આમ ગ્રંથ ભલે પ્રાચીન હોય છતાં આપણે જે સમયમાં જીવીએ છીએ તે કાળમાં પૂરો ઉપયુક્ત અને તાજગીભર્યો છે ! સર્વ કાળ માટે સત્ય જ સુસંગત હોઈ શકે, વાદો નહીં. મહાન ગ્રંથો સનાતન ગ્રંથો છે, અમર સાહિત્ય છે. મહાભારત-યુદ્ધ આશરે પાંચ હજાર વરસો પહેલાં લડાયું હતું. ત્યારે શ્રીકૃષ્ણે અર્જુનને આ બોધ આપ્યો હતો. પૂરાં પાંચ હજાર વર્ષો પછીય આજના આશ્ચર્યકારક યુગમાં એ સૌને માટે ને તે પણ માત્ર ભારતમાં જ નહીં, પણ ભારત બહારેય ઉપયુક્ત છે. સંદેશ આ છે : મનુષ્યને મુક્ત કેવી રીતે કરવો; એ મુક્તિ સૌનો જન્મસિદ્ધ અધિકાર છે, એ દરેકમાં જડાયેલી છે, માત્ર એનો આવિષ્કાર કેવી રીતે કરવો તેનું એને ભાન નથી. કર્મયોગ નામે ઓળખાતા આ ૩જા અધ્યાયમાં એ એમનો સંદેશ છે. વધારે બોધ આવે છે, હજી કેટલાક શ્લોકો બાકી છે. અંતભાગમાં સાત શ્લોકોના વિભાગમાં સમાજમાં ગુનાનો ઉદ્ભવ થવા વિશે તથા એને જેર કરવાના માર્ગ વિશે બોધ આવે છે. શ્રીકૃષ્ણ અહીં કહે છે :

सदृशं चेष्टते स्वस्याः प्रकृतेर्ज्ञानवानपि।
प्रकृतिं यान्ति भूतानि निग्रहः किं करिष्यति।।33।।

‘શાણો – જ્ઞાની – મનુષ્ય પણ પોતાની પ્રકૃતિ અનુસાર આચરણ કરે છે; પ્રાણીઓ પ્રકૃતિને અનુસરે છે; નિગ્રહ – ખોટું દબાણ – શું કરી શકે ?’

આ અનેક શ્લોકોમાં પ્રકૃતિ શબ્દ વપરાયેલો છે. બહારની બધી પ્રકૃતિનો તથા બધી આંતરિક પ્રકૃતિનો સમાવેશ તેમાં થાય છે. બાહ્ય પ્રકૃતિ જેમાંથી ઉત્ક્રાંત થઈ છે તેમાંથી જ દેહ – ઇન્દ્રિયો – મનનું સંકુલ ઉત્ક્રાંત થયું છે. વેદાંતનો છે તેમ અર્વાચીન વિજ્ઞાનનો એ જ બોધ છે. આમ, પ્રકૃતિ માત્ર આપણી ભીતર પણ છે. આપણું શરીર, આપણું ઇન્દ્રિયતંત્ર, આપણું માનસ પણ, મારામાં અને તમારામાં, બાહ્ય પ્રકૃતિનાં થાણાં છે. એ પ્રકૃતિ આપણી ભીતર ઘણી શક્તિને ક્રિયાશીલ કરે છે, એ પ્રકૃતિ આપણને સામાન્ય પશુ-પ્રાણીની જેમ જીવવાની કક્ષાએ ઘસડી જાય છે; એ પ્રકૃતિ સાથે આપણે હિસાબ કરવાનો છે. શ્રીકૃષ્ણ અહીં કહે છે કે જ્ઞાની મનુષ્ય પણ ભીતરની પ્રકૃતિના દબાણને વશ કોઈ ચોક્કસ રીતે વર્તે છે : सदृशं चेष्टते स्वस्याः, ‘વ્યક્તિ કેમ વર્તશે તે એની પ્રકૃતિ નિર્ણીત કરે છે’; આપણે શું કરવું ને શું નહીં તે ભીતરની પ્રકૃતિ આદેશ આપે છે. હવે બહિર્જગતમાં સતત જતા આપણા ઇન્દ્રિયતંત્રના આવેગોની પ્રકૃતિ બનેલી છે અને ઇન્દ્રિયોની પાછળ દોડતું મન ઇન્દ્રિયવિષયો પાછળ બહાર ભમ્યા કરે છે. અને આમ કરીને આપણે આપણા મનમાં સંસ્કારો કે વાસનાઓ તરીકે ઓળખાતી બીજા પ્રકારની પ્રકૃતિનું નિર્માણ કરીએ છીએ; આ સંસ્કાર/વાસના વેદાંત-માનસશાસ્ત્રનો સુંદર શબ્દ છે. ચૈતન્યથી નીચેરી સપાટીએ ઉપસંપ્રજ્ઞાત કે અસંપ્રજ્ઞાત મનમાં એ રહે છે અને સહજ સ્વભાવનું વણઘડયું સ્વરૂપ ધારણ કરે છે. ત્યાં બધું જ સંઘરાયેલું હોય છે અને એ બધું બહાર આવવા મથે છે, આપણા સંપ્રજ્ઞાત મન દ્વારા વ્યક્ત થવા મથે છે; અને માત્ર તમે કે હું જ નહીં ज्ञानवान् अपि, ‘જ્ઞાની મનુષ્ય પણ’, આ અંદરનાં પરિબળોથી ઘસડાય છે. જ્ઞાન હોવા છતાં, આ બળો એને ચોક્કસ દિશામાં ખેંચે છે.

