(ગતાંકથી આગળ…)
શક્તિરૂપ શ્રીરામકૃષ્ણ
શ્રીરામકૃષ્ણ કોઈપણ આધ્યાત્મિક આશાવાદી માટે તેના વ્યક્તિત્વને કેવી શાંત રીતે ઢંઢોળે છે એ તો એક જાત અનુભવ અને કલ્પનાનો જ વિષય છે. દક્ષિણેશ્વરનાં ભવતારિણી કાલીમાના અભણ પૂજારી દિવસભર દુન્યવી કપડાં કરતાં તો માત્ર ભક્તિના જ પરિવેશમાં (પ્રોજ્્વલ ભક્તિપટાવૃતમાં) રહે છે; તે પણ પાંચ વર્ષીય બાળકની તલસ્પર્શી નિર્દાેષતા પરંતુ અજર એવા પાકટતમ ડહાપણ સહિત; અને તેમના હોઠ પર નિ:શસ્ત્રી કૃષ્ણના મંદહાસ્ય સહિત; તેમના ઈશ્વરી ઐક્યથી સમાધિગત પરમસુખથી ઝળહળતા મુખારવિંદ સહિત અને લાખો ચંદ્રમાની શોભા-શીતળતા રેલાવતી તેમની ઊર્મિશીલ ગતિવિધિઓથી; ધારદાર વાક્પ્રવાહથી તદ્દન વિરોધી સૂરમાં પણ અટકાવભરી વાણીથી; પરંતુ અમૃતમય ધોધમાર જળપ્રવાહની જેમ તેમના આત્મસાત્ ભંડકિયામાંથી તત્કાલીન રેલાતાં રહેતાં દૈવી પ્રવચનો સહિત; પરાધીન માનવસમાજ પ્રત્યેની અદ્વિતીય સહાનુભૂતિ સહિત-કેવી રીતે કોઈ માની જ શકે કે મા કાલિકાનું અતિ વિનમ્ર આ બાળક આધ્યાત્મિક એવો ભંડાર હતો કે જેણે માનસિક મજબૂતાઈ અને બૌદ્ધિક સિદ્ધિઓથી મગરૂર એવા વિવેકાનંદને પણ હચમચાવી દીધા ! શ્રીરામકૃષ્ણના નજીકના શિષ્યો પૈકીના એક સ્વામી શિવાનંદે એક સમયે નોંધ્યું કે, ‘અમે તેમના વિશે એવી રીતે જાણતા અને વિચારતા કે ઘણો પવિત્ર પુરુષ, બાળકની જેમ શુદ્ધ અને નિર્દાેષ. પરંતુ અમે એવું તો ક્યારે જાણી શકીએ કે આ નાના સરખા પુરુષમાં લાખ્ખો સૃષ્ટિઓ સમાવિષ્ટ હતી !’
સામાન્યત: કહેવામાં ઘણાખરા લોકોમાં તો સ્વાભાવિક રીતે જ આ બધું રમૂજભર્યું સંભળાતું હશે. આ વાત તો ઘણું ખરું ભાષાલંકારભરી અને ઉપજાઉ જણાતી હશે; અથવા તો છેવટે પરાપૂર્વથી ચાલી આવતી (આધારપુષ્ટિ-ચકાસણી વગરની કે ચકાસણી જ ન થઈ શકે તેવી પ્રશસ્તિકારી) પૌર્વાત્ય કથનીરૂપે હશે. આ પરિસ્થિતિમાં શ્રીરામકૃષ્ણ પોતાના ખુદના કેટલાક શિષ્યો-અતિ બુદ્ધિશાળી અને નાસ્તિકસમ શ્રીનરેન કે જેઓ ગુરુદેવને ખૂબ નજીકથી જાણતા હતા, તેમનાથી માંડીને તે, નિરક્ષર અને સ્વયંસ્પષ્ટ એવા શ્રીલાટુ સુધીના – સૌ ગુરુદેવથી સ્વયંસ્ફુરિત એવું આકર્ષણ ધરાવતા હતા. પરંતુ તેઓ આ માટેનું કારણ જાણતા ન હતા ! વાસ્તવમાં તો શ્રીરામકૃષ્ણદેવ ખુદને જ અધ્યાત્મક્ષેત્રની અપૂર્વ એવી તેમની જાતને પણ સમજવાની દરકાર ન હતી : સ્પષ્ટત: તો, નિમ્નસ્તરીય મૂર્તિપૂજાથી તે એકાકારી અદ્વૈત જાણકારી તરફનાં ઊંડાણો સુધીનાં વિવિધ નિદર્શનોમાંના સત્યમાં જ ગળાડૂબ રહેવાથી જ તેઓ સંતુષ્ટ હતા.
