આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

પુસ્તક-સમીક્ષા : દીર્ઘ આયુષ્ય અને તંદુરસ્તીનું ટૉનિક : દુષ્યંત પંડ્યા

December 1, 1995|Tags: , , |

‘પ્રબુદ્ધ ભારત’નો શતાબ્દી વિશેષાંક દુનિયાના ઘણા દેશોની તુલનાએ ભારતમાં માણસનું આવરદા ટૂંકું છે. સામયિકોનું આવરદા તો તેથીયે ટૂંકું જોવા મળે છે. એ સંજોગોમાં ‘પ્રબુદ્ધ ભારત’ સોમા વર્ષમાં પ્રવેશે તે અભિનંદનીય[...]

‘ક્રિસમસ ઈવ’ પ્રસંગે : ભગવાન ઈશુને પગલે પગલે : સંકલન

December 1, 1995|Tags: , , |

(થૉમસ એ. કેમ્પીસ (૧૩૮૦-૧૪૮૧) દ્વારા રચાયેલ ગ્રંથ "Immitation of Christ" આધ્યાત્મિક જ્ઞાનથી સભર છે. સ્વામી વિવેકાનંદજી પોતાના પરિવ્રાજક જીવનમાં બે જ ગ્રંથો સાથે રાખતા: ભગવદ્ ગીતા અને બીજો આ Immitation[...]

યુવા વર્ગના પ્રશ્નો (૨) : સંકલન

December 1, 1995|Tags: , , , |

(ગતાંકથી આગળ) પ્રશ્ન (૫) ગમે તેવી મુશ્કેલીઓ વચ્ચે પણ ખુશ રહેવાની ચાવી કઈ ? (દીપ્તિ યાદવ, પોરબંદર) બે વાતો યાદ રાખવાથી આપણે મુશ્કેલીઓ વચ્ચે પણ અવિચલિત રહી શકીએ: ૧. મુશ્કેલીઓ[...]

દિવ્યવાણી : સરસ્વતી સ્તોત્ર : સંકલન

January 1, 1996|Tags: , , , |

श्वेतपद्मासना देवी श्वेतपुष्पोपशोभिता। श्वेताम्बरधरा नित्या श्वेतगन्धानुलेपना॥१॥ श्वेताक्षसूत्रहस्ता च श्वेतचन्दनचर्चिता। श्वेतवीणाधरा शुभ्रा श्वेतलङ्कारभूषिता॥२॥ वन्दिता सिद्धगन्धर्वैरर्चिता सुरदानवैः। पूजिता मुनिभिः सर्वैऋषिभिः स्तूयते सदा॥३॥ स्तोत्रेणानेन तां देवीं जगद्धात्रीं सरस्वतीम्। ये स्मरन्ति त्रिसन्ध्यायां सर्वां विद्या[...]

વિવેકવાણી : યુવા વર્ગને આહ્વાન : સ્વામી વિવેકાનંદ

January 1, 1996|Tags: , , |

ઈશ્વરમાં શ્રદ્ધા રાખો, ચાલાકી કરશો નહિ. એમાં કશું વળશે નહિ. દુ:ખી મનુષ્યો પ્રત્યે સહાનુભૂતિ રાખો અને સહાય માટે ઊંચે-અર્થાત્ ઈશ્વર પ્રત્યે-નજર કરો. એ સહાય અચૂક આવી મળશે. મારા હૃદય પર[...]

સંપાદકીય : ‘મેરો દરદ ન જાને કોય’ : સ્વામી નિખિલેશ્વરાનંદ

January 1, 1996|Tags: , , |

વિદેશથી પાછા ફર્યા પછી સ્વામી વિવેકાનંદજી જ્યારે કલકત્તામાં ‘બલરામ ભવન’માં રહેતા હતા ત્યારની એક ઘટનાનું વર્ણન કરતાં શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી તુરીયાનંદજી મહારાજે કહ્યું હતું, “સ્વામીજીની સાથે મુલાકાત કરવા માટે[...]

યુવા વર્ગ અને માનવતાનું ભાવિ : સ્વામી રંગનાથાનંદ

January 1, 1996|Tags: , , , |

(ગતાંકથી ચાલુ) (સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. તેમણે તા. ૨૩-૩-૧૯૮૨ને દિવસે, નવી દિલ્હીના રામકૃષ્ણ મિશનમાં આપેલ વ્યાખ્યાનની ટેપ પર આધારિત તેમનો આ લેખ 'Eternal Values For[...]

સ્વામી વિવેકાનંદ અને ઉપનિષદો : કેશવલાલ વિ. શાસ્ત્રી

January 1, 1996|Tags: , , |

ભારતીય ઈતિહાસના મધ્યયુગમાં વેદાન્ત-તત્ત્વજ્ઞાનના ક્ષેત્રે એક એવી પરંપરા શરૂ થઈ કે જેમાં વેદાન્તની પ્રસ્થાનત્રયીનો સ્વીકાર થયો. પહેલું પ્રસ્થાન ઉપનિષદ (શ્રુતિ), બીજું પ્રસ્થાન બ્રહ્મસૂત્ર (ન્યાય) અને ત્રીજું પ્રસ્થાન ભગવદ્ગીતા (સ્મૃતિ), એવી[...]