લોકોને અસર કરતાં આ બળો કયાં છે તે તેમને વેદાંત સમજાવવા ઇચ્છે છે – અને વેદાંત ઉત્તર આપે છે : બે પરિબળો છે; બાહ્ય પરિબળો અને આંતરિક પરિબળો. એટલે તો લોકો તકલીફમાં મુકાય છે. આપણે એમને અવગણીએ નહીં અને આ આંતરિક પરિબળો સાથે કેમ કામ પાડવું તે જાણતા હોઈએ, તો આપણે વધારે સારું અને પૂર્ણ જીવન જીવી શકીએ. પછી આવતા શ્લોકોમાં એ બોધ આપવામાં આવશે. એટલે प्रकृतेर्ज्ञानवान् अपि, ‘જ્ઞાની પણ પ્રકૃતિનાં બળોથી ઘસડાઈ જાય છે’; એ બળો વ્યક્તિની અંદર ધરબાઈ ગયેલાં હોય છે. प्रकृतिं यान्ति भूतानि, ‘પ્રાણીઓ પ્રકૃતિનાં દબાણોને અનુસરે છે’, निग्रहः किं करिष्यति, ‘નિગ્રહ – ખોટું દબાણ- શું કરી શકે ? પ્રકૃતિનાં આ બળો ઉપર અંકુશ રાખી શકાતો નથી. એ રસ્તો જ નથી. આપણે એમને કેળવવાં જ રહ્યાં. શ્રીરામકૃષ્ણ કહેતા તે પ્રમાણે, ‘દિશા બદલી નાખો’, મોડે ફિરિયે દાઓ, એ એમનું બંગાળી કથન છે. આ આવેગોને દબાવીને નહીં પણ નૈતિક, આધ્યાત્મિક દિશા એમને આપીને કામ લેવાનું છે. એ તમારી પોતાની જવાબદારી છે. તમે એમ કરવા લાગો ત્યારે તમને સહાયની જરૂર રહે છે. એટલે તમે ગીતા અને એવા આધ્યાત્મિક ગ્રંથો તરફ વળો છો. તે ગ્રંથો તમને આ બાબત માર્ગદર્શન આપે છે. એટલે સૌએ, ખાસ કરીને મનુષ્યોએ આ પ્રશ્નનો સામનો કરવો પડે છે. પ્રાણીઓ ઉપર પણ પ્રકૃતિની આણ વર્તે છે; પ્રાણીઓ પ્રકૃતિનો વિરોધ કરતાં નથી. પ્રાણીમાં પ્રકૃતિની પૂર્ણ અભિવ્યક્તિ જોવા મળે છે. પરંતુ માનવીમાં પણ એનાં બાહ્ય અને આંતર બેઉ સ્વરૂપોમાં પ્રકૃતિ છે; તેના ઉપરાંત પણ કશુંક માનવીમાં છે, પ્રકૃતિનું શ્રેષ્ઠ સ્વરૂપ આત્મા છે. એ કશુંક માનવીનો મુક્તિસ્રોત છે, માનવીના દેહમન સંકુલ દ્વારા અભિવ્યક્ત થતી મુક્તિની ઉત્કંઠા છે : ‘મારા જીવનને મારા હાથમાં લઈ, હું જ તેને ઘાટ આપવા માગું છું, મારે પ્રકૃતિને તેમ કરવા નથી દેવું.’ આ રીતે દરેક માનવબળમાં મુક્તિનું તત્ત્વ છે જે, કોઈ પ્રાણીમાં જોવા મળતું નથી. એટલે વેદાંત આ માનવતંત્રને ચિત્- જડ-ગ્રંથિ કહે છે, ચિત્ અને જડતાનો મેળ કહે છે. માનવતંત્રમાં આ બંનેનું મિશ્રણ થયેલું છે. જે જડ પદાર્થ છે તે પ્રકૃતિએ આપણામાં આરોપિત કરેલો છે. ચૈતન્ય છે તે આપણી પરા પ્રકૃતિ છે ને તે પણ આપણી અંદર રહેલી છે; ઉત્ક્રાંતિમાં આ માનવતંત્રમાં તેનો આવિષ્કાર થયેલો છે. આપણે કઠિન પરિસ્થિતિમાં છીએ. એ ચૈતન્ય અને એ મુક્તિની ઝંખના ન હોત તો જીવનમાં આપણે કશો સંઘર્ષ ન રહેત, અને માત્ર સાધારણ પ્રકૃતિ જ હોત. તો આપણે દરેક આવેગ આગળ ઝૂકીને ‘હા’ કહેત. પણ એ ચેતના છે અને એ આ પ્રકૃતિ સાથે ગંઠાયેલી છે તે કારણે, તમે એની સામે બંડ કરો છો. જીવનની બધી વિશુદ્ધ ચેતનાના સ્વરૂપની મારી પ્રકૃતિનો અધિકાર હું પ્રસ્થાપિત કરવા ચાહું છું. વેદાંત કહે છે : આપણે ચિત્- જડ-ગ્રંથિ, ચિત્ અને જડની ગાંઠ છીએ; ચિત્ એટલે ‘ચેતના’ અને જડ એટલે ‘નિષ્ક્રિયતા’, ‘પ્રમાદ.’ પ્રકૃતિ બહારથી જડ છે. એ પ્રકૃતિ જાતે આપણી અંદર જડાઈ ગઈ છે; એ બળવાન બને ત્યારે આપણે ઘસડાઈ જઈએ છીએ. प्रकृतेर्ज्ञानवान् अपि, ‘જ્ઞાની પણ એના દબાણને વશ છે.’આમ ગ્રંથ ભલે પ્રાચીન હોય છતાં આપણે જે સમયમાં જીવીએ છીએ તે કાળમાં પૂરો ઉપયુક્ત અને તાજગીભર્યો છે ! સર્વ કાળ માટે સત્ય જ સુસંગત હોઈ શકે, વાદો નહીં. મહાન ગ્રંથો સનાતન ગ્રંથો છે, અમર સાહિત્ય છે. મહાભારત-યુદ્ધ આશરે પાંચ હજાર વરસો પહેલાં લડાયું હતું. ત્યારે શ્રીકૃષ્ણે અર્જુનને આ બોધ આપ્યો હતો. પૂરાં પાંચ હજાર વર્ષો પછીય આજના આશ્ચર્યકારક યુગમાં એ સૌને માટે ને તે પણ માત્ર ભારતમાં જ નહીં, પણ ભારત બહારેય ઉપયુક્ત છે. સંદેશ આ છે : મનુષ્યને મુક્ત કેવી રીતે કરવો; એ મુક્તિ સૌનો જન્મસિદ્ધ અધિકાર છે, એ દરેકમાં જડાયેલી છે, માત્ર એનો આવિષ્કાર કેવી રીતે કરવો તેનું એને ભાન નથી. કર્મયોગ નામે ઓળખાતા આ ૩જા અધ્યાયમાં એ એમનો સંદેશ છે. વધારે બોધ આવે છે, હજી કેટલાક શ્લોકો બાકી છે. અંતભાગમાં સાત શ્લોકોના વિભાગમાં સમાજમાં ગુનાનો ઉદ્ભવ થવા વિશે તથા એને જેર કરવાના માર્ગ વિશે બોધ આવે છે. શ્રીકૃષ્ણ અહીં કહે છે :