તેમના જ વિશે બોલતાં, તેઓએ કહ્યું કે તેઓ આધ્યાત્મિક ક્ષેત્રે ખૂબ જ ‘ખાઉધરા’ની જેમ છે; આ પ્રકારની તેમના જીવાત્માની ભૂખ જ તેમને અધ્યાત્મ રસાસ્વાદ માટેના ઘણા બધા અભિગમો તરફ દોરી જાય છે. તેઓ તો અધ્યાત્મ તરફના એક સાહસિક પર્વતારોહક હતા કે જેમણે તેમની અનિયંત્રિત એવી અંત:પ્રેરણા પાછળની ઘેલી દોટથી આધ્યાત્મિક ગૌરવ સૂચવતાં નવીનતમ ઉચ્ચતર શિખરોના માપદંડ અથાગપણે બાંધી આપ્યા.
તેઓ તો એક આંતરિક શક્તિ-અધ્યાત્મના દરિયા માટેના કુશળ મરજીવા હતા, કે જેમણે સાકાર તેમજ નિરાકાર વાસ્તવિકતાના દરિયાનાં ઊંડાણમાં આનંદપૂર્વક ખેડાણ કરીને, વૈશ્વિક સંબંધોની અત્યાનંદી આત્મીયતાને અનુલક્ષીને, સમગ્ર માનવજાતિમાં વિતરણ અર્થે આધ્યાત્મિક સમજણોનાં રત્નો મેળવી આપ્યાં !
આમ છતાં પણ, શ્રીરામકૃષ્ણ વ્યાપક રીતે એવા માનવ હતા કે જેઓ સરળતમ અને પારદર્શી, તેમજ સર્વ માટે ભેદભાવ વગર મુક્તપણે સુપ્રાપ્ય અને તેથી કરીને અત્યંત દયાળુ ! તેમની સાથે વાત કરવાની અમને સૌને પૂરી છૂટ – હા, જો કે સામાન્ય સાંસારિક ભાષામાં કહીએ તો, તેઓ તો અત્યારે હયાત નથી અને છેલ્લાં સોથી વધારે વર્ષોથી વિદાય થઈ ગયેલ છે; પરંતુ તેમના ‘ગૂઢ આધ્યાત્મિક રામકૃષ્ણ સ્વરૂપે’ પ્રત્યક્ષ જીવિત છે એવી ખાતરીપૂર્વકની હકીકત તેમના શિષ્યો પાસેથી છે; અમારાં હૃદયનાં ઊંડાણમાં તેમનાં સચોટ પ્રતિભાવદર્શી આંદોલનોની અનુભૂતિ અમે કરી છે. જ્યારે આધ્યાત્મિક ક્ષેત્રે તેમની નિરંતરીય શ્વાસ અદ્ધર કરી દેતી સાક્ષાત્કારી ગતિવિધિઓ, ભાવુકતા, સમાધિઓ અને હર્ષોલ્લાસી રમતો પછીની આશ્ચર્યકારક આધ્યાત્મિક સાધનાઓની અકળ ગહરાઈથી આપણાં મન કુંઠિત થઈ જાય અને આપણે શૂન્યમનસ્ક ઊભા રહી જઈએ; જ્યારે આપણી ખુદની નાનપથી હૃદયની મલિનતાથી કે આધ્યાત્મિક હતોત્સાહથી આપણે શરમિંદા થઈએ; – ત્યારે, તેમનો સહાનુભૂતિસભર શબ્દોચ્ચાર આપણી સમક્ષ – અર્જુન સમક્ષની જેમ – બોલી ઊઠે છે : ‘નિશ્ચયાત્મક રીતે હું તને જણાવું છું કે – જે કોઈપણ મારા સ્વરૂપ અને મારા ઉપદેશોને એકચિત્તે સ્વીકારે છે તે, જેમ એક પુત્ર તેના પિતાની સંપત્તિની વારસાઈ કરે છે તેમ, મારી સંપત્તિનો વારસો મેળવશે. તેથી કરીને જે કાંઈ તારે કરવાનું છે તે એ છે કે એવી ધ્યાનાવસ્થાને આત્મસાત્ કરવાની કોશિશ; અને ત્યાર પછીનું બાકી રહેતું – બધી બાબતોની કાળજી હું લઈશ.’ શ્રીરામકૃષ્ણદેવે આ પ્રકારની ખાતરી વારંવાર તેમના ધર્મોપદેશની નોંધ કરતા રહેતા મ.- શ્રી મહેન્દ્રનાથ ગુપ્તને આપી. શ્રીમ.એ તેમના અંગત વર્તુળના ભક્તો અને શિષ્યો સમક્ષ આનો ઉલ્લેખ કરેલ છે અને તે વર્તુળ પૈકીના એક એવા સ્વામી નિત્યાત્માનંદે આવી મહત્ત્વની ખાતરી અને ઈશ્વરી આદેશની – ઈશ્વરના આ એકાકી વચનની નોંધ મ.શ્રીના વાર્તાલાપોનાં અમર એવાં પુસ્તકોમાં કરેલ છે.
