હરિ ૐ શરણ!
હિર ઓમ્ શરણ! હરિ ઓમ્ શરણ!
મને દઈ દે તો દે એવું મરણઃ
મારાં શીશ સમીપ હો! તારાં ચરણઃ
મારાં નયન ઉપર હો! તારાં નયનઃ
તવ સુભગ સદા ચિત્તે ચિતવનઃ
હરિ ઓમ્ શરણ!
મારાં ભક્તિ-ભજન, પદ ને ગાનો,
મારાં અર્પણ, તર્પણ ને દાનો :
ઉત્સર્ગ, વિસર્જનનાં સ્થાનો :
સહુ તે ધરી દઉં ચિન્મયને ચરણ!
હરિ ઓમ્ શરણ!
હરિ ઓમ્ શરણ! હરિ ઓમ્ શરણ!
કર સંહ૨ણ રશ્મિનું પૂષન!
તવ જ્યોતમહીં મમ જ્યોત મિલન!
અને શૂન્યાબ્ધિમહીં શૂન્ય શયન!
હરિ ઓમ્ શરણ!

– રતુભાઇ દેસાઇ

Total Views: 439

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.