सदृशं चेष्टते स्वस्याः प्रकृतेर्ज्ञानवानपि।
प्रकृतिं यान्ति भूतानि निग्रहः किं करिष्यति।।33।।

‘શાણો – જ્ઞાની – મનુષ્ય પણ પોતાની પ્રકૃતિ અનુસાર આચરણ કરે છે; પ્રાણીઓ પ્રકૃતિને અનુસરે છે; નિગ્રહ – ખોટું દબાણ – શું કરી શકે ?’

આ અનેક શ્લોકોમાં પ્રકૃતિ શબ્દ વપરાયેલો છે. બહારની બધી પ્રકૃતિનો તથા બધી આંતરિક પ્રકૃતિનો સમાવેશ તેમાં થાય છે. બાહ્ય પ્રકૃતિ જેમાંથી ઉત્ક્રાંત થઈ છે તેમાંથી જ દેહ – ઇન્દ્રિયો – મનનું સંકુલ ઉત્ક્રાંત થયું છે. વેદાંતનો છે તેમ અર્વાચીન વિજ્ઞાનનો એ જ બોધ છે. આમ, પ્રકૃતિ માત્ર આપણી ભીતર પણ છે. આપણું શરીર, આપણું ઇન્દ્રિયતંત્ર, આપણું માનસ પણ, મારામાં અને તમારામાં, બાહ્ય પ્રકૃતિનાં થાણાં છે. એ પ્રકૃતિ આપણી ભીતર ઘણી શક્તિને ક્રિયાશીલ કરે છે, એ પ્રકૃતિ આપણને સામાન્ય પશુ-પ્રાણીની જેમ જીવવાની કક્ષાએ ઘસડી જાય છે; એ પ્રકૃતિ સાથે આપણે હિસાબ કરવાનો છે. શ્રીકૃષ્ણ અહીં કહે છે કે જ્ઞાની મનુષ્ય પણ ભીતરની પ્રકૃતિના દબાણને વશ કોઈ ચોક્કસ રીતે વર્તે છે : सदृशं चेष्टते स्वस्याः, ‘વ્યક્તિ કેમ વર્તશે તે એની પ્રકૃતિ નિર્ણીત કરે છે’; આપણે શું કરવું ને શું નહીં તે ભીતરની પ્રકૃતિ આદેશ આપે છે. હવે બહિર્જગતમાં સતત જતા આપણા ઇન્દ્રિયતંત્રના આવેગોની પ્રકૃતિ બનેલી છે અને ઇન્દ્રિયોની પાછળ દોડતું મન ઇન્દ્રિયવિષયો પાછળ બહાર ભમ્યા કરે છે. અને આમ કરીને આપણે આપણા મનમાં સંસ્કારો કે વાસનાઓ તરીકે ઓળખાતી બીજા પ્રકારની પ્રકૃતિનું નિર્માણ કરીએ છીએ; આ સંસ્કાર/વાસના વેદાંત-માનસશાસ્ત્રનો સુંદર શબ્દ છે. ચૈતન્યથી નીચેરી સપાટીએ ઉપસંપ્રજ્ઞાત કે અસંપ્રજ્ઞાત મનમાં એ રહે છે અને સહજ સ્વભાવનું વણઘડયું સ્વરૂપ ધારણ કરે છે. ત્યાં બધું જ સંઘરાયેલું હોય છે અને એ બધું બહાર આવવા મથે છે, આપણા સંપ્રજ્ઞાત મન દ્વારા વ્યક્ત થવા મથે છે; અને માત્ર તમે કે હું જ નહીં ज्ञानवान् अपि, ‘જ્ઞાની મનુષ્ય પણ’, આ અંદરનાં પરિબળોથી ઘસડાય છે. જ્ઞાન હોવા છતાં, આ બળો એને ચોક્કસ દિશામાં ખેંચે છે.

