ब्रह्मानन्दरसानुभूतिकलितैः पूतैः सुशितैर्युतै-
र्युष्मद्वाक्कलशोज्झितैः श्रुतिसुखैर्वाक्यामृतैः सेचय ।
संतप्तं भवतापदावदहनज्वालाभिरेनं प्रभो,
धन्यास्ते भवदीक्षणक्षणगतेः पात्रीकृताः स्वीकृताः ।।39।।

હે પ્રભુ, સંસારતાપના દાવાગ્નિની જ્વાલાઓથી તપ્ત એવા મને પોતાના બ્રહ્માનંદરસની અનુભૂતિયુક્ત, પવિત્ર, અતિશીતલ, સયૌક્તિત, પોતાની વાણીરૂપી કળશમાંથી નીકળેલ, કાનને આનંદ આપનાર વાક્યામૃતથી સિંચિત કરો. ધન્ય છે એ લોકો કે જે ક્ષણભર માટે પણ આપની દૃષ્ટિમાં આવીને પાત્રના રૂપે સ્વીકૃત થઈ જાય છે.

कथं तरेय भवसिन्धुमेतं, का वा गतिर्मे कतमोऽस्त्युपायः ।
जाने न किञ्चित्कृपयाऽव मां प्रभो,संसारदुःखक्षतिमातनुष्व ।।40।।

આ ભવસાગરને હું કેવી રીતે પાર કરીશ ? કે મારી ગતિ શું થશે ?
મારા માટે કયો ઉપાય છે ? આ બધું હું કંઈ પણ જાણતો નથી.
કૃપા કરીને મારી રક્ષા કરો. મારા સંસારનાં દુ :ખનો નાશ કરો

Total Views: 484

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.