(રાગ કર્નાટી એકતાલ)

તાથૈયા તાથૈયા નાચે ભોળા બં બં બાજે ગાલ

ડિમ ડિમ ડમરુ બાજે ઝૂલે છે ખોપરી માળ…તાથૈયા

ગર્જે ગંગા જટા માંહે ઉગ્ર અનલે ત્રિશૂલ રાજે

ઝગ ઝગ ઝગ મૌલિ બંધ જવળે શંશાક ભાલ…તાથૈયા

(રાગ કાનડા – તાલ સુરફાકતા)

હર હર હર ભૂતનાથ, પશુપતિ

યોગીશ્વર મહાદેવ શિવ પિનાકપાણિ…હર.

ઊર્ધ્વ બળતી જટા જાળ નાચે વ્યોમે કેશ ભાલ

સપ્ત ભુવન ધરે છે તાલ ડગમગે અવની…હર.

Total Views: 259

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.