્ધે એનો વિરોધ કરતાં કહ્યું, ‘શું મેં ઈશ્વર નથી એમ કહ્યું છે ?’
બુદ્ધ આવી ઝીણી પીંજણવાળી કોરી કલ્પનાઓનો અંત કરવા ઇચ્છતા હતા અને લોકો દ્વારા દુ :ખ અને કષ્ટમાંથી મુક્તિ મેળવવા કંઈક કાર્ય કરાવવા ઇચ્છતા હતા. એટલે એમણે કહ્યું, ‘જ્યારે ઘરમાં આગ લાગે તો તમે આગ હોલવવાનો પ્રયત્ન કરશો કે આગનું કારણ શોધતા રહેશો ?’ પરંતુ આપણે ઘણી વાર મૂર્ખતાવશ કારણની શોધ પહેલાં કરીએ છીએ અને એના પ્રયાસમાં સફળ થતાં પહેલાં આખું ઘર સળગી જાય છે તેમજ કેવળ રાખનો ઢગલો જ શેષ રહે છે. આપણે હંમેશાં ધર્મનાં મૂળ તત્ત્વોને ગૌણ તત્ત્વોથી અલગ તારવવાનું શીખી લેવું જોઈએ.
પુરુષાર્થ
પુરુષાર્થનો અર્થ છે વર્ષોથી આપણા દ્વારા નિર્માયેલ મનોજગતથી પર જવાનો પ્રયત્ન. મોટાભાગના લોકો એને-મનોજગતને ત્યજવા ઇચ્છતા નથી. તેઓ એટલા બધા આળસુ હોય છે કે પોતાના મનથી વિપરીત કંઈ પણ કરી શકતા નથી. એક વાર શ્રીરામકૃષ્ણે મા જગદંબાને ફરિયાદ કરતાં કહ્યું હતું કે એમણે ભોજન રાંધીને લોકોની સામે ભાણું પીરસી રાખ્યું છે, પરંતુ એ લોકો ખાવાનું કષ્ટ ઉઠાવવા ઇચ્છતા નથી. આપણે હંમેશાં એ જ ઇચ્છીએ છીએ કે કોઈ બીજું આપણું બધું કામ કરી દે. સાધક માટે સ્વપ્રયત્ન રહિત પારકા પર અવલંબિત રહેવાથી મુક્તિ સંભવિત નથી.
કહેવાતા ધાર્મિક લોકોમાં મોટાભાગના આધ્યાત્મિક જગત અને ધર્મજીવન પર પરાવલંબી ભાર સ્વરૂપ છે. એમને માટે એ જ સારું છે કે તેઓ કોઈ બીજું કાર્ય કરે.
આધ્યાત્મિક જીવનનો નિષ્ઠાપૂર્વક પ્રારંભ કરતાં પહેલાં આપણે એ નિર્ણય કરી લેવો જોઈએ કે આપણે તેની પૂરેપૂરી કિંમત ચૂકવવા ખરેખર તૈયાર છીએ કે નહીં. સામાન્ય રીતે આપણામાં સાંસારિક અને આધ્યાત્મિક એ બન્ને પ્રવૃત્તિઓ હોય છે. જો પ્રારંભમાં બન્ને પ્રવૃત્તિઓ સમાનરૂપે પ્રબળ હોય, તો આધ્યાત્મિક પ્રવૃત્તિને વધારે બળવાન બનાવવી જોઈએ, નહીં તો પ્રગતિ નહીં થાય અને અંતર્દ્વન્દ્વોનો અંત પણ નહીં આવે. એટલે આ વાત અત્યંત આવશ્યક છે કે આદર્શ સદાને માટે નિશ્ચિત કરી લેવો અને પછી ભલે ગમે તે થાય, પણ એને ત્યજવો નહીં. અને જો આપણે અનેક કઠણાઈઓ અને વિપત્તિઓથી પરિપૂર્ણ કઠિન પથ પર ચાલવા ઇચ્છતા હોઈએ તો, કઠણાઈઓ પર વિજય મેળવવા માટે પણ કૃતસંકલ્પ બનવું જોઈએ. જો આપણે સમસ્ત અસત્-દૃશ્યપ્રપંચથી પર થવા ઇચ્છતા હોઈએ તો, આપણામાં નિર્ભયતા, શૂરવીરતા અને થોડી માત્રામાં દુ :સાહસ હોવાં જોઈએ.
સાધકનો પથ અત્યંત ખતરનાક છે, સર્વત્ર ખતરાઓ અને આપત્તિઓ રહે છે અને એક વાર એમાં ફસાઈ જઈએ તો મોટાભાગના લોકો માટે (એમાંથી બહાર નીકળવાનો) કોઈ ઉપાય રહેતો નથી. બધી સાંસારિક ઇચ્છાઓ અને અહંબોધને ત્યજ્યા વિના ઉચ્ચ આદર્શનો સાક્ષાત્કાર કરી ન શકાય. (ક્રમશ 🙂
Your Content Goes Here




