સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટમાં ૧૩ માર્ચ, ૨૦૦૪ના રોજ યોજાયેલ ‘ગુજરાત સાયન્સ કોંગ્રેસ’ના અધિવેશન પ્રસંગે સ્વામી જિતાત્માનંદજીએ આપેલ ઉદ્‌ઘાટન સંભાષણનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

ભવિષ્યમાં ભારત વિશ્વના નેતા રૂપે ઊભરશે એવું આર્ષદર્શન કરનાર સ્વામી વિવેકાનંદ સર્વપ્રથમ પયગંબર હતા. એમણે એવું ભાવિ પણ નિહાળ્યું હતું કે ભારતનું આ ઉત્થાન ભૂતકાળના બધાં ઉત્થાનને પણ વટાવી જશે. ૧૮૯૭માં મદ્રાસમાં એમણે ભારતવાસીઓને કહ્યું હતું કે વિશ્વશક્તિ રૂપે બહાર આવવા માટે ભારતે વિજ્ઞાનક્ષેત્રે ઉન્નતિ સાધવી પડશે. સ્વામીજીના શબ્દોમાં કહીએ તો: ‘માનસિક શક્તિ એ બળ છે. હરિફાઈનું રાક્ષસીયંત્ર બધાનો વિનાશ કરશે. તમારે જીવવું હોય તો યુગને અનુકૂળ બનવું જ પડશે. આપણે જીવવું જ હશે તો વૈજ્ઞાનિક વિચારોવાળી પ્રજા બનવું પડશે.’

શ્રીરામકૃષ્ણ દેવના ફિઝિશ્યન ડોક્ટર મહેન્દ્રલાલ સરકાર એમનાથી પ્રેરાયા હતા. વૈજ્ઞાનિક અભિગમનું સંવર્ધન કરવા માટે એમણે ૧૮૮૦માં સર્વપ્રથમ ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્ટિફિક રિસર્ચ’ની સ્થાપના કરી હતી. આ જ વિજ્ઞાનની સંસ્થામાં કાર્યરત ડો. સી. વી. રામને ભારત માટે વિજ્ઞાનના ક્ષેત્રે પ્રથમ વખત નોબેલ પારિતોષિક મેળવ્યું હતું. ત્યાર પછી ૧૮૯૩માં સ્વામી વિવેકાનંદે જમશેદજી તાતાને ‘ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ ઈન સાયન્સ’ની સ્થાપના કરવા માટે વિનંતી કરી હતી. ૧૮૯૮માં જમશેદજી તાતાએ સ્વામીજીને આ સંસ્થાના નિયામક બનવા અને ભૌતિક વિજ્ઞાન તેમજ સાહિત્ય-કલા વિશેનું શિક્ષણ આપવા માટે સૂચન કર્યું. સ્વામી વિવેકાનંદે આ સંસ્થાને ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ’ એવું નામ આપ્યું. આજે આ સંસ્થા ભૌતિક વિજ્ઞાનના ક્ષેત્રે મહત્ત્વના સંશોધન કાર્યમાં ઉન્નતિ સાધી રહી છે, પરંતુ સાહિત્ય, કલા અને સંસ્કૃતિના ક્ષેત્રે એટલું કાર્ય કર્યું નથી.

આજે ભારતે સાધેલી વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકતાના ક્ષેત્રની ઉન્નતિએ સમગ્ર વિશ્વને આશ્ચર્યમાં નાખી દીધું છે. અણુવિજ્ઞાનના ક્ષેત્રે મેળવેલી સિદ્ધિ આજે સર્વોત્તમ સિદ્ધિ ગણાય છે કારણ કે ચેનોબિલ, ઓસાકા, યુએસએના થ્રી માઈલ આઈલેન્ડમાં થયેલી આણ્વિક દુર્ઘટના જેવી કોઈ દુર્ઘટના ભારતના આણ્વિક ઉત્પાદન ક્ષેત્રોમાં થઈ નથી. કૃષિવિજ્ઞાનના ક્ષેત્રે ભારત આજે પોતાના ૧૦૧ કરોડ ભારતીયોને ભરપેટ અનાજ આપી શકે તેવી ક્ષમતામાં આવી ગયું છે. એટલું જ નહિ આપણું રાષ્ટ્ર ચોખા, ઘઉં અને દૂધના પાવડરની નિકાસ પણ કરે છે. આજનું ભારત આઈ.ટી. અને બી.ટી. ક્ષેત્ર તેમજ વિજ્ઞાનના અનેક વિભાગોમાં અગ્રણી રાષ્ટ્ર બન્યું છે.