લોકોને અસર કરતાં આ બળો કયાં છે તે તેમને વેદાંત સમજાવવા ઇચ્છે છે – અને વેદાંત ઉત્તર આપે છે : બે પરિબળો છે; બાહ્ય પરિબળો અને આંતરિક પરિબળો. એટલે તો લોકો તકલીફમાં મુકાય છે. આપણે એમને અવગણીએ નહીં અને આ આંતરિક પરિબળો સાથે કેમ કામ પાડવું તે જાણતા હોઈએ, તો આપણે વધારે સારું અને પૂર્ણ જીવન જીવી શકીએ. પછી આવતા શ્લોકોમાં એ બોધ આપવામાં આવશે. એટલે प्रकृतेर्ज्ञानवान् अपि, ‘જ્ઞાની પણ પ્રકૃતિનાં બળોથી ઘસડાઈ જાય છે’; એ બળો વ્યક્તિની અંદર ધરબાઈ ગયેલાં હોય છે. प्रकृतिं यान्ति भूतानि, ‘પ્રાણીઓ પ્રકૃતિનાં દબાણોને અનુસરે છે’, निग्रहः किं करिष्यति, ‘નિગ્રહ – ખોટું દબાણ- શું કરી શકે ? પ્રકૃતિનાં આ બળો ઉપર અંકુશ રાખી શકાતો નથી. એ રસ્તો જ નથી. આપણે એમને કેળવવાં જ રહ્યાં. શ્રીરામકૃષ્ણ કહેતા તે પ્રમાણે, ‘દિશા બદલી નાખો’, મોડે ફિરિયે દાઓ, એ એમનું બંગાળી કથન છે. આ આવેગોને દબાવીને નહીં પણ નૈતિક, આધ્યાત્મિક દિશા એમને આપીને કામ લેવાનું છે. એ તમારી પોતાની જવાબદારી છે. તમે એમ કરવા લાગો ત્યારે તમને સહાયની જરૂર રહે છે. એટલે તમે ગીતા અને એવા આધ્યાત્મિક ગ્રંથો તરફ વળો છો. તે ગ્રંથો તમને આ બાબત માર્ગદર્શન આપે છે. એટલે સૌએ, ખાસ કરીને મનુષ્યોએ આ પ્રશ્નનો સામનો કરવો પડે છે. પ્રાણીઓ ઉપર પણ પ્રકૃતિની આણ વર્તે છે; પ્રાણીઓ પ્રકૃતિનો વિરોધ કરતાં નથી. પ્રાણીમાં પ્રકૃતિની પૂર્ણ અભિવ્યક્તિ જોવા મળે છે. પરંતુ માનવીમાં પણ એનાં બાહ્ય અને આંતર બેઉ સ્વરૂપોમાં પ્રકૃતિ છે; તેના ઉપરાંત પણ કશુંક માનવીમાં છે, પ્રકૃતિનું શ્રેષ્ઠ સ્વરૂપ આત્મા છે. એ કશુંક માનવીનો મુક્તિસ્રોત છે, માનવીના દેહમન સંકુલ દ્વારા અભિવ્યક્ત થતી મુક્તિની ઉત્કંઠા છે : ‘મારા જીવનને મારા હાથમાં લઈ, હું જ તેને ઘાટ આપવા માગું છું, મારે પ્રકૃતિને તેમ કરવા નથી દેવું.’ આ રીતે દરેક માનવબળમાં મુક્તિનું તત્ત્વ છે જે, કોઈ પ્રાણીમાં જોવા મળતું નથી. એટલે વેદાંત આ માનવતંત્રને ચિત્- જડ-ગ્રંથિ કહે છે, ચિત્ અને જડતાનો મેળ કહે છે. માનવતંત્રમાં આ બંનેનું મિશ્રણ થયેલું છે. જે જડ પદાર્થ છે તે પ્રકૃતિએ આપણામાં આરોપિત કરેલો છે. ચૈતન્ય છે તે આપણી પરા પ્રકૃતિ છે ને તે પણ આપણી અંદર રહેલી છે; ઉત્ક્રાંતિમાં આ માનવતંત્રમાં તેનો આવિષ્કાર થયેલો છે. આપણે કઠિન પરિસ્થિતિમાં છીએ. એ ચૈતન્ય અને એ મુક્તિની ઝંખના ન હોત તો જીવનમાં આપણે કશો સંઘર્ષ ન રહેત, અને માત્ર સાધારણ પ્રકૃતિ જ હોત. તો આપણે દરેક આવેગ આગળ ઝૂકીને ‘હા’ કહેત. પણ એ ચેતના છે અને એ આ પ્રકૃતિ સાથે ગંઠાયેલી છે તે કારણે, તમે એની સામે બંડ કરો છો. જીવનની બધી વિશુદ્ધ ચેતનાના સ્વરૂપની મારી પ્રકૃતિનો અધિકાર હું પ્રસ્થાપિત કરવા ચાહું છું. વેદાંત કહે છે : આપણે ચિત્- જડ-ગ્રંથિ, ચિત્ અને જડની ગાંઠ છીએ; ચિત્ એટલે ‘ચેતના’ અને જડ એટલે ‘નિષ્ક્રિયતા’, ‘પ્રમાદ.’ પ્રકૃતિ બહારથી જડ છે. એ પ્રકૃતિ જાતે આપણી અંદર જડાઈ ગઈ છે; એ બળવાન બને ત્યારે આપણે ઘસડાઈ જઈએ છીએ. प्रकृतेर्ज्ञानवान् अपि, ‘જ્ઞાની પણ એના દબાણને વશ છે.’

Total Views: 499

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.