(ગતાંકથી આગળ)
ક્રાંતિકારી પક્ષીઓ
ભય ગમે તેને ત્વરિત અને કાર્યશીલ બનાવી દે છે. હું કામિલ અને દુષ્ટ બાવલાઓની પાગલ દુનિયાથી ઝડપથી દૂર ભાગી રહ્યો હતો. પણ જે કંઈ ત્યાં અનુભવ્યું તેના ઝટકાથી આજે પણ કાંપતો હતોે.
ઘણા સમય પહેલા મારા નશીબે મને ઉપર્યુક્ત સ્થળો માટે ઉશ્કેર્યો હતો. તેની પહેલાં એક સાંજે હું ઘણી બદામ ખાઈ ગયો. અપચાને કારણે મને ચિત્રવિચિત્ર સ્વપ્નાં આવવાં લાગ્યાં અને એ હું જોવાં માંડ્યો.
આ ભયંકર સ્વપ્નોમાં મેં મારી પાંખો ઉતરતી જોઈ અને એ પણ જોયું કે હું માનવ બની ગયો હતો. ત્યારબાદ જે થયું એનાથી મારા શ્વાસ જ થંભી ગયો. હું છરી-કાંટાથી ખાવાના વિચારથી જ એટલો ડરી ગયો કે મારાં સ્વપ્નને પકડનારી જાળ જેવી મારી ઊંઘ ઊડી ગઈ. આંખ ઊઘડતા ને મેં જોયું તો હું ધ્રૂજતો હતો અને પરસેવે રેબઝેબ થઈ ગયો હતો. મને એ ખાતરી થઈ કે હજુ હું બે પગવાળો બન્યો ન હતો, પણ મને કંપારી આવતી હતી. પછીના દિવસની સવાર સુધી હું મુર્ખતાનું હાસ્ય લઈ અહીં તહીં ભટકતો રહ્યો.
બાવલાંની દુનિયાથી બચીને આવ્યા પછી મને બરાબર એવો જ અનુભવ થયો. મેં વિચાર્યું કે આ જ જિંદગી છે – બેમતલબ વિનાશક અને ભયંકર. જો તમે કંઈક કરો તો વિનાશ તરફ વળો છો અને જો કંઈ ન કરો તો વિનાશના આવવાની રાહ જોતા રહો. વાહ રે જિંદગી! પોતાની આકાંક્ષાઓનો અંત થવાની કેવી અજબ રીત! પહેલાંના સ્થળે કપાઈને અરધો થઈ ગયો હોત કે સ્થૂળ આકારમાં ઢળી ગયો હોત. બન્ને એક સરખાં ભયંકર.
‘સમજુ થઈ રહ્યા છો. મને તમારી સુરક્ષાની ચિંતા હતી.’ આ અદૃશ્ય હંસ મહારાજનો અવાજ હતો.
એકી સાથે એને ભેટવાનું અને લાત મારવાનું મારું મન થયું. નિરાંત, ગુસ્સો, દુ :ખ અને આનંદ – મારી ભીતર ભાવનાઓની આવી ખીચડી પાકવા લાગી. પણ હું શાંત રહ્યો.
હા ટિયા, એ જ જીવન છે. જો તું મને મજાકમાં લઈશ તો તું પોતે જ મજાક જ બની જઈશ અને જો વધારે ગંભીરતાપૂર્વક લઈશ તો બરબાદ થઈ જઈશ.
‘આ બધું મને જ શા માટે (કહો છો)? થોડું ઘણું બીજા માટે પણ બચાવી કેમ રાખતા નથી?’ મેં જરા નિર્બળ આવજમાં મારી ભડાશ કાઢી.
‘તું એમ શા માટે કહે છે? મેં તો તને બરબાદ થતાં બચાવ્યો છે.’
‘હા, પણ આપે જ મને એ તરફ ધકેલી દીધો હતો. પહેલાં ધક્કો મારીને પાડી દેવા અને પછી ઊભો કરીને રક્ષક બનવાનું ગૌરવ લેવું ! આપ બેજવાબ છો.’