એક સપ્તાહ પહેલાં યુ.એસ.એ.માં એક ભારતીય વિજ્ઞાનિકે ‘ચાના કપમાં સૂર્ય’ એ નામે અણુઊર્જા ઉત્પન્ન કરવાની સરળ તરકીબ શોધી કાઢી છે. ટ્રાન્સજેનિક વિજ્ઞાનના ક્ષેત્રે ભારત પ્રગતિ સાધી રહ્યું છે. ભારતના ૬ લાખ ગામડાંમાંથી ૬૦% વિસ્તારને એસ.ટી.ડી.ની સુવિધાથી જોડીને સેટેલાઈટ કોમ્યુનિકેશન (ઉપગ્રહ દ્વારા સંદેશવ્યવહાર) ક્ષેત્રે એક ઇતિહાસ સર્જ્યો છે અને હવે તત્કાળ સંદેશાના ક્ષેત્રે સેલ-ફોન દ્વારા એક નવી ઉત્ક્રાંતિ સર્જી છે. કુશળ અમેરિકન અને પશ્ચિમના ઉદ્યોગોએ બઁગલોર, પૂણે, હૈદરાબાદ અને દિલ્હીમાં રિસર્ચ અને ડેવેલોપમેન્ટ કેન્દ્રોની સ્થાપના કરી છે.

વિજ્ઞાનની દુનિયામાં આટલી બધી ઉન્નતિ ભારતીયોએ કેવી રીતે સાધી છે? એનું કારણ એ છે કે વૈજ્ઞાનિક સંશોધન અને ઉન્નતિના ક્ષેત્રમાં ભારતીય લોકોની માનસિક શક્તિ આનુવાંશિક રીતે અંત:સ્ફૂરિત શક્તિ છે. ભૌતિક વિજ્ઞાન ક્ષેત્રે નોબેલ પારિતોષિક મેળવનાર પ્રો. હિદિકિ યુકાવાએ પોતાના પુસ્તક ‘Creativity and Intuition’ – ‘સર્જનાત્મકતા અને અંત:સ્ફૂરણા’માં કહ્યું છે કે ભૌતિક વિજ્ઞાનોની શોધ પાછળ મહત્ત્વની ભૂમિકા ભજવનાર ઉત્કલ્પના અને અંત:સ્ફૂરણાના ક્ષેત્રે ભારતીયો કુદરતી શક્તિ અને સામર્થ્યવાળા છે. વિજ્ઞાનના ક્ષેત્રે અને એમાંય વિશેષ કરીને ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને ન્યૂરોભૌતિક વિજ્ઞાનના ક્ષેત્રે થતી મહત્ત્વની શોધો આવી અંત: સ્ફૂરણાની નીપજ છે. આ અંત: શક્તિ વિશ્વની રહસ્યમય વાસ્તવિકતા ને જીવનની વૈશ્વિકતાની ગહન સંલગ્નતાને જોઈ શકે છે.

