(શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના જનરલ સેક્રેટરી છે.)
અર્થઘટન અને મૂલ્યાંકન અને પ્રશંસા ઘણું કરીને સમાલોચક, સમીક્ષક અને નિરીક્ષકની વ્યક્તિગત અભિરુચિ, શિક્ષણ, સંકલનશક્તિ, દૃષ્ટિ અને સમાજ ઉ૫૨ અવલંબે છે. તટસ્થ હેતુલક્ષી અભ્યાસ એ ખૂબ ઉચ્ચકક્ષાનું વૈજ્ઞાનિક અને પારિભાષિક, મુશ્કેલ કાર્ય છે. તેવી જ રીતે ખૂબ શક્તિશાળી માણસો, નૈસર્ગિક પ્રતિભાસંપન્ન વ્યક્તિ જનતાને વિવિધ જ્ઞાન આપતાં અને વિવિધ માર્ગે દોરી જતા નેતાઓ, પથદર્શકો, દેઢ શ્રદ્ધાવાન અને પોતાનાં જીવન અને ઉપદેશો દ્વારા બીજાઓમાં એ શ્રદ્ધા પ્રગટાવનારઃ આ સૌને જુદી જુદી વ્યક્તિઓ જુદી જુદી રીતે સમજતી હોય છે. તે બધાં જ સાચા હોવા છતાં પણ, એ વ્યક્તિ જેમણે વિવિધ રંગો કે દૃષ્ટિકોણથી નિહાળવામાં આવ્યા હોય તે એ બધાંનો સરવાળો માત્ર નથી. પરંતુ એનાંથી ઘણું વિશેષ છે. વિશેષ છે, કારણ કે ઘણીયે બાબત એવી છે કે જે અવલોકનકારની નજરમાંથી છટકી જાય છે. હંમેશા એ કંઇક અસાધારણ તત્ત્વ જીવનની સર્વથા નિરાળી લાક્ષણિકતાને ચમકાવનારું હોય છે. એ શક્તિશાળી, સંવાદી અને સંકલિત વ્યક્તિત્વ બધે જ, સૌને માટે ખૂબ પ્રે૨ણાદાયી હોય છે.
સ્વામી વિવેકાનંદનું ઉન્નત વ્યક્તિત્વ, અગાધ જ્ઞાન અને એમના પ્રે૨ક જીવને સમાન રીતે ઊંડો પ્રભાવ પાડ્યો છે. દક્ષિણેશ્વરનાં સંતના મહાન આધ્યાત્મિક પ્રચારક ને‘યતિરાજ’તરીકે સત્કા૨વામાં આવ્યા છે, ક્રાન્તિકારી સમાજનેતા તરીકે સ્વીકારવામાં આવ્યા છે. ભારતનાં રાષ્ટ્રપ્રેમી સંન્યાસી તરીકે તેમની પ્રશંસા કરવામાં આવી છે. ૫૨મ રાષ્ટ્રપ્રેમી તરીકે તેમનો ખૂબ આદર કરવામાં આવ્યો છે. તેમને આદ૨ણીય વંદનીય માનવામાં આવ્યા છે અને ‘એક વિશ્વ’, એક પ્રજા, એક માનવનાં આર્ષદુષ્ટા એવી આંત૨રાષ્ટ્રીય વ્યક્તિ તરીકે તેમને પિછાણવામાં આવ્યા છે. આ બધું સત્ય છે. છતાં પણ વિવેકાનંદની પોતાની ભાષામાં કહીએ તો‘આ વિવેકાનંદને બીજો વિવેકાનંદ જ સંપૂર્ણસમજી શકે.’
