લિખિતંગ, સ્નેહાધીન હરિ પોતે…
શબ્દોનાં મોરપીંછ સૂંઘી સૂંઘી,
ખોબો – ખેપિયાને ખારેક દીધી.
ચીતરેલી વાંસળીના સૂરેસૂરે,
કેડી ભીતર કંડારી લીધી.
…પત્ર ઉકેલ્યો, આતમની જયોતે…

લિખિતંગ –

હરિને સૂઝ્યું તે લખ્યું હરિએ,
અમને સૂઝ્યું તે અમે વાંચ્યું.
યાદ રાખીને એણે ખબરું પૂછાવી,
એ વાતે જ હૈયું હર્ષે નાચ્યું.
…દેત ઉત્તર, જો સરનામું હોતે…

                               લિખિતંગ –

સરનામું લખ્યું છે:‘ડેલી ભગતની’.
નીચે લખ્યું છે: ‘રાજકોટ મુકામે.’
કાગળ નથી આ તો સાક્ષાત્ અવસર,
જે મોકલ્યો છે મારા શ્યામે.
…હુંય ઉલ્લેખાયો: હરિની દોતે!…

                                    લિખિતંગ –

                           –હરેશ ‘તથાગત’

Total Views: 314

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.