કાવ્ય : સોણલે – શ્યામ : રાજેન્દ્ર શાહ

January 1, 1996|Tags: , , |

આજ સોણલે આવેલ સઈ શ્યામ. બાળુડા જોગીની માધુકરી, ને મુખે ‘નારાયણ’ એ જ એક નામ. પોળનાં બધાંય એને બોલાવે, તો ય તે મૂંગો ઊભેલ મ્હારે બારણે કોમળી શી કાય! તેજ-તેજનો[...]

યુવા શિષ્યોની સંગાથે સ્વામી વિવેકાનંદ : સ્વામી શુદ્ધાનંદ

January 1, 1996|Tags: , , |

(સ્વામી વિવેકાનંદજી વિદેશથી પાછા ફર્યા તે પછી જે યુવકોએ સૌ પ્રથમ તેમના આહ્વાનથી પોતાનું જીવન સર્વસ્વ જગતના કલ્યાણ કાજે સમર્પણ કર્યું, તેમાંના એક હતા. - સ્વામી શુદ્ધાનંદજી. પાછળથી તેઓ સમસ્ત[...]

ભારતીય નારીશક્તિનો અર્વાચીન ઉન્મેષ : જ્યોતિબહેન થાનકી

January 1, 1996|Tags: , , |

મા આનંદમયી જન્મશતાબ્દી પ્રસંગે પ્રભુના પ્રેમ, જ્ઞાન, શક્તિ અને સૌંદર્યનું મૂર્તિમંત સ્વરૂપ શ્રી આનંદમયી ભારતવર્ષની વીસમી સદીની મહાન આધ્યાત્મિક વિભૂતિ. અખંડ બંગાળના ત્રિપુરા જિલ્લાના ખેવડા ગામે ઈ.સ. ૧૮૯૬ના મે ની[...]

સંકલન : યુવા વર્ગના પ્રશ્નો (૩)

January 1, 1996|Tags: , , , |

(ગતાંકથી આગળ) પ્રશ્નઃ મનુષ્યમાત્રમાં ઈશ્વરત્વ છે, છતાં એ દિવ્યજ્યોતને વ્યક્ત કરવા કેમ અસમર્થ છે? (યાત્રા એચ. નાણાવટી, પોરબંદર) ઉત્તરઃ સંત કબી૨નું એક સુંદર ગીત છેઃ ‘ઘુંઘટકા પટ ખોલ રે તોહે[...]

સૌન્દર્ય, કલા અને જીવન : લાલજી મૂળજી ગોહિલ

January 1, 1996|Tags: , , |

(પૂણેની ર.ચૂ. મહેતા હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે અને પછીથી પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતી વખતે કેટકેટલાંય વિદ્યાર્થી ભાઈ-બહેનોને ઉચ્ચ મૂલ્યો અને સંસ્કારિતાની ભેટ આપનારા સ્વ. શ્રી લાલજી મૂળજી ગોહિલ ચિંતનશીલ વિદ્વાન હોવા[...]

પુસ્તક-સમીક્ષા : વિજ્ઞાનની પાંખે અને ચિંતનની આંખે : લાલજી મૂળજી ગોહિલ

January 1, 1996|Tags: , , |

લેખકઃ લાલજી મૂળજી ગોહિલ. પ્રકાશન અને પ્રાપ્તિસ્થાન: લાલજી મૂળજી ગોહિલ, કે. ૨૦૮, આદિનાથ સોસાયટી, પુણે-૪૧૧ ૦૩૭ (મહારાષ્ટ્ર), પ્રથમ આવૃત્તિઃ ૧૯૯૩, પૃષ્ઠઃ ૧૫૯, મૂલ્યઃ રૂા. ૨૫ સામાન્ય સંજોગોમાં વિજ્ઞાન અને ધર્મને,[...]

સંકલન : યુવા-વિશેષાંકના પ્રતિભાવો

January 1, 1996|Tags: , , |

વિવિધ વિષયોના લેખો ઉપરાંત કેટલાંક કાવ્યો સંખ્યાબંધ ફોટાઓ વગેરેથી શોભતો આ અંક યુવાનોને માટે પ્રેરણારૂપ અને અન્ય વાચકોને પણ ગમી જાય એવો છે. - ફૂલછાબ (દૈનિક) તા. ૧૩-૧૧-૯૫ સુંદર, સ્વચ્છ[...]

સમાચાર દર્શન

January 1, 1996|Tags: , , |

વડોદરામાં યુવા શિબિરો રામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર, વડોદરા અને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સંયુક્ત ઉપક્રમે શ્રેયસ હાઈસ્કૂલ, માંજલપુર ખાતે તા.૨૪-૧૧-’૯૫ અને ૨૫-૧૧-’૯૫ના રોજ ‘‘યુવાનોમાં રહેલી આંતરિક શક્તિઓનો વિકાસ અને તે અંગે માર્ગદર્શન”[...]

