શ્રીઠાકુરના શબ્દો એટલા બધા પ્રભાવકારી અને બોધદાયી હતા કે મને પણ એની નોંધ કરી લેવા પ્રલોભન થઈ જતું. એક દિવસ દક્ષિણેશ્વરમાં એમના ચહેરા તરફ તલ્લીન બનીને, અનિમેષ નયને તાકીને, હું એમને સાંભળતો હતો. તેઓ ઘણી સુંદર મજાની બાબતો સમજાવી રહ્યા હતા. મારી તીવ્ર રુચિ જોઈને શ્રીઠાકુરે એકાએક કહ્યું: ‘ભાઈ, અહીં જો ! શા માટે આટલી બધી તલ્લીનતાથી સાંભળે છે ?’ મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. તેમણે વધુ ઉમેરતાં કહ્યુંઃ ‘તારે તે કરવાની જરૂર નથી. તારું જીવન અલગ પ્રકારનું છે.’ મને લાગ્યું કે શ્રીઠાકુરે મારા આ નોંધ કરવાના ઈરાદાને દિવ્યશક્તિથી જાણી લીધો અને તેમણે એ માટે પોતાની સંમતિ ન આપી. એટલે જ તેઓ આ પ્રમાણે બોલ્યા હતા. ત્યારથી માંડીને એમના વાર્તાલાપની નોંધ કરવાનો વિચાર મેં માંડી વાળ્યો અને મારી પાસે જે કાંઈ નોંધ-ટાંચણો હતાં તે બધાં ગંગામાં પધરાવી દીધાં.
શ્રીઠાકુર જે કંઈ કહેતા તે બધું સાંભળીને ઘરે પાછા ફરીને શ્રી મ. તેની નોંધ રોજનીશીમાં કરી લેતા. તેમની સ્મૃતિશક્તિ અદ્ભુત હતી. ધ્યાનથી પોતાની સ્મૃતિઓને તાજી કરીને તેઓ આ બધાં નોંધ-ટાંચણોને એકઠાં અને સુવ્યવસ્થિત ગોઠવીને તેઓ ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ની સંરચના કરી શક્યા હતા.
-સ્વામી શિવાનંદ
(Sri Ramakrishna as we saw Him, p.126)
Your Content Goes Here




