મન આકુળ – વ્યાકુળ,
રે મુજ મન આકુળ – વ્યાકુળ!
પરમહંસનાં દરશન કાજે શોધે એનું મૂળ… મન
અંગ અંગ અહીં દાહ તો લાગે,
ભસમ કરી દે ફૂલનેય લાગે,
પરિમલનું જાણે શું પામ્યું અસ્ત આખુંયે કુળ…. મન
પંથ પંથ જનસૂનો ભાસે,
ડગલુંયે ના કો’ અવકાશે,
પગલું માંડું તો જાણે કે પગમાં વાગે શૂળ… મન
નહીં જલતો દીપ પવન ફૂંકાતો,
હું મુજથી એકલ મુકાતો,
પામું ના જો પરમહંસને જીવન મારું ધૂળ… મન
– ગોવિંદ દરજી
Your Content Goes Here




