ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं
व्यासेन ग्रथितां पुराणमुनिना मध्येमहाभारतम् ।
अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीम्
अम्ब त्वां अनुसन्दधामि भगवद् गीते भवद्वेषिणीम्।।

ॐ ૐ भगवता ભગવાન नारायणेन નારાયણે स्वयं જાતે
पार्थाय પાર્થનેે प्रतिबोधितां પ્રબોધ્યો હતો  पुराणमुनिना પ્રાચીન મુનિ व्यासेन વ્યાસે मध्येमहाभारतम् મહાભારતમાં ग्रथितां ગૂંથી લીધી છે
भगवतीं ભગવતી अद्वैतामृतवर्षिणीं અદ્વૈતનું અમૃત વરસાવનારી अष्टादशाध्यायिनीम् અઢાર અધ્યાયની
भवद्वेषिणीम् પુનર્જન્મનો નાશ કરનારી अम्ब હે અમ્બા! भगवद् गीते હે ભગવદ્ ગીતા! त्वां अनुसन्दधामि  હું નિત્ય તારું ધ્યાન ધરું છું.

ૐ! હે ભગવદ્ ગીતા, જેના વડે ભગવાન નારાયણે જાતે પાર્થને પ્રબોધ્યો હતો, પ્રાચીન મુનિ વ્યાસે જેને મહાભારતમાં ગૂંથી લીધી છે – પુનર્જન્મનો નાશ કરનારી, અદ્વૈતનું અમૃત વરસાવનારી અને અઢાર અધ્યાયની હે ભગવદ્ ગીતા! હે અમ્બા! હું નિત્ય તારું ધ્યાન ધરું છું.

सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः ।
पार्थो वत्सः सुधीः भोक्ता दुग्धं गीतामृतं महत् ।।

सर्वोपनिषद: બધાં ઉપનિષદો गाव: ગાય गोपालनन्दनः ગોવાળ (શ્રીકૃષ્ણ) दोग्धा દોહનાર पार्थ: અર્જુન वत्सः વાછડો सुधीः વિશુદ્ધ બુદ્ધિવાળાં भोक्ता પીનારાં महत् મહાન अमृतं અમૃતરૂપિણી गीता ગીતા दुग्धं દૂધ

બધાં ઉપનિષદો ગાય છે, દોહનાર ગોવાળ (શ્રીકૃષ્ણ) છે, અર્જુન વાછડો છે, વિશુદ્ધ બુદ્ધિવાળાં સ્ત્રી-પુરુષો પીનારાં છે, અને મહાન અમૃતરૂપિણી ગીતા દૂધ છે.

Total Views: 2

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.