સ્વામી બુધાનંદ (૧૯૧૭-૧૯૮૩) રામકૃષ્ણ સંઘના સંન્યાસી હતા. તેઓ ખૂબ સારા લેખક હતા. તેમણે અમેરિકાનાં સંયુક્ત રાજ્યોમાં વેદાંતનો પ્રચાર કર્યો હતો. તેમણે લખેલાં The Saving Challenges of Religion, Mind And Its Control તથા અન્ય પુસ્તકોને આધ્યાત્મિક સાધકો માટેના અમૂલ્ય માર્ગદર્શક તરીકે આવકારવામાંં આવ્યાં છે. – સં.
પ્રત્યેક વસ્તુની પહેલાં, પછી અને વચ્ચે માણસે એક સૂત્ર સમજી લેવાની જરૂર છે – એ સૂત્ર છે સાચી માણસાઈની સાધના કરવાનું. એ સૂત્ર શું છે ? કન્ફ્યુશિયસના ઉપદેશ અનુસાર એ સંરક્ષક સૂત્ર છે પોતાના વ્યક્તિત્વને સંકલિત કરતા રહેવાનું કાર્ય કરવું અને સાથે સાથે એ જ કાર્ય કરવામાં અન્ય લોકોને મદદ કરવી.
જુદાં જુદાં વ્યક્તિઓ, સમાજો અને રાષ્ટ્રોની જરૂરિયાતો બદલાતી રહે છે. પરંતુ બધાં વ્યક્તિઓ, સમાજો અને દેશોની એક વૈશ્વિક જરૂરિયાત છે – તે જરૂરિયાત છે સંકલિત વ્યક્તિત્વની. તે માણસને સાચો માનવ બનાવે છે. સાચો માનવ જ પોતાની સમસ્યાઓનું સમાધાન કરી શકે અને અન્ય લોકોને એ સમાધાન કરવામાં સહાય કરી શકે. કોન્ફ્યુશિયસ કહેતા : ‘જે સાચો માણસ નથી, તે લાંબા સમય સુધી ગરીબી કે સંપત્તિનો સામનો કરી શકે નહીં.’ કેવું સાચું વિધાન ! જો માણસ પાસે સંકલિત વ્યક્તિત્વ ન હોય તો ગરીબી માણસને નિર્દય બનાવી દે છે અને સંપત્તિ તેને અસંસ્કારી બનાવી દે છે.
જરૂર છે સાચે રસ્તે વાળેલી પૂરતી શક્તિની
આપણાં કામકાજને ચાલુ રાખવા માટે સર્વોપરી જરૂરિયાત છે પૂરતા સંકલિત વ્યક્તિત્વની. જ્યારે આપણી પાસે તે નથી હોતું ત્યારે આપણી શક્તિ કરતાં આપણી નબળાઈઓ વધી જશે, આપણાં સદ્નસીબો કરતાં કમનસીબોની મોટાઈ વધી જશે, આપણને સુખો કરતાં દુ :ખો વધારે સુલભ બની રહેશે, આપણા ભવિષ્ય કરતાં ભૂતકાળ વધારે કીર્તિવાળો બની રહેશે. સંકલિત વ્યક્તિત્વ વિના આપણા શત્રુઓ મિત્રો કરતાં વધારે જોરદાર બની રહેશે, શાન્તિ કરતાં વિગ્રહોની સંખ્યા વધી જશે, માણસની સારવાર કરવાને બદલે તેને મારી નાખવાના બનાવો વધતા જશે. જ્યારે આપણી પાસે પૂરતું સંકલિત વ્યક્તિત્વ નહીં હોય ત્યારે જુવાન પુરુષો અને સ્ત્રીઓ આત્મસંયમ વિનાનાં બની જશે, મોટી ઉંમરનાં સ્ત્રી-પુરુષો પોતે વધારે સશક્ત અને યુવાન હોય એમ વર્તવા માંડશે અને સરકારને વધારે ને વધારે માનસિક ક્ષેત્રોના આશ્રમો ખોલવાની જરૂર પડશે.
