કીકી કરું બે નભતારલીની

ને મીટમાં માપું દિગંતરાલને,

માયાવીંધીને જળવાદળીની

અખંડ દેખું પળમાં ત્રિકાલને.

સન્ધ્યા-ઉષાની સજી પાંખજોડલી

યાત્રી બનું ઊર્ધ્વમુખી અનંતનો;

સ્વર્ગંગમાં ઝૂંકવું ચંદ્રહોડલી,

સંગી બનું વા ધૂમકેતુ-પંથનો.

વ્યક્તિત્વનાં બંધન તોડીફોડી,

વિશ્વાન્તરે પ્રાણપરાગ પાથરું;

પાંખો પ્રકાશે-તિમિરે ઝબોળી

સ્થળે સ્થળે અંતરપ્રેમ છાવરું.

વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી;

માથે ધરું ધૂળ વસુન્ધરાની.

Total Views: 379

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.