ઈલ્લિયા પ્રિગોઝિનની શક્તિહ્રાસની સંરચનાનું સંશોધન કહે છે કે માનવદેહ અને વનસ્પતિ જેવી જીવંત જીવનપ્રણાલી સમગ્ર બ્રહ્માંડ સાથે સંલગ્ન છે. બ્રહ્માંડમાંથી ઊર્જા સંગ્રહ અને શક્તિહ્રાસની પ્રક્રિયા સતત કરવા છતાં તેઓ એક ‘સંરચના રૂપે’ રહે છે. પોલ દિરાકે સૌ પ્રથમ વખત બતાવ્યું છે કે શૂન્યાવકાશ અનંત ઊર્જાનું સંગ્રહસ્થાન છે. ઉદ્દામ ભૌતિક વિજ્ઞાન અને વૈજ્ઞાનિકો એને ‘દિરેકનો શક્તિનો મહાસાગર’ કહે છે. સવિચાર પ્રજ્ઞા પ્રાપ્ય વિગતો પર આધારિત છે. આ સવિચાર પ્રજ્ઞા સારી તો છે પણ પૂરેપૂરે સારી નથી અને નિર્વિચાર પ્રજ્ઞા પણ ખામી ભરેલી છે. એટલે પરમાણુઓના સૂક્ષ્મવિશ્વમાં આઈન્સ્ટાઈનનાં ઘડિયાલ અને માપપટ્ટી કામ કરતાં નથી. ૧૦ -૪૩ સેકંડ (પ્લેન્ક્સ ટાઈમ), કે ૧૦-૩૩ મીટર્સ (પ્લેન્ક્સ લેન્થ)ને તેઓ (પ્લેન્ક્સ લેન્થ) કે (પ્લેન્ક્સ કોન્સટન્ટ) ૬.૬૨ x ૧૦ -૨૭ અર્ગ સેકંડ કેવી રીતે માપી શકે? પરમાણુઓના સૂક્ષ્મ વિશ્વના આ અચલ એક વાસ્તવિકતા છે પરંતુ એ ઇન્દ્રિયગોચર નથી. આ બધી અધ્યાત્મ જગતની વાસ્તવિકતાઓ છે કે જે આપણી દૈહિક ગણતરીને સુનિશ્ચિત કરે છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે ભૌતિક વિજ્ઞાનની બંને બાજુની આધારશિલા અધ્યાત્મવિજ્ઞાન છે. આઈન્સ્ટાઈનનો વિચાર હતો કે નશ્વર માનવ કહી શકે કે ઈશ્વર પાસા ખેલતો નથી. ચીનમાં આવીને નિલ્સ બોહરે આઈન્સ્ટાઈને પ્રત્યુત્તર આપતાં કહ્યું કે ઈશ્વર પાસાં ખેલે છે કે નહિ એ આપણે (માનવો) નક્કી ન કરી શકીએ. સેન્ટ હોકિંગે કહ્યું છે કે પ્રભુ માત્ર પાસા ખેલતો નથી પરંતુ તે એને જોઈ ન શકાય એવા સ્થળે ફેંકે છે. આઈન્સ્ટાઈનના મૂળ વિચાર પ્રમાણે Positivism કે ઘડિયાળ કે માપપટ્ટી દ્વારા થયેલું માપાંકન પૂરતું છે. આ કથને એની સમક્ષ ત્રણ નિષ્ફળતાઓ મૂકી. પ્રથમ હતી સૃષ્ટિ રચના વિષયક અચલની તેની શોધ. બીજું છે EPR Paradox અને ત્રીજું Non-causality (કાર્યકારણપ્રક્રિયાનો અભાવ) છે. પાછળથી આઈન્સ્ટાઈન પૂર્ણપણે ‘અંત:પ્રેરણા’માં માનવા લાગ્યા હતા.

