આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

શાસ્ત્ર : ભગવદ્‌ ગીતામાં મનુષ્યનું આત્મગૌરવ : સ્વામી રંગનાથાનંદ

July 1, 2021|Tags: , , , |

આપણા ભારતીય સમાજે પાછલી કેટલીક સદીઓથી આજ સુધી માનવવિકાસ રુંધ્યો હતો. કોઈ માણસ ઊંચે ઊઠવા માગે છે; એના માથા ઉપર કોઈ મુક્કો મારે છે; કોણ ને કયાંથી તે આપણે જાણતા[...]

ધ્યાન : સાધના અને પૂર્વસંસ્કાર : સ્વામી યતીશ્વરાનંદ

July 1, 2021|Tags: , , , |

સંતોનાં દૃષ્ટાંતઃ વૈરાગ્યની સાધના આપણે સંતોનાં જીવન મારફત શીખી શકીએ છીએ. બંગાળના પ્રસિદ્ધ વૈષ્ણવ સંત લાલબાબાનું જ દૃષ્ટાંત લો. પ્રૌઢાવસ્થા સુધી તેઓએ ભોગપરાયણ જીવન વિતાવ્યું હતું. એક દિવસ ઘેર પાછા[...]

સંસ્મરણ : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી

July 1, 2021|Tags: , , , |

ગતાંકથી આગળ.... સમુદ્રાઃ સરિતઃ સર્વાઃ કલ્પે કલ્પે ક્ષયં ગતાઃ। સપ્તકલ્પક્ષયે ક્ષીણે ન મૃતા તેન નર્મદા।। અર્થાત્ સમુદ્રો, નદીઓ સર્વ, કલ્પે કલ્પે થતાં ક્ષય; સાત કલ્પ થતાં ક્ષીણ, તોય ના નર્મદા[...]

સંસ્મરણ : શ્રીમા શારદાદેવીનાં મહાલક્ષ્મીરૂપે દર્શન : મનમોહન મિત્ર

July 1, 2021|Tags: , , , |

કામારપુકુર અને જયરામવાટી મહાતીર્થ છે. કામારપુકુર અને જયરામવાટીના નિવાસીઓનાં દર્શન કરવાં એ પરમ સૌભાગ્યની વાત છે. ઠાકુર શ્રીરામકૃષ્ણ માટે કોઈ નિત્યજીવ વગેરે ન હતા, એ તો પતિત અજ્ઞાની અને માયાબદ્ધ[...]

સંસ્મરણ : પહેલાં ઈશ્વર પછી બધું : સ્વામી નિત્યાત્માનંદ

July 1, 2021|Tags: , , , |

‘પ્રવર્તકોએ રોજ નિયમિત સમયે ધ્યાન-જપ કરવા જોઈએ. ભલે હજાર કામ હોય તોપણ છેવટે (સવારે) સાંજે સંધ્યામાં બેસે. વિદ્યાસાગર મહાશય બાપ, ભાઈઓ માટે સ્વયં ભોજન બનાવતા હતા, સમય મળતાં જ વાંચતા.[...]

યુવજગત : દૃઢ ઇચ્છાશક્તિ : સ્વામી સત્યરૂપાનંદ

July 1, 2021|Tags: , , , |

સ્વામી વિવેકાનંદેે પોતાના એક વ્યાખ્યાનમાં કહ્યું હતું કે Human will is divine. આપણા આ નગર, નગરોનાં મોટાં મોટાં મકાનો વગેરે મનુષ્યની ઇચ્છાશક્તિનું જ ફળ છે. આ યુગમાં વિજ્ઞાનના જે વિભિન્ન[...]

જીવન ચરિત્ર : બાલ્યચરિત તથા પિતૃવિયોગ : સ્વામી સારદાનંદ

July 1, 2021|Tags: , , , , |

૧૧. ગદાધરની શૈક્ષણિક પ્રગતિ હવે મૂળ કથા પર પાછા ફરીએ તો નિશાળે જતા ગદાધર ભણવામાં પણ કાંઈ પાછળ નહોતો પડતો. થોડા જ વખતમાં તે સાધારણ વાંચતાં-લખતાં શીખી ગયો. પણ ગણિત[...]