મ.શ્રીએ પોતે જ આ મહત્ત્વની ખાતરી, તેની અસરકારકતા અને ભપકો વિકસાવતી એવી શૈલી અને ભાષામાં ગ્રાહ્ય કરેલ છે. મ.શ્રી વળી ભારે અર્થસૂચકતાથી અને ભાવસ્પર્શી રીતે ઉમેરે છે : ‘અને તેમની સંપત્તિ તો વળી શાની બનેલી છે ? જ્ઞાન-ભક્તિ, વિવેક-વૈરાગ્ય, શાંતિ-સુખ, પ્રેમ-સમાધિ.’ શ્રીરામકૃષ્ણ કહેતા રહેતા એવી કામ-કાંચનની પ્રવર્તમાન આંધળી દોટમાં અટવાયેલ માનવ સમુદાય છે ત્યારે આપણા માટે આ તો કેવું ખાતરીબદ્ધ વચન છે !
વાસ્તવિક ધર્મગ્લાનિ
જ્યારે પણ ધર્મની ગ્લાનિ (વૈશ્વિક દૂષણોના પ્રવાહ હેઠળ ધર્મ) થાય છે ત્યારે અવતાર પ્રગટ થાય છે. અતિ સૂક્ષ્માતિસૂક્ષ્મ કક્ષાએ જ્યારે પણ એક ભાવુક જનના હૃદય પર પ્રબળતમ બળવાથી દબાવ અને અનિર્વચનીય ગ્લાનિનો ઘેરાવો થાય છે, તે સમયે દૈવીશક્તિરૂપ ઈશ્વર તેના હૃદયમાં પ્રગટ થવાનું પસંદ કરે છે અને તે પણ ત્યારે જ કે જ્યારે તે ભાવુક જન તેના અંતિમ હદ સુધીના પ્રયત્ન પર પ્રયત્ન કરવા છતાં દૈવી પ્રકાશના ક્ષેત્રમાં પ્રવેશ કરવામાં અશક્ત જણાયો હોય; અન્ય સહાય વગરની પ્રયત્નશીલતા છતાં અંતિમ ફટકો આપી શકવામાં અશક્ત અને એવો અંતિમ થડકાટ કે જેના એક જ સપાટાથી ધડાકાભેર વિનાશક બેભાનાવસ્થા સર્જાય – આવો અંતિમ સપાટો જ પૂર્ણ અંતરાત્માને પ્રજ્વલિત અને પ્રકાશિત કરશે. જ્યારે આ ભાવુક જન આવી મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક કટોકટીની ધાર (વાસ્તવિક ધર્મગ્લાનિની અવસ્થા) પર હોય ત્યારે દૈવી ઈશ્વર તેના હૃદયમાં પ્રગટ થવાનું પસંદ કરે છે. આવા શ્રીરામકૃષ્ણદેવનો આનંદ અને હર્ષોલ્લાસ ત્યારે ભાવુક જનની મિલકત અને વારસાઈ સંપત્તિ બની રહે છે.
