એકવાર એક મનુષ્ય સાગર ઓળંગવા માગતો હતો. વિભિષણે એક પાંદડા ઉપર રામનામ લખી, પેલા મનુષ્યના કપડાને છેડે બાંધી દીધું અને તેને કહ્યું : ‘ગભરાતો નહીં. શ્રદ્ધા રાખી પાણી ઉપર ચાલવા માંડ. પણ ધ્યાન રાખજે – શ્રદ્ધા ગુમાવ્યા ભેગો તું ડૂબી જશે.’ એ માણસ સરળતાથી પાણી ઉપર ચાલવા લાગ્યો. પોતાના કપડાને છેડે શું બાંધ્યું છે તે જોવાની તીવ્ર ઇચ્છા તેને અચાનક થઈ. ખોલીને જોયું તો માત્ર રામનું નામ લખેલું એક પાંદડું. ‘આ તે શું છે?’ એને વિચાર આવ્યો. ‘માત્ર રામનું નામ!’ જેવો એના ચિત્તમાં સંશય પેઠો તેવો એ ડૂબી ગયો.

Total Views: 139

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.