આજે વૈદિક ઋષિઓનાં આ મૂળભૂત આર્ષદર્શન વિજ્ઞાન જગતની મહાન શોધ અને વૈજ્ઞાનિક શોધોના અર્થઘટનમાં ઘણી પ્રેરણા આપે છે. મેક્સ બોર્નની ઈલેક્ટ્રોન વિશેની ટ્રાન્જિસ્ટરમાં ક્રાંતિ લાવનાર ‘પ્રોબેબિલિટિ વેવ’ શોધ ‘કોન્ટમ મિકેનિકલ ટનેલીંગ’ તરફ દોરી જાય છે. પરંતુ ‘પ્રોબેબિલિટિ વેવ’ ઈલેક્ટ્રોન એટલે સ્થૂળ રૂપે ચૈતન્યભર્યું વર્તન. આ તાત્ત્વિક દૃષ્ટિકોણે તેમને વૈદિક સત્યોની નજીક લાવી દીધા છે. પ્રૌદ્યોગિકીના દૃષ્ટિકોણે સંપત્તિ આપી છે. સરસ્વતીએ લક્ષ્મીને જન્મ આપ્યો છે. સ્રોડિંજરના ‘વેવ ઇક્વેશને’ દૃષ્ટાને સર્જિત વાસ્તવિકતાની ખાતરી કરાવી દીધી છે. એલન આસ્પેક્ટ દ્વારા મઠારેલા ‘બેલના સિદ્ધાંતે’ મૂળભૂત રીતે આંતર્‌ સંલગ્નતાનું ભાન કરાવ્યું છે. ચેતના અશારીરિક છે એવી જોન એસેલ્સની શોધે અનંત અવસ્થાએ બધા અસ્તિત્વની પશ્ચાદ્‌ભૂમાં અનંત ખ્રિસ્ત છે એની ખાતરી કરાવી દીધી છે. વિચાર દેહનું સાર્વત્રિક પરિવર્તન કરે છે. i2=j2=k2=ijk=-1= આ વિશ્વ નશ્વર છે. જોન એ. વ્હિલરની આ ધારણાએ તેમને ઉપનિષદોનું વાચન કરતા કર્યા. સૃષ્ટિ કેવી રીતે રચાઈ? એ એમનો મહાપ્રશ્ન છે.

દિલ્હી આઈઆઈટીના નેતૃત્વ હેઠળ ભારતની આઈઆઈટી સંસ્થાઓએ વિસ્તૃત, સંશોધન સાથે નેનો ટેક્નોલોજી, બાયોટેક્નોલોજી અને બીજા ક્ષેત્રો માટે ૨૦૨૦નું એક આયોજન તૈયાર કર્યું છે. શા માટે? કારણ કે દર વર્ષે એમઆઈટી ૧૦૦ પેટન્ટ્‌સ, સ્ટેનફોર્ડ ૬૪ ઊભા કરે છે; જ્યારે બધી આઈઆઈટી સંસ્થાઓ સાથે મળીને માત્ર ૬ પેટન્ટ્‌સ આપી શકે છે. અને ભારતીય વ્યાપાર, ઉદ્યોગતંત્ર નીચે ઊતરી જાય છે. આપણાં ભેજાં મહાન છે પરંતુ, એ બધાંને જ્ઞાનાભિમુખ કે સંશોધનાભિમુખ બનાવવાં પડશે. તત્કાળ મળતો તગડો પગાર એ શક્ય નોબેલ પારિતોષિકનો વિકલ્પ ન બની શકે. ભૌતિક વિજ્ઞાનના સંશોધનમાં આધ્યાત્મિક અને સાહિત્યકલા દ્વારા ઉદ્‌ભવેલ વ્યાપક, સંશોધનાત્મક દૃષ્ટિ અને વિશાળ વ્યાપક જ્ઞાનદૃષ્ટિની આવશ્યકતા છે. 

વનસ્પતિમાં પણ જીવનધબકાર છે સર જગદીશચંદ્ર બોઝની એ શોધમાં પણ અંત:સ્ફૂરણા છે. ભારતીય તત્ત્વસૂત્ર ‘સર્વમ્‌ ખલુ ઈદમ્‌ બ્રહ્મ’થી તેઓ ઘણા પ્રેરાયા હતા. કોઈ પણ શોધમાં અંત:સ્ફૂરણા કેવો મહત્ત્વનો ભાગ ભજવે છે એ રહસ્યને સમજવા ભારતીય વૈજ્ઞાનિકો પ્રયત્ન કરશે અને વિક્રમ સારાભાઈ, રાજારમન્ના, સી.એન.રાવ અને ડો. સ્વામીનાથનની જેમ આ અંત: સ્ફૂરણાના તત્ત્વને સ્વીકારશે તો આજના વૈજ્ઞાનિકો પણ મહત્ત્વની શોધો કરી શકશે.

Total Views: 215

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.