કોલંબો, શ્રીલંકા, જૂન ૧૮૯૩

વહાલા મિત્રો, આધ્યાત્મિક સાધનાનું સર્વોચ્ચ શિખર જય કરીને અને ભારતીય તેમજ વૈશ્વિક સંસ્કૃતિનો ગહન અભ્યાસ પૂર્ણ કરીને સ્વામી વિવેકાનંદ ૩૧ મે, ૧૮૯૩ના રોજ મુંબઈ બંદરથી વિશ્વના પ્રવાસે નીકળ્યા. સર્વપ્રથમ એમનું જહાજ શ્રીલંકા (એ વખતના સિલોન)ના કોલંબો બંદરે લાંગર્યું. કોલંબોમાં સ્વામીજીનું જહાજ લગભગ એક આખો દિવસ રોકાયું. સ્વામીજી તેમજ અન્ય યાત્રીઓ આ મોકાનો લાભ લઈને કોલંબો શહેરમાં ફરવા માટે નીકળ્યા.

કોલંબોમાં સ્વામીજીએ ભગવાન બુદ્ધની સૂતેલી મૂર્તિનાં દર્શન કર્યા

પેનાંગ, મલય દ્વીપ સમૂહ, જૂન ૧૮૯૩

કોલંબોથી સ્વામીજીનું જહાજ મલય દ્વીપ સમૂહમાંના એક પેનાંગ દ્વીપ બંદરે પહોંચ્યું. સ્વામીજીને જાણવા મળ્યું કે મોટા ભાગના મલયવાસી મુસ્લિમ છે.

‘પછીનું બંદર આવ્યું પેનાંગ. આ શહેર મલય દ્વીપકલ્પમાં દરિયાસરસી આવેલી જમીનની પટ્ટી માત્ર છે. મલાયાના બધા લોકો મુસલમાન છે. પ્રાચીન કાળમાં એ લોકો નામચીન ચાંચિયા હતા તથા વેપારીઓને ત્રાસ રૂપ હતા. પરંતુ હવે તો ફર્યા કરતી તોપો ગોઠવેલાં ટાવરવાળાં આધુનિક યુદ્ધજહાજોની ભારે તોપોએ આ મલાયી લોકોને વધુ શાંત વ્યવસાયોમાં લાગી જવાની ફરજ પાડી છે.’

– સ્વામીજીએ જુલાઈ ૧૦, ૧૮૯૩ના રોજ યોકોહામાથી લખેલ એક પત્રમાંથી

Total Views: 354

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.