જો કે શ્રીઠાકુર બહુ સારું લખી-વાંચી જાણતા ન હતા છતાં પણ એમની પાસે ઘણાં પુસ્તકોનું વાચન થયું હતું અને એકવાર સાંભળેલું એમને કાયમને માટે બરાબર યાદ રહી જતું… શ્રીઠાકુરનું જીવન જીવતું જાગતું ઉપનિષદ હતું. ઉપનિષદો ઘણા સૈકાથી પ્રાપ્ય છે, અને ઘણા લોકોએ આ ઉપનિષદોનું અધ્યયન પણ કર્યું છે. છતાં બધા લોકો અમારા આ અભણ શ્રીઠાકુરને પ્રણામ કરતા અને તેમની વાણીને શાશ્વત સત્ય રૂપે સ્વીકારતા. તેમણે ઉપનિષદ કે એવા અન્ય શાસ્ત્રગ્રંથોનું વાચન કર્યું ન હતું. છતાં તેમના સૂક્ષ્મ અને ગૂંચવાડાભર્યાં સત્યો સરળ અને સહજશૈલીમાં તેઓ કેવી રીતે સમજાવી શકતા ?

જો તમારે વેદોનું પઠન કરવું હોય તો વૈદિક વ્યાકરણ કંઠસ્થ કર્યા પછી વિવિધ ટીકાઓ કે જેમાં દરેક ટીકાકારે પોતપોતાની રીતે અર્થ સમજાવ્યો છે તે બધાનું વાચન કરવું પડે. અગણિત વિદ્વાનોએ કોઈ પણ પ્રકારના આખરી નિર્ણય પર આવ્યા સિવાય વેદના અર્થ ૫૨ તર્ક- દલીલ કર્યાં છે, પરંતુ અમારા શ્રીઠાકુરે આ બધાં સત્યોને અત્યંત સાદી સરળ ભાષામાં સમજાવ્યાં છે અને એમની વાણી શબ્દશઃ આજે પણ ઉપલબ્ધ છે. તમારી સામે જ્યારે આવો જીવંત અને સ્વયંભૂ જળસ્રોત છે ત્યારે જળ કાજે શા માટે કૂવો ખોદો છો ?

– સ્વામી પ્રેમાનંદ
(Sri Ramakrishna as we saw Him, p.104-107)

Total Views: 242

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.