ખંડન ભવ-બંધન, જગ-વંદન વંદિ તોમાય;
નિરંજન નરરૂપધર નિર્ગુણ ગુણમય.
હે ભવબંધનનું ખંડન કરનાર, જગતના વંદનીય, હું તમને વંદન કરું છું. તમે નિરંજન નરરૂપ ધારણ કરેલ છે; નિર્ગુણ છતાં ગુણોના આશ્રય છો.
મોચન અઘદૂષણ, જગભૂષણ ચિદ્ઘન કાય;
જ્ઞાનાંજન-વિમલ-નયન વીક્ષણે મોહ જાય.
(હે દેવ, તમે) મનુષ્યને પાપદોષથી મુક્ત કરનાર, જગતના ભૂષણ રૂપ ઘનીભૂત ચૈતન્યરૂપ દેહધારી છો; તમારાં વિમલ નયનો જ્ઞાનરૂપી અંજનથી આંજેલાં છે, જેની દૃષ્ટિ માત્રથી જ મોહ દૂર થાય છે.
ભાસ્વર ભાવસાગર, ચિર-ઉન્મદ-પ્રેમ-પાથાર;
ભક્તાર્જન-યુગલ-ચરણ તારણ ભવપાર.
તમે શાનમય ભાવસમુદ્ર છો, સદા ઉન્મત્ત પ્રેમના વારિધિરૂપ છો. ભક્તોના સંપદ રૂપ તમારાં ચરણ યુગલ સંસાર સમુદ્રમાંથી પાર કરનારાં છે.
જૃંભિત યુગ-ઈશ્વર, જગદીશ્વર યોગ-સહાય;
નિરોધન સમાહિત મન નિરખી તવ કૃપાય.
હે જગદીશ્વર, તમે યુગાવતાર પ્રકટ થયા છો. યોગીઓના સહાયક છો. તમારી કૃપાથી વૃત્તિરહિત મન સમાધિમગ્ન થાય છે.
ભંજન દુ:ખ-ગંજન, કરુણાઘન કર્મ-કઠોર;
પ્રાણાર્પણ જગત-તારણ કૃંતન કલિડોર.
(હે) દયામૂર્તિ, કર્મયોગી, તમે દુ:ખનો નાશ કરનાર છો. તમે જગતના ઉદ્ધાર માટે પ્રાણ અર્પણ કર્યા છે. કલિની દોરી કાપી નાખી છે.
વંચન કામ-કાંચન, અતિ-નિંદિત ઈદ્રિય-રાગ;
ત્યાગીશ્વર હે નરવર! દેહ પદે અનુરાગ.
તમે અતિનિંદિત ઇન્દ્રિયાસક્તિ અને કામ કાંચનનો ત્યાગ કર્યો છે. હે ત્યાગીશ્રેષ્ઠ નરદેવ! મને તમારા શ્રીચરણમાં પ્રેમ આપો.
નિર્ભય ગત-સંશય દૃઢ-નિશ્ચય-માનસવાન્;
નિષ્કારણ ભક્ત-શરણ ત્યજી જાતિ કુલ માન.
તમે નિર્ભય, સંશય રહિત અને દૃઢ નિશ્ચય મનવાળા છો. તમે ભક્તોની જાતિ, કુળ વગેરેનો વિચાર કર્યા સિવાય ભક્તોને શરણ આપનાર છો.
સંપદ તવ શ્રીપદ, ભવ ગોષ્પદ-વારિ યથાય;
પ્રેમાર્પણ સમદરશન જગ-જન-દુ:ખ જાય.
તમારાં શ્રીચરણ અમારું સંપદ છે, તેથી ભવ-સાગર મને ગોષ્પદ સમાન છે. તમે સમદૃષ્ટિથી સૌને પ્રેમ આપો છો જેથી જગતના લોકોનાં દુ:ખ દૂર થાય છે.
નમો નમો પ્રભુ વાક્ય-મનાતીત
મનો વચનૈકાધાર;
જ્યોતિર જ્યોતિ ઉજલ હૃદિકંદર,
તુમિ તમ-ભંજનહાર.
વાક્ય અને મનથી પર, મન અને વચનના એક જ આધારરૂપ હે પ્રભુ, તમને વારંવાર નમસ્કાર.
તમે જ્યોતિના પણ જ્યોતિ (પ્રકાશ આપનાર) છો. તમે હૃદય ગુહા ઉજ્જ્વળ કરનારા અને અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરનારા છો.
ધે ધે ધે લંગ રંગ ભંગ બાજે અંગ સંગ મૃદંગ
ગાઈછે છંદ ભક્ત-વૃંદ આરતી તોમાર;
જય જય આરતી તોમાર, હર હર આરતી તોમાર;
શિવ શિવ આરતી તોમાર.