‘ચચ… ચ. ગુસ્સો ન કર ટિયા, દરેકે દરેક આવા અનુભવમાંથી પસાર થતો રહે છે.’
એમની સહાનુભૂતિનો બોજો વેઠવાની શક્તિ મારામાં ન હતી.
‘આવી કોઈ જગ્યાએ શું તમે તમારું શરીર ગુમાવ્યું હતું ખરું? શું તમે સામાન્ય રીતે આવી પાગલોની દુનિયામાં યાત્રા કરો છો ખરા?’
‘ટિયા, કોઈ પાગલ નથી. અમારી સામે એ જ આવે છે, જેને અમે પોતે રચીયે છીએ, અને ચાહીએ છીએ. જિંદગીમાં કોઈ પણ કામ વ્યર્થ નથી જતું.’
હંસજીના શબ્દો મારા માથા પરથી સરેરાટ નીકળી ગયા. હું એમને પૂછવા ઇચ્છતો હતો કે હું વડ પર પાછો કેવી રીતે જાઉં, પણ હું કંઈ કહું એ પહેલાં જ જેમ ગરમીમાં ઝાકળબિંદુ અદૃશ્ય થઈ જાય તેમ તેઓ ગાયબ થઈ ગયા.
***
હંસજી સાથેની નાની એવી મુલાકાત અને ત્યાર પછી થોડી સ્ફૂર્તિવાળા ઉડ્ડયને મારા મનને આનંદમાં લાવી દીધું. પક્ષીઓથી ભરપૂર એક નવી જગ્યાએ પહોંચીને હું ખૂબ રાજી થયો. મારા જેવી પક્ષીજાત, અહીં નહીં કોઈ વિચિત્ર પ્રાણી, કે ન કોઈ બાવલાં. અજાણ્યા પ્રત્યે લાગણીઓનું પ્રદર્શન કરવું એ મારા સ્વભાવમાં નથી. આપણા પોતાના કહેવાય એમની સાથે જીવવું મરવું અને ઝઘડવું અને ચાહવું એ વધારે સારું છે.
હું એક વૃક્ષ પર ઉતર્યો. મારી નીચે અલગ અલગ આકાર, રૂપ, રંગ અને પાંખોવાળાં પક્ષીઓ ફેલાયેલાં હતાં. એ બધાં ચીજો ઉપાડવી, બદામ જેવાં ફળ ભાંગવાં, કીડાં પકડવાં, ભોજનનો ઢગલો કરવો, મેદાન સાફ કરવું જેવાં જુદાં જુદાં કામમાં મગ્ન હતાં.
થોડીવાર પછી મારું ધ્યાન ગયું કે એક પણ પક્ષી હવામાં ઊડતું નથી. એ બધાં કાં તો ચાલે છે અને કાં કૂદે છે. પક્ષીઓની પાંખ મજબૂત હતી, છતાં પણ તે ઊડતાં ન હતાં. મને એમની નવાઈ લાગી. મજાની વાત તો એ હતી કે એ બધાં પોતાનામાં રાજી હતાં અને ‘પક્ષીઓનાં નામે કલંંક’ રૂપ આ પક્ષીઓ એટલાં બધાં અનોખાં હોવાં છતાંં પણ નખરાળાં હોવાનો પ્રયત્ન કરતાં હતાં.
એમાંથી એકને મેં સાદ કરીને બોલાવ્યો અને આ સ્થળ કયું છે, અને વળી તેઓ પક્ષીઓની જેમ ઊડવાને બદલે પ્રાણીઓની જેમ કેમ ચાલતાં હતાં, એમ પૂછ્યું.
