બીજા કોઈ પણ દેશની સમસ્યાઓ ભારતની સમસ્યાઓ કરતાં વધારે ગૂંચવાડા ભરેલી અને વધુ મહત્ત્વની છે. પ્રજા, ધર્મ, ભાષા, રાજસત્તા, આ બધું મળીને રાષ્ટ્ર બને છે. એક પછી એક પ્રજાઓને

લઈએ તો આપણા દેશની સરખામણીએ દુનિયાની અન્ય પ્રજાઓને રચનારાં તત્ત્વો બહુ જ ઓછાં છે. અહીં તો આર્યો, દ્રાવિડિયનો, તાર્તરો, તુર્કાે, મુગલો, યુરોપિયનો : જાણે કે દુનિયાની બધી પ્રજાઓ પોતાનાં રક્ત આ ભૂમિમાં રેડતી આવી છે. ભાષાઓનો તો અદ્‌ભુતમાં અદ્‌ભુત શંભુમેળો અહીં છે; રીતભાતો અને રિવાજોની બાબતમાં તો પશ્ચિમ અને પૂર્વની પ્રજાઓ કરતાં બે ભારતીય પ્રજાઓ વચ્ચે વધુ તફાવત છે.

આપણી પવિત્ર પરંપરાઓમાં કોઈ એક સામાન્ય ભૂમિકા આપણા માટે હોય તો તે આપણો ધર્મ છે. એ એક જ સામાન્ય ભૂમિકા છે અને એના ઉપર જ આપણે ચણતર કરવાનું છે. યુરોપમાં રાજકીય વિચારો રાષ્ટ્રીય એકતા લાવે છે; એશિયામાં ધાર્મિક વિચારો રાષ્ટ્રીય એકતા લાવે છે. એટલે ભારતના ભાવિ માટે પહેલી શરત તરીકે ધાર્મિક એકતા અનિવાર્ય રીતે જરૂરી છે. આ દેશમાં એક છેડાથી બીજા છેડા સુધી એક જ ધર્મનો સ્વીકાર હોવો જોઈએ. આવા એક ધર્મથી હું શું કહેવા માગું છું ? જે અર્થમાં ખ્રિસ્તીઓ કે મુસલમાનો કે બૌદ્ધો માને છે તે અર્થમાં ‘એક જ ધર્મ’ નહીં. આપણે જાણીએ છીએ કે આપણા બધા સંપ્રદાયોમાં, ભલે તે દરેકના સિદ્ધાંતો ગમે તેટલા અલગ અલગ હોય, ભલે તેમના દાવાઓ ગમે તેટલા જુદા જુદા હોય, છતાં બધામાં અમુક સર્વસામાન્ય ભૂમિકાઓ રહેલી છે.

(સ્વા. વિ. ગ્રંથ. ૪.૧૯૫-૯૬)

Total Views: 508

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.