ખંડન ભવ-બંધન જગ-વંદન વંદિ તોમાય.
જય શ્રીગુરુમહારાજજી કી જય
ભક્તો છંદ સાથે તમારી આરતી ગાય છે. સાથે ધે ધે ધે લંગ એવા અવાજથી મૃદંગ અને બીજાં વાઘ વાગે છે.
તમારી આરતીનો જય હો.
હે હર, હે શિવ તમારી આરતી થાય છે.
શ્રી રામકૃષ્ણસ્તોત્રમ્
ૐ હ્રીં ઋતં ત્વમચલોગુણજિત્ ગુણેડય:
નક્તંન્દિવં સકરુણં તવ પાદપદ્મમ્।
મોહંકષં બહુકૃતં ન ભજે યતોડહમ્
તસ્માત્ત્વમેવ શરણં મમ દીનબન્ધો।।1।।
(૧) ૐ હ્રીં તમે સત્ય, અચલ, ત્રણ ગુણને જીતનાર તથા સદ્ગુણોના સમૂહને લીધે સ્તવન યોગ્ય છો. તમારા મોહવિનાશક પૂજનીય પાદપદ્મનું હું દિન રાત વારંવાર ભજન કરતો નથી. માટે હે દીનબંધુ! તમે એક જ મારું શરણ છો.
ભક્તિર્ભગશ્ચ ભજનં ભવભેદકારિ
ગચ્છન્ત્યલં સુવિપુલં ગમનાય તત્ત્વમ્।
વસ્ત્રોદ્ ધૃતોડિપ હૃદયે ન મે ભાતિ કિંચિત્
તસ્માત્ત્વમેવ શરણં મમ દીનબન્ધો।।2।।
(૨) સંસારનો નાશ કરનારા, ભક્તિ, ભગ (સાત્ત્વિક ઐશ્વર્ય અર્થાત્ વૈરાગ્ય) અને ભજન સંસાર-બંધનનો નાશ કરનારા તેમજ બ્રહ્મતત્ત્વ પ્રાપ્ત કરવા માટે યથેષ્ટ છો. એમ મોઢેથી બોલવા છતાં મારા હૃદયમાં જરા પણ પ્રકાશ પડતો નથી. તેથી હે દીનબંધુ! તમે એક જ મારું શરણ છો.
તેજસ્તરન્તિ તરસા ત્વયિ તૃપ્તતૃષ્ણા:
રાગે કૃતે ઋતપથે ત્વયિ રામકૃષ્ણે।
મર્ત્યામૃતં તવ પદં મરણોર્મિનાશમ્
તસ્માત્ત્વમેવ શરણં મમ દીનબન્ધો।।3।।
(૩) હે રામકૃષ્ણ! સત્યના પંથસ્વરૂપ! તમારા પ્રત્યે અનુરાગ કરવાથી તુરત રજોગુણથી પાર ઊતરી જવાય છે અને તમને પ્રાપ્ત કરીને પૂર્ણકામ થવાય છે. તમારાં ચરણો મરણશીલ મનુષ્યલોક માટે અમૃતસ્વરૂપ અને મૃત્યુરૂપ તરંગનો નાશ કરનારાં છે. તેથી હે દીનબંધુ! તમે એક જ મારું શરણ છો.
કૃત્ય કરોતિ ક્લુખં કુહકાન્તકારિ
ષ્ણાન્તં શિવં સુવિમલં તવ નામ નાથ।
યસ્માદહં ત્વશરણો જગદેકગમ્યં
તસ્માત્ત્વમેવ શરણં મમ દીનબન્ધો।।4।।
(૪) હે નાથ! અજ્ઞાનનો નાશ કરનાર, પવિત્ર, અન્તમાં ‘ષ્ણ’ અક્ષરયુક્ત તમારું મંગલમય (રામકૃષ્ણ) નામ પાપને પુણ્યમાં ફેરવી નાખે છે. હે જગતના એક માત્ર આશ્રય! હું નિરાશ્રય છું. તેથી હે દીનબંધુ! તમે એક જ મારું શરણ છો.
ૐ સ્થાપકાય ચ ધર્મસ્ય સર્વધર્મસ્વરૂપિણે
અવતારવરિષ્ઠાય રામકૃષ્ણાય તે નમ:।।5।।
(૫) ૐ ધર્મનું સ્થાપન કરનાર, સર્વધર્મ સ્વરૂપ અવતારશ્રેષ્ઠ, હે રામકૃષ્ણ! તમને પ્રણામ હો.
– સ્વામી વિવેકાનંદ
Your Content Goes Here