‘ઊડવા કરતાં ચાલવું વધારે સારું છે, એ અમારો સિદ્ધાંત છે.’ એ પક્ષીએ મને એવો જવાબ આપ્યો. વળી ઉમેર્યું, ‘અમે માનીએ છીએ કે જે બેશરમ હોય તેઓ જ પોતાનાં અંગનું પ્રદર્શન કરે છે. મારી વાતનું માઠું ન લગાડતા. અમે હમણા તમારી બેશરમીની વાત કરતાં હતાં. તમે આટલાં સુંદર દેખાઓ છો, પણ તમારામાં સંસ્કાર-સંસ્કૃતિનો અભાવ છે. તમારાં નીચલાં અંગ કેમ દેખાય છે? ભગવાને તમને દેહ ઢાંકવા પાંખો આપી છે.’
મારા માટે આ નવી વાત હતી. મેં આવું ક્યારેય વિચાર્યું ન હતું. વળી આવું વિચારી પણ શકતો નથી. મેં દલીલ કરી, ‘પણ આપણે પક્ષીઓએ ઊડવું તો જોઈએ ને? એમાં જ આપણી આઝાદી છે અને એ જ આપણો સ્વભાવ છે. વાત બરાબર છે ને?’
‘હા, હા, એવું જ છે. પણ પોતાની શાન (માનમોભો) ભૂલવી ન જોઈએ. શું આપ જાણતા નથી કે બધી સફળ પ્રજાતિઓ જેવી કે સિંહ, માનવ વગેરે ચાલે છે, ઊડતા નથી? તમને એ પણ ખ્યાલ હશે કે જો તમે આ ભૂમિ પર જન્મ્યાં છો તેના પર મરવાના. તો પછી હવામાં થોડા દિવસોની જિંદગી શા માટે જીવવી?’
મારું માથું ફરવા લાગ્યું. એના દિલમાં આવા વિચારો ક્યાંથી આવ્યા? આ બધાં વડ પરનાં હોલાનાં વંશધર લાગતાં હતાં. એ પક્ષીએ કહ્યું, ‘અમે નવા પ્રકારની ક્રાંતિ લાવવા પ્રયત્ન કરી રહ્યાં છીએ. એમાં પક્ષીઓને પ્રતિષ્ઠા, સંસ્કૃતિ અને મૂલ્યોનો સાચો અર્થ શિખવવામાં આવશે. એને લીધે બધાં પક્ષીઓનાં જીવીનમાં એક મહાન પરિવર્તન આવી જશે.’
મેં પૂછ્યું, ‘શું તમે આ બધું તમારા સપનામાં શીખ્યા છો?’
તેમણે કહ્યું, ‘મશ્કરી કરવાનો પ્રયત્ન કરો. અમે જે જન્મથી શીખ્યાં છીએ, તે પ્રમાણે જ ચાલીએ છીએ, ઊડવું નહીં, પણ ચાલવું અને અમે એ પ્રમાણે ચાલીને ખુશ છીએ. અમારા નાયક ઘણા સારા પક્ષી છે. અમે એમને આદરથી ‘દાદાજી’ કહીએ છીએ. ભગવાન એમનું ભલું કરે. અમે એમની બધી વાત માનીએ છીએ. આ બધા નિર્દેશ કે આ બધી વાતો એમણે પોતે નથી બનાવ્યાં, પણ પોતાનાં માતપિતા પાસેથી શીખ્યાં છે. અને એમણે એમનાં માતપિતા પાસેથી… આ પરંપરા અણતૂટ ચાલી રહી છે. આ બધું પવિત્ર અને ગૂઢ છે.’
મારું માથું ફરવા લાગ્યું અને મારી પાસે બોલવા શબ્દ પણ ન હતા. હું વધારે સાંભળી ન શક્યો, પરંતુ એણે તો બોલવાનું ચાલું જ રાખ્યું, ‘અમે દાદાજીના પવિત્ર આદેશને કાને ધરીએ છીએ. એમાં જ અમારું કલ્યાણ છે અને એમાં જ અમારો લાભ રહેલો છે. એવો અમારા પોતાના છે અને અમારી સારસંભાળ રાખે છે. એ માટે અમે એમના ઋણી છીએ. એમની પાસે આટલું જ કામ છે. સામાન્ય રીતે દાદાજી અમારાથી નારાજ થતા નથી. પણ તેઓ ઇચ્છે તો એમનો ક્રોધ વૃક્ષને પણ બાળી નાખે. અમને બધાંને એમના ગુસ્સાનો બહુ ભય લાગે છે. એમના સખત અને કડક આદેશને લીધે અમે ઊડતાં નથી. ઊડવા વિશે અમે વિચારી પણ શકતાં નથી, એટલાં અમે આજ્ઞાંકિત છીએ.’