સંકલન : સ્વામીજીના રાજયોગ પરનાં વ્યાખ્યાનોનો સંક્ષિપ્ત સાર : શ્રી પ્રકાશભાઈ જોષી

July 1, 2021|Tags: , , |

સ્વામી વિવેકાનંદે રાજયોગ વિશે ન્યુયોર્કમાં આપેલાં વ્યાખ્યાનોનો સંક્ષિપ્ત સાર યોગ એટલે જોડાણ, મેળાપ, પરમાત્મા સાથે સંબંધ કરાવવાનો ઉપાય. સ્વામી વિવેકાનંદે રાજયોગ વિશે ન્યુયોર્કમાં આપેલાં વ્યાખ્યાનો તેમજ પતંજલિનાં યોગસૂત્રોની સમજૂતી પર[...]

પ્રેરક પ્રસંગ : પૃથ્વી પરનું સ્વર્ગ – કાશ્મીર : સ્વામી ગંભીરાનંદ

July 1, 2021|Tags: , , , |

‘એ સ્વતંત્રતા દિવસની સવારે ચા-નાસ્તા માટે અમેરિકન મહિલાઓ નૌકામાં આવી. આ નાનકડા સમારંભમાં હાજર રહેવા માટે સ્વામીજીએ પોતાનો બહાર જવાનો કાર્યક્રમ બંધ રાખ્યો હતો.’ બીજાં વક્તવ્યોની સાથે જ એમની એ[...]

જીવન ચરિત્ર : સ્વામી વિરજાનંદ : સ્વામી અબ્જજાનંદ

July 1, 2021|Tags: , , , |

ત્યાર પછીથી તેઓ અવારનવાર મઠની મુલાકાતે જતા અને સાધુઓ સાથેની તેમની નિકટતા પણ વધી. કોલેજ પૂરી થાય કે તરત જ કાલીકૃષ્ણ વરાહનગર મઠમાં જતા અને સંન્યાસીઓ સાથે પોતાનો થોડો સમય[...]

બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ

July 1, 2021|Tags: , , , |

જરાસંધ સાથે દ્વંદ્વ યુદ્ધઃ શ્રીકૃષ્ણ અને અર્જુને પ્રેમપૂર્વક ભીમસેનને આલિંગન કર્યું. ત્યાર બાદ શ્રીકૃષ્ણે જરાસંધના પુત્ર સહદેવને મગધના રાજસિંહાસન પર બેસાડ્યો અને જરાસંધે જે રાજાઓને કેદ કરી રાખ્યા હતા તેમને[...]

સમાચાર દર્શન : સંકલન

July 1, 2021|Tags: , , |

રામકૃષ્ણ મઠ - મિશનના ઉપાધ્યક્ષ, પૂજ્યપાદ સ્વામી શિવમયાનંદજી બ્રહ્મલીન થયા ભારે દુઃખ સાથે જણાવવામાં આવે છે કે રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ, પૂજ્યપાદ સ્વામી શિવમયાનંદજી સેવાપ્રતિષ્ઠાન, કોલકાતા ખાતે કોવિડ ન્યુમોનિયાને લીધે ૧૧[...]

મંગલાચરણ : સદ્‌ગુરુ વંદના, આપણો વારસો : સંકલન

August 1, 2021|Tags: , , |

શ્રીકૃષ્ણ વંદના वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् । देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् ।। કંસ અને ચાણૂરનો વધ કરનાર, દેવકીનો આનંદ વધારનાર, વસુદેવના પુત્ર જગદ્‌ગુરુ શ્રીકૃષ્ણને હું વંદન કરું છું. भजे व्रजैकमण्डनं[...]

અમૃતવાણી : કામિની-કાંચન તરીકે માયા : શ્રીરામકૃષ્ણદેવ

August 1, 2021|Tags: , , |

વિષયાસક્તિ કઈ રીતે વશ કરી શકાય ? એક વાર એક શિષ્યે વાસના પર વિજય કેવી રીતે મેળવવો એ વિશે ઠાકુરને પૂછ્યુંઃ ‘આખો દિવસ હું ધર્મચિંતન કરું છું છતાં, મારા મનમાં[...]