દિવ્યવાણી

February 1, 1996|Tags: , , , |

बहुलरजसे विश्वोत्पत्तौ भवाय नमो नमः प्रबलतमसे तत्संहारे हराय नमो नमः।। जनसुखकृते सत्त्वोद्विक्तौ मृडाय नमो नमः प्रमहसि पदे निस्त्रैगुण्ये शिवाय नमो नमः॥ વિશ્વના સર્જન માટે રજોગુણની અધિકતાથી બ્રહ્મારૂપધારી તને પ્રણામ. વિશ્વના[...]

વિવેકવાણી : આ યુગના ઋષિઃ શ્રીરામકૃષ્ણ : સ્વામી વિવેકાનંદ

February 1, 1996|Tags: , , |

શંકરાચાર્ય પાસે મેધાશક્તિની પ્રખરતા હતી, ચૈતન્ય પાસે હૃદયની વિશાળતા હતી; અને એક એવી વિભૂતિને પ્રગટ થવાનો સમય પાકી ગયો હતો કે જેની અંદર આ મહામેધા અને હૃદયની વિશાળતાનો સમન્વય થયો[...]

સંપાદકીય : પોરબંદર અને સ્વામી વિવેકાનંદ : સ્વામી નિખિલેશ્વરાનંદ

February 1, 1996|Tags: , , , |

પોરબંદર! સાધુ - સંતોની પાવન ભૂમિ પોરબંદર! સુદામાપુરી નામે વિખ્યાત એ ઐતિહાસિક પોરબંદર! મહાત્મા ગાંધીનું પુણ્ય જન્મસ્થળ પોરબંદર! પોરબંદરનું નામ સાંભળતાં જ શ્રદ્ધાથી મસ્તક નમી જાય છે. આ શ્રદ્ધામાં વધારો[...]

ધ્યાન અને શાંતિ : સ્વામી બ્રહ્માનંદ

February 1, 1996|Tags: , , , |

(સ્વામી બ્રહ્માનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય હતા અને તેમના ‘માનસપુત્ર’ ગણાતા. તેઓ રામકૃષ્ણ મઠ અને મિશનના પ્રથમ પરમાધ્યક્ષ હતા. તેમના અત્યંત ઉપયોગી આધ્યાત્મિક ઉપદેશો ‘ધ્યાન, ધર્મ અને સાધના’ નામના પુસ્તકમાં[...]

યુવા વર્ગ અને માનવતાનું ભાવિ : સ્વામી રંગનાથાનંદ

February 1, 1996|Tags: , , , |

(સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. તેમણે તા. ૨૩-૩-૧૯૮૨ને દિવસે, નવી દિલ્હીના રામકૃષ્ણ મિશનમાં આપેલ વ્યાખ્યાનની ટેપ પર આધારિત તેમનો આ લેખ ‘Eternal Values For a Changing[...]

આધુનિક વિશ્વ માટે શ્રીરામકૃષ્ણદેવનું પ્રદાન : સ્વામી ભજનાનંદ

February 1, 1996|Tags: , , |

(શ્રીમત્ સ્વામી ભજનાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના આસિ. સેક્રેટરી છે. આ પહેલાં તેઓ અદ્વૈત આશ્રમ, માયાવતીથી પ્રકાશિત ‘પ્રબુદ્ધ ભારત’ પત્રિકાના સહસંપાદક હતા. શ્રીરામકૃષ્ણદેવની ૧૫૦મી જન્મજયંતી પ્રસંગે ડિસે. ૧૯૮૬માં ‘પ્રબુદ્ધભારત’નો[...]

શ્રી ઠાકુરની દિવ્ય લીલાના રંગમંચના નમૂનેદાર ખલનાયક: હાજરા મહાશય : ક્રાંતિકુમાર જોશી

February 1, 1996|Tags: , , |

શ્રી ઠાકુરના ખંડમાં, હળવાશની પળોમાં આજે સત્સંગ ચાલી રહ્યો છે. એકાએક શ્રી ઠાકુરે, હાજરાને પ્રશ્ન પૂછ્યો, ‘‘હાજરા! તમારા સૌમાં આધ્યાત્મિકતાનું વિશેષ તત્ત્વ કોનામાં વધુમાં વધુ જોવા મળે છે?” એક પળનો[...]

ગઝલ : હરીશ પંડ્યા

February 1, 1996|Tags: , , |

જીવનના રસ્તા ક્યાં સીધા, આવે એમાં અગણિત બાધા. શ્વાસ-વસ્ત્ર તો છે ફાટેલાં, કરશો એમાં ક્યાંથી સાંધા, ફૂલ તમે ના ચૂંટો એમ જ, કંટક લેશે એમાં વાંધા. પંખી ટહુકે નભ ઝૂક્[...]

Go to Top