‘પણ જો તમે સ્વતંત્ર રહી શકો છો તો એમની આ વાતો કે એમના મૂર્ખતાભર્યા આદેશો શા માટે સાંભળો છો? શું તમારે તમારું પોતાનું મગજ જ નથી?’
શ્રીમાન, તમારી જીભ જરા સંભાળીને બોલજો. એમના આદેશ મૂર્ખતા ભર્યા નથી અને તમને અમને પૂછવાનો કોઈ અધિકાર પણ નથી. વળી આ આદેશ ખોટા છે કે સાચા એવું જાણતોય નથી અને જાણવા ઇચ્છતોય નથી. દાદાજી સમજદાર છે અને અમારી ભલાઈ ઇચ્છે છે. અમે કામ કરીએ છીએ, તેઓ વિચારે છે. આ છે અમારાંં કામની વહેંચણી. સમજ્યા ભાઈ?’
હું એનો ઉત્તર આપું તે પહેલાં તેના મુખ પર ભયંકર ભય છવાઈ ગયો અને તે ત્યાં જ જડવત્ થઈ ગયો. સામે દાદાજી જ હતા. એમની ચાલ – વિશ્વાસ અને ગર્વપૂર્વક ચાલવાની રીત પરથી હું અંદાજ કરી શક્યો કે એ એમના દાદાજી જ હતા.
‘અરે, તું? તું કોણ છે? આ ઝાડ પર બેસીને શું કરે છે? તું ત્યાં કેવી રીતે પહોંચ્યો તેની વાત પહેલાં કર.’
એમના રુઆબ ભર્યો અવાજ સાંભળીને હું તો સડેલાં ફળની જેમ ઝાડ પરથી નીચે પડી ગયો. ઊંચા અવાજે પૂછાયેલા પ્રશ્નો મને સંભળાયા પણ નહીં.
‘બદમાશ, હું તને કંઈક પૂછું છું! તું છે કોણ?’
એમનો અવાજ જાણે ઠંડા પોલાદની જેમ મને કાપવા લાગ્યો. હું ભયથી સંકોચાયો. મારી પાંખોમાં જીવ ન હતો, ગળુ સુકાઈ ગયું. શરીરમાં તાકાત રહી ન હતી. સાથે ને સાથે દિમાગ અને ઇન્દ્રિયો ઠંડાં પડી ગયાં હતાંં. કેવળ મારા પગમાં જીવ હતો. પણ એય માંડ માંડ કાંપતા હતા.
‘હજૂર, મારુ નામ ટિયા છે. સાહેબજી, હું એક પોપટ છું. હું અહીંથી પસાર થતો હતો, મને માફ કરો, મહારાજ.’ ભયના માર્યા મારા મોંમાંથી આ શબ્દો નીકળી પડ્યા.
‘બંધ કર આ બકવાશ, ચાલ કામ કરવા માંડ, ખાલખમ ઢોલ.’ ગુસ્સામાં ને ગુસ્સામાં તે ચૂપ થયો ગયો. વાણી કરતાં ખામોશી વધારે ડરામણી હોય છે. જેમ ગીધ પોતાના શિકાર પ્રત્યે વર્તે છે તેમ આ ભાઈ શા માટે મારી સાથે આમ કરે છે? કારણ વિના રોફ છાટનારો અને માનસિક યંંત્રના આપનારની હું વાત શા માટે સાંભળું, પણ હું હતાશ થઈને ભયથી કાંપવા લાગ્યો. (ક્રમશ 🙂
Your Content Goes Here