સંપાદકીય : જે રામ, જે કૃષ્ણ, તે જ રામકૃષ્ણ : સ્વામી નિખિલેશ્વરાનંદ

August 1, 2021|Tags: , , , , |

ગતાંકથી આગળ... બંગાળના પ્રસિદ્ધ નાટ્યકાર શ્રી ગિરીશ ઘોષની દૃઢ શ્રદ્ધા હતી કે શ્રીરામકૃષ્ણ રૂપે ઈશ્વર જ અવતર્યા છે. એક વાર તેમણે શ્રીરામકૃષ્ણદેવને કહ્યું ઃ ‘આપનાં બધાં કાર્યો શ્રીકૃષ્ણની જેમ. શ્રીકૃષ્ણ[...]

અધ્યાત્મ : કર્મ અને ચારિત્ર્ય…. : સ્વામી વિવેકાનંદ

August 1, 2021|Tags: , , , |

સંસ્કૃત ધાતુ ‘કૃ’ એટલે કરવું, એ પરથી કર્મ શબ્દ થયો છે. કર્મ એટલે તમામ કાર્યો. પારિભાષિક અર્થમાં કર્મ શબ્દથી કાર્યની અસર પણ સમજાય છે. અધ્યાત્મવિદ્યાની દૃષ્ટિએ જોઈએ તો અમુક વખતે[...]

પ્રાસંગિક : સંત તુલસીદાસ : સંકલન

August 1, 2021|Tags: , , |

ભારતના મહાપુરુષોનું વૈશિષ્ટ્ય છે કે તેઓ પોતાના વિશે પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રૂપે કાંઈ લખતા નથી. એમાંય સંત-મહાત્માઓ તો છદ્મ વેશમાં જ રહેવાનું પસંદ કરે છે. તેઓ જાણે છે કે પોતાના[...]

સંસ્મરણ : સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો : સ્વામી ચેતનાનંદ

August 1, 2021|Tags: , , , |

ગતાંકથી આગળ.... હું- કેશવસેને ઠાકુરના માટે કહ્યું હતું, પરમહંસદેવ સામાન્ય વસ્તુ નથી. તેમને તો ગ્લાસકેસમાં યત્નપૂર્વક સંભાળીને રાખવા જોઈએ. તેથી જ તમને પણ ગ્લાસકેસમાં રાખી દીધા છે. મહારાજના ઝભ્ભામાં માઈક્રોફોન[...]

યુવજગત : સંયમની સાર્થકતા : સ્વામી મુક્તિમયાનંદ

August 1, 2021|Tags: , , , |

છેલ્લા એક વર્ષથી પણ વધુ સમયથી આપણે કોરોના સામે જંગ લડી રહ્યા છીએ. માનવજાતિની અને ખાસ કરીને યુવાપેઢીના જીવનની પહેલી મોટી મહામારી છે, જેણે આખા વિશ્વને જપ્ત કરી રાખ્યું છે.[...]

શાસ્ત્ર : ગીતામાં રાજર્ષિની વિભાવના : સ્વામી રંગનાથાનંદ

August 1, 2021|Tags: , , , , |

राजर्षयो विदुः, ‘રાજર્ષિઓ આ બાબત જાણતા હતા’, એ ૪થા અધ્યાયના ઉલ્લેખની અગત્ય આજના ભારતમાં આપણને છે. રાજર્ષિઓ માનવી સાથે માનવીની જેમ વર્તશે, પોતે જે સત્તાનો વિનિયોગ કરશે તેના વડે માનવગૌરવમાં[...]

સંસ્મરણ : કરુણામયી શ્રીમાની કૃપા : ધીરેન્દ્ર કુમાર ગુહઠાકુરતા

August 1, 2021|Tags: , , |

ઈ.સ.૧૯૧૭ ની ૨જી જાન્યુઆરીનો દિવસ હતો. બેલુર મઠમાં પૂજ્ય બાબુરામ મહારાજે સ્વામી ધીરાનંદને કહ્યું, ‘કૃષ્ણલાલ, ધીરેનને મા પાસે લઈ જાઓ અને બલિ દઈ લઈ આવો.’ મારે પિતા ન હતા, મારાં[...]

Go to Top