મનુષ્ય સાચો પંથ ન જાણતો હોય પણ, એનામાં ભક્તિ અને ઈશ્વરને ઓળખવાની ઝંખના હોય તો, માત્ર ભક્તિને જોરે એ ઈશ્વરને પ્રાપ્ત કરે.

એક વેળા એક સંનિષ્ઠ ભક્ત જગન્નાથ પુરીની યાત્રાએ જવા નીકળ્યો. એ પંથ જાણતો ન હતો; દક્ષિણ તરફ જવાને બદલે એ પશ્ચિમે ગયો. એ સાચો પંથ ચૂકી ગયો હતો પણ, આતુરતાપૂર્વક માર્ગ પૂછતો અને લોકો એને યોગ્ય સૂચનાઓ આપતાં કહેતા: ‘આ રસ્તો નથી, તમે પેલે રસ્તે જાઓ.’ આખરે એ ભક્ત પુરીધામે પહોંચી જગન્નાથ દર્શન કરી શક્યો.

એટલે, તમે પંથથી અજ્ઞાન હો તો પણ, તમારામાં ઝંખના હોય તો લોકો તમને સાચે માર્ગે વાળી દે.

Total Views: 143

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.