પછી એક શિક્ષકે કહ્યું, ‘અમને શિક્ષણની વાત કરો ને’. અને તેણે કહ્યું :

કોઈ માનવી તમને કશું નવું દર્શન કરાવી શકે નહિ, સિવાય કે તમારા જ્ઞાનના ઉષ:કાલ દરમ્યાન તમારા પોતાનામાં જે કાંઈ અર્ધનિદ્રાવસ્થામાં સૂતું પડેલું છે – તમારા પોતાનામાં જ અસ્તિત્વ ધરાવે છે.

જ્ઞાનમંદિરના ઓછાયામાં તેના શિષ્યો સાથે જે શિક્ષક ડગલાં ભરી રહ્યો હોય તે તેમને તેનું ડહાપણ નથી આપતો; પરંતુ એ તો આપે છે તેની શ્રદ્ધા અને તેની વત્સલતા.

જો તે ખરેખર ડહાપણયુક્ત થશે તો તે તમને તેના ડહાપણની સૃષ્ટિમાં પ્રવેશવાનો આદેશ આપશે નહિ, પરંતુ એ તો તમને તમારા પોતાના ચિત્તના ઉંબર સુધી પહોંચાડશે.

કારણ કે એક માનવીની દર્શનશક્તિ તેની પાંખો અન્ય માનવીને ઉછીની આપી શકે નહિ.

અને જેમ તમારામાંનો દરેક જણ ઈશ્વરની નજરે તો એકલો અને અલગ છે, તેમ જ તમારામાંનો પ્રત્યેક જણ ઈશ્વર એના જ્ઞાનની બાબતમાં અને પૃથ્વીને સમજવાની તેની સાધનામાં એકલો અને અલગ જ હોવો જોઈએ.

– ખલિલ જિબ્રાન

Total Views: 338

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.