શ્વેત ધજાઓ ક્યાં ઝળહળતી અડધે રસ્તે કોને પૂછીએ!
સઘળી કેડી ક્યાં જઈ મળતી અડધે રસ્તે કોને પૂછીએ!
એક સરોવર આંખો સામે, એક સરોવર પીંડી પાછળ
કોને કોની સરહદ છળતી અડધે રસ્તે કોને પૂછીએ!
જે આરસને શિલ્પ કહ્યું’તું એ આરસમાં પ્રાણ ફૂંકાયા
નિજમાં નખશિખ મૂર્તિ મળતી અડધે રસ્તે કોને પૂછીએ!
નહીં મંજીરાં નહીં કરતાલા, શ્વાસ જપે છે તે જપમાલા,
આખે આખી કાયા લળતી અડધે રસ્તે કોને પૂછીએ!
પથ્થર થઈ અશ્વો ઊભા છે મુખમાં હેષા થીજી ગઈ છે
પગમાં પીડાઓ ફળફળતી અડધે રસ્તે કોને પૂછીએ!
જે સાંજોની કાવડ ઊંચકી ક્યાંક પરબનાં પાણી પીધાં
તે સાંજો પણ પાછી વળતી અડધે રસ્તે કોને પૂછીએ!
-મહેન્દ્રભાઈ જોશી

Total Views: 127

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.