એક વેળા એક માછીમારની સ્ત્રી એક માળીને ઘેર મહેમાન બની. બધી માછલીઓ વેંચી દીધા પછી, પોતાની ખાલી સૂંડલી લઈને એ આવી હતી. ફૂલ હતાં તે ઓરડામાં એને સૂવાનું કહેવામાં આવ્યું. પણ ફૂલોની સુગંધને લઈને એને લાંબા સમય સુધી ઊંઘ ન આવી! એ આમતેમ પડખાં ઘસતી રહી. એની યજમાન સ્ત્રીએ એને પૂછ્યું. ‘કાં તું આમ પડખાં જ ફેરવ્યા કરે છે?’ માછીમાર સ્ત્રી બોલી, ‘અરે બહેન! મને ખબર પડતી નથી. કદાચ આ  ફૂલની સુગંધ મારી નિંદરમાં ખલેલ પાડે છે. મારી માછલીની સૂંડલી મને જરા આપીશ?’ કદાચ એથી મને ઊંઘ આવી જાય.’ એ ટોપલી એને અપાઈ. પેલીએ એની ઉપર પાણી છાંટ્યું અને પોતાના નાક પાસે એ ટોપલી રાખી. પછી એ ઘસઘસાટ ઊંઘી ગઈ અને આખી રાત ઘોરતી રહી.

Total Views: 153

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.