મોટે ભાગે ઘણાખરા લોકો સ્વામી વિવેકાનંદને દેશભક્ત તરીકે યાદ ક૨શે. ટાગોરે વિચાર્યું અને કહ્યું કે, ‘ભારતને સમજવા માટે વિવેકાનંદનું સાહિત્ય વાંચવું જોઈએ. યુવાનપ્રજામાં એ સાહિત્ય માતૃભૂમિ માટે પ્રેમ અને ભક્તિ જાગૃત કરે છે.’‘સ્વામી વિવેકાનંદે હિંદુધર્મ અને ભારતને બચાવ્યા છે એમના વિના આપણે આપણો ધર્મ ગુમાવ્યો હોત અને સ્વાતંત્ર્ય પ્રાપ્ત ન કરી શક્યાં હોત’, એમ ભારતનાં આપણાં માનનીય રાજપુરુષ શ્રી રાજગોપાલાચાર્ય દાવો કરીને કહે છે. પરંતુ આપણા પ્રજાસત્તાક રાજ્યનાં ભૂતપૂર્વ પ્રમુખ ડૉ. એસ. રાધાકૃષ્ણને યોગ્ય રીતે કહ્યું છે કે ‘એમણે રાષ્ટ્રપ્રેમનાં ધર્મનો ઉપદેશ આપ્યો છે. એ શબ્દનાં સંકુચિત અર્થમાં નહીં પણ રાષ્ટ્રપ્રેમ એટલે માનવતાનો ધર્મ, એ માનવને માનવ બનાવવાનો ધર્મ છે; એ માનવહિતલક્ષી ધર્મ છે. ખરેખર વિવેકાનંદે જ આ વિચા૨ને વહેતો મૂક્યો કે સર્વોચ્ચ બ્રહ્મ લાખોની મોટી સંખ્યાની જનતામાં છે, અને તેથી જ માનવસેવા એ જ પ્રભુસેવા સમાન છે. આ રીતે ખાસ કરીને ભારતની જનતાને તેમણે ધાર્મિક સચેતનતાનો નવો જ દૃષ્ટિકોણ આપ્યો. જેનાથી ગુણવત્તાની દૃષ્ટિએ માનવતાના વિકાસની વધુ સરળતા થઇ, રાષ્ટ્રભાવનાની તેમજ ભા૨તીય જનતાની ચળવળમાં અત્યાવશ્યક જુવાળ લાવવામાં એમણે મહત્ત્વનો ભાગ ભજવ્યો. સ્વામી વિવેકાનંદ સામાન્ય અર્થમાં રાજનીતિજ્ઞ ન હતા અને છતાંયે હું ધારું છું કે તમે ભલે બીજો ગમે તે શબ્દ વાપરો. આધુનિક રાષ્ટ્રીય ચળવળનાં મોટા શોધકોમાંનાં તે એક હતા. અને એ પછીનાં યુગમાં મોટાભાગનાં લોકોએ સ્વામી વિવેકાનંદમાંથી પ્રે૨ણા પ્રાપ્ત કરી છે, ’શ્રી નહેરૂએ લખ્યું છે: આમ, સીધીકે આડકતરી રીતે આજનાં ભારત ઉપર સ્વામી વિવેકાનંદની બહુ મોટી અસ૨ છે.’
માતૃભૂમિ અને તેની જનતા માટેના સ્વામી વિવેકાનંદનાં પ્રેમનું ઊંડાણ માપવું એ અશક્ય નહીં તો મુશ્કેલ તો છે જ. ગાંધીજી નોંધે છે કે“સ્વામી વિવેકાનંદનાં સાહિત્યનાં વાચને તેમનામાં માતૃભૂમિ તરફનાં પ્રેમની જ્વાળા હજા૨ગણી પ્રજ્જ્વલિત કરી દીધી છે અને ભારત વિષેની તેમની સમજમાં વધારો કર્યો છે.” રોમાંરોલાં કહે છે કે “લઝારઝ!! આવો ઊઠો.” મદ્રાસમાં ફેલાયેલા સ્વામી વિવેકાનંદનાં ઉભો થા, આ સંદેશને લીધે જ શરૂઆતનો આંચકો આવ્યો. એને પરિણામે વિવેકાનંદના અવસાન પછીનાં ત્રણ વરસમાં જ બંગાળમાં ક્રાંતિ જાગી અને એ ક્રાંતિ ગાંધી અને તિલકની ચળવળની પ્રસ્તાવના રૂપે જ હતી, ભારત અને તેની જનતાના દર્શન માટે વિવેકાનંદે કાશ્મીરથી કન્યાકુમારી અને કામાક્ષ્યાથી કચ્છ સુધી સ્વદેશ ભ્રમણ કર્યું. વારસો ખોઈ બેઠેલા પોતાનાં ભાઈ બહેનોનાં આંસુ અને દુઃખ, ભૂખમરો અને મોત તેમણે નિહાળ્યો, પરદેશી સંસ્કૃતિના અંચળા હેઠળ ભારતની જનતાને જોઈ તેમણે ઊંડો નિઃશ્વાસ નાખ્યો. એકતરફ સંસ્થાનવાદના તો બીજીતરફ જનતાને નબળાઈ તરફ ખેંચી જતી ધાર્મિક દાંભિકતાનાં તેઓ પ્રખર વિરોધી બન્યા. દુઃખને કારણે તેમણે ગર્જના કરી કે ‘વહેમી મૂર્ખ બનવા કરતાં હું નાસ્તિક ગણાવાનું વધુ પસંદ કરીશ. કારણ કે ચમત્કાર અને અંધશ્રદ્ધાનું અનુસ૨ણ એ નબળાઈની નિશાની છે.’ જુસ્સો, નિર્ભયતા, સ્વમાન, આત્મનિર્ભરતા, આત્મવિશ્વાસ અને સત્યને વળગી રહેવા માટે (સત્યપરાયણતા) તેમનો પુકાર હતો.‘તમારા દેશને વીરપુરુષોની જરૂર છે. વીર બનો, તેમણે અનુરોધ કર્યો કે ખડકની જેમ મક્કમ બનીને ઊભા રહો.
