પોતાને ભાગવત સમજાવે તેવા ભાગવતના જાણકાર પંડિતની સેવા એક માણસ લેવા માગતો હતો. એના એક મિત્રે કહ્યું : ‘હું એક સારા પંડિતને જાણું છું પણ તેને ખેતીનું ખૂબ જ કામ રહે છે, એ મુશ્કેલી છે. એની પાસે ચાર હળ અને આઠ બળદ છે અને આખો વખત એમાં જ એ વ્યસ્ત હોય છે અને એને જરાય ફુરસદ નથી.’
એટલે પેલા માણસે કહ્યું : ‘ફુરસદ ન હોય તેવા પંડિતની મને જરાય પડી નથી. હળ ને બળદોનો ભાર વેંઢારતા સંસારી ભાગવત-પંડિતનું મારે કામ નથી. પવિત્ર પુરાણ સારી રીતે સમજાવે તેવા પંડિતની મને જરૂર છે.’
Your Content Goes Here