દૈવી તત્ત્વના આવા હૃદયપ્રવેશનું વર્ણન કરતાં સ્વામીજીએ તેમની પ્રખ્યાત કવિતા ‘મા કાલી (ઊંફહશ વિંય ખજ્ઞવિંયિ)’ માં લખ્યું છે કે : ‘કંગાલિયતભર્યા પ્રેમનો સામનો કરનાર અને મૃત્યુછાયાને પણ ભેટ કરનાર – વિનાશપ્રેરક નૃત્યમાં પણ નૃત્ય આપનાર સમક્ષ જ મા આવે છે.’
વિનાશદર્શી નૃત્ય એ તો ‘સ્વ’ના વિનાશની વાત છે. – લઘુતા, નાનપ, આત્મસ્થાપન અને અહંકારીત્વના ‘સ્વ’નું જ્યારે જ્ઞાનાગ્નિમાં, દૈવી સામર્થ્યના અગ્નિમાં આ બધું સળગી જાય છે ત્યારે અને ત્યારે જ મા આવી રહે છે. સ્વામીજી તેમના પ્રખ્યાત ભાષાંતર બંગાળી કાવ્ય ‘નાચુક તાહાતે શ્યામા’ના અંગ્રજી ભાષાંતર ‘કયિં જવુળફ ઉફક્ષભય ઝવયયિ’ની આ પંક્તિઓથી સમાપન કરે છે : ‘પામર એવા સ્વ, આશા, નામ અને કીર્તિ અસ્તવ્યસ્ત થઈ રહેવા દે, તેમની ચિતા ગોઠવ અને ત્યાં તારા હૃદયને સળગતું મેદાન બનાવ અને ત્યાં જ શ્યામાને નૃત્ય કરવા દે.’
રામકૃષ્ણદેવનું હર્ષોલ્લાસી નૃત્ય
જો આપણે રામકૃષ્ણદેવ માટે આપણા હૃદયમાં તેઓ આવી રહે એમ ઇચ્છતા હોઈએ તો આપણે તમામ ઇચ્છાઓ અને વાસનાઓને જરાપણ અવશેષ ન રહી જાય તે રીતે બાળી નાખવી જરૂરી છે અને ત્યારે હૃદયના એવા સ્મશાન-મેદાનમાં નિર્વાસના-ઉપાસનાની એક બેઠક બની રહેશે અને રામકૃષ્ણ આવી રહેશે અને આનંદદાયક નૃત્ય કરશે – નટરાજનું ચિંદબરા નૃત્ય, આપણા હૃદયના ઊંડાણમાં (હૃદય-ગુહા) નૃત્ય અને તે એક આપણું મહા સદ્ભાગ્ય હોઈ શકે કે જે આપણા આ જ જીવનમાં આપણા ધબકારાબધ્ધ હૃદયમાં રામકૃષ્ણદેવના આ દૈવી નૃત્યના સાક્ષી બની રહીશું.
અજ્ઞાનનો અંધકાર દૂર થવાથી અને સર્વોપરી પ્રકાશથી પ્રજ્વલિત હૃદયના ગર્ભિત પાત્રમાં જ્ઞાનની દૈવી જ્વાળામાં બધી વાસનાઓ બળી જવાથી એવી ‘દહરાકાશ’ રોશનીમાં, વાહ ! રામકૃષ્ણદેવ તેમનું હર્ષોલ્લાસી નૃત્ય કરે છે !
સંદર્ભાે :
૧. નિત્યાત્માનંદ, શ્રીમ : ધ અપોસ્ટલ એન્ડ ધ ઈવેન્જલીસ્ટ (ચંદીગઢ : શ્રીમ ટ્રસ્ટ, ૧૯૬૭), ૧.૪૦૦-૧
૨. ભગવદ્ ગીતા, ૪.૭.
૩. કમ્પલિટ વકર્્સ ઓફ સ્વામી વિવેકાનંદ : ભાગ – ૯ (કલકત્તા : અદ્વૈત આશ્રમ, ૧-૮, ૧૯૮૯;૯, ૧૯૯૭), ૪.૩૮૪.
૪. કમ્પલિટ વકર્્સ ઓફ સ્વામી વિવેકાનંદ : ભાગ – ૯ (કલકત્તા : અદ્વૈત આશ્રમ, ૧-૮, ૧૯૮૯;૯, ૧૯૯૭), ૪.૫૧૦.
Your Content Goes Here