ભારતની જનતાની એકતા માટે તેમણે રણશિંગાની જેમ પુકાર કર્યા એમણે આત્મશ્રદ્ધાપૂર્વક કહ્યું કે ભારત એક રાજ્ય છે. એક અવિભાજ્ય અને શાંતિચાહક વર્તમાન ભારતના સર્જનમાં તેમના મતની ઘણી જ અસર છે. સામાન્ય ભ્રાતૃભાવ, એકતા અને હક્કો તેમજ અધિકારોની સમાનતા માટે તેમનો જુસ્સાભર્યો સાદ હતો. સાથેસાથે તેમણે જાહેર કર્યું કે શસ્ત્રોનાં જોરે જગતનું રાજ્ય કરવા પ્રયત્ન કરવો એ અર્થહીન છે અને ભારતીય પ્રણાલિકાથી વિરુદ્ધ છે. સામાન્ય જનતા સ્ત્રીઓની ઉન્નતિ અને જનતાનાં શિક્ષણ માટેની તેમની ચિંતાની બરોબરી કોઈ ન કરી શકે અને ભાવિ રાષ્ટ્રવાદીઓ રાષ્ટ્રપ્રેમીઓ માટે તેમણે માર્ગ અંકિત કર્યા એમ કહેવું અતિશયોક્તિ નથી.
વિવેકાનંદનું અદ્વિતીય પ્રદાન તો છે, એમની શોધ કે ઉપનિષદો એ શક્તિશાળી રાષ્ટ્રપ્રેમના ઉદ્દગમસ્થાનો છે. એકાંગી અને બિનઆધ્યાત્મિક થયા વગર ભૂતકાળ કે વર્તમાનકાળે ક્યા ભારતીયે આવી હૃદસ્પર્શી રીતે પોતાનાં દેશપ્રેમ ખાતર આવું ઉચ્ચારણ કર્યું છે: “પહેલાં હું ભારતને ચાહતો હતો. પણ (પરદેશથી પાછા ફર્યા બાદ) હવે તો ભારતની ઘૂળ પણ મારે માટે પવિત્ર થઈ ગઈ છે. એની હવા પણ મારે માટે પવિત્ર છે. હવે એ પુણ્યભૂમિ છે, તીર્થ યાત્રાસ્થાન છે.’ ‘હું હિંદી છું અને પ્રત્યેક હિંદી મારો ભાઈ છે. ભારતની ભૂમિ એ મારે માટે ઉત્કૃષ્ટ સ્વર્ગ છે.ભારતનું હિત એ મારું હિત છે.’ ‘લાખો સદીઓની અખંડ વણઝાર સામે હું સમ્માનપૂર્વક ઉભો છું અને એ હારમાળામાં ક્યાંક-ક્યાંક ઝાંખી કડીઓ છે પણ બીજી કડીઓ એથી વધુ તેજથી પ્રકાશી ઊઠે છે અને હું જોઉં છું કે ત્યાં ફરીથી ગૌરવયુક્ત પગલે તેનાં લક્ષ્યને પૂર્ણ કરવા તે ચાલી આવે છે, મારી માતૃભૂમિ, પૃથ્વી કે સ્વર્ગની કોઇપણ સત્તા તેને રોકી શકે તેમ નથી.’ ‘મનુષ્યની પરિસ્થિતિમાંથી પુનરુત્થાન કરીને માનવમાંથી દેવ બનાવવાનું ધ્યેય.’ આ મહાન દૃશ્યને સાકાર કરવા તેમણે કહ્યું, ‘પવિત્રતાની ઉત્કટ ભાવનાથી, ઈશ્વરમાં નિતાંત શ્રદ્ધાથી સુદૃઢ બનીને, સિંહ જેવી હિમ્મતથી સજ્જ થઈને ગરીબો, પતિતો અને કચડાયેલાઓ ત૨ફ સહાનુભૂતિ સાથે હજારો પુરુષો અને સ્ત્રીઓ માતૃભૂમિનાં એક છેડાથી બીજા છેડા સુધી ફરી વળે અને મુક્તિનો, મદદનો, સામાજિક ઉન્નતિનો અને સમાનતાનો સંદેશ ફેલાવે.’ ‘દરેક હાથ તેના રસ્તાને સ૨ળ સુવાળો કરશે અને ઈશ્વરનો જયજયકા૨ થશે.’ ‘ડી.વાઈ. ચેલીશેવ એશિયન સ્ટડીઝમોસ્કોના નિયામક યોગ્ય રીતે જ કહે છે કે ‘આપણે વિશ્વાસપૂર્વક કહી શકીએ કે વરસો પસાર થઈ જશે, અનેક પેઢીઓ આવશે અને જશે. વિવેકાનંદ અને તેનો સમય દૂરદૂરનો ભૂતકાળ બની જશે પણ એ માણસનું સ્મરણ કદીયે નહીં ભૂંસાય, જેણે જીવનભર પોતાની જનતાના ઉજ્જ્વલ ભાવિનું સ્વપ્ન સેવ્યું અને જેણે પોતાના સમકાલીન દેશપ્રેમીઓને જાગૃત કરવા અને પોતાના દેશના પીડિત લોકો નુકસાન અને પશુતામાંથી જાગ્રત કરવા ઘણુંઘણું કર્યું.
(આકાશવાણીના સૌજન્યથી)
Your Content Goes Here