જ્યારે આપણી પાસે સમાજમાં પૂરતું સંકલિત વ્યક્તિત્વ નહીં હોય ત્યારે વધારે કજિયા અને મારામારી, આંદોલનો અને બેચેની, ભ્રષ્ટાચાર અને સગાં-વહાલાંવાદ વધી જશે અને શાન્તિ અને સંવાદિતા, નિયંત્રણ અને સુખ, પ્રામાણિકતા અને સીધાપણું ઓછાં થઈ જશે, આપણે લોકોની માનસિકતાને ભ્રષ્ટ કરી દઈશું, એટલું જ નહીં આપણાં સંતાનોને પણ તેમની માનસિકતાને હલકી અને બિભત્સ બનાવી દેવા માટેનો માલસામાન બનાવીને પૈસા બનાવવા માટે વેચાણ કરીશું.
જ્યારે આપણી પાસે સંકલિત વ્યક્તિત્વ નહીં હોય ત્યારે વિદ્યાર્થીઓ તરીકે આપણે સખત અભ્યાસ માટે આપણો સમય નહીં ગાળીએ, અભ્યાસ વિષયક કરતાં અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં વધુ રસ લેવા માંડીશું અને આપણી જાતને જીવનને બગાડી મૂકે તેવા વિચારો અને પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખીશું; આ બધું આપણા ઊગતા જીવનને વિકસવા નહીં દે અને આપણે વિકસતાં પહેલાં જ કરમાઈ જઈશું. જ્યારે આપણે અસ્તિત્વ માટેના સંઘર્ષનો સામનો કરવાનો આવશે ત્યારે આપણને ખબર પડશે કે એમાં આપણો કાંઈ કલાસ નથી.
જ્યારે આપણી પાસે પૂરતું સંકલિત વ્યક્તિત્વ નહીં હોય ત્યારે આપણા માટે સાચા વિચારો અશક્ય બની જશે અને ખોટા ખોટા વિચારોથી ઈષ્ટ પરિણામો ક્યાંથી આવી શકે ? આપણે કાં તો ભૂતકાળમાં અથવા ભવિષ્યકાળમાં જીવીશું અને આજકાલના જીવંત વર્તમાનમાં તો નહીં. આપણી ઊર્જાઓ અનન્ત નકારાત્મકતામાં ખર્ચાઈ જશે અને આપણે આ સડેલી દુનિયા વિશે ફરિયાદ કર્યા કરીશું, એમાં આત્મસુધાર માટે અથવા સમાજનાં કલ્યાણ માટે વીરતાભર્યા સંઘર્ષને કોઈ સ્થાન નહીં હોય.
સંકલિત વ્યક્તિત્વ બધી વસ્તુ સાધી શકે છે
જો પૂરતું સંકલિત વ્યક્તિત્વ મળી રહે તો આપણા મિત્રો આપણા શત્રુઓ કરતાં વધારે શક્તિશાળી બનશે, વિગ્રહ કરતાં શાંતિ વધારે ટકાઉ બનશે, હત્યા કરતાં સારવાર વધારે સારી થશે. જો પૂરતું ચારિત્ર્ય મળી જાય તો આપણી ટ્રેનો સમયસર દોડશે, કારખાનાં અપેક્ષા રાખી હોય તેનાં કરતાં વધારે ચીજવસ્તુઓનું ઉત્પાદન કરશે, ઉદ્યોગો શાંતિથી અને વિપુલ પ્રમાણમાં વિકસશે; ખેતરો અપેક્ષા કરતાં વધારે પાક આપશે. જો પૂરતું સંકલિત વ્યક્તિત્વ મળી રહે તો આપણને એ જોવાની બુદ્ધિમત્તા મળશે કે વિદ્યાર્થીઓ તરીકે આપણે આપણી ઊર્જા સારી રીતે અભ્યાસ કરવામાં; શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિનું ઘડતર કરવામાં તમને અસ્તિત્વ માટેના સંઘર્ષ માટે સંપૂર્ણ રીતે તત્પર થવા માટેની બાબત હાથ ધરવાની છે. તે પછી આપણા જીવનના હિતને ભોગે પોતાનો અર્થ સાધી લેવા માટે મથતા લોકોની રમતની આરપાર સહેલાઈથી જોઈ શકીશું.
જો પૂરતું સંકલિત વ્યક્તિત્વ મળી રહે તો જુવાન સ્ત્રી-પુરુષો સદ્ભાવ, ભવ્યતા અને આત્મ-સંયમથી છલકાતાં હશે અને લાંબી ઉંમર સુધી જુવાન રહેશે અને વૃદ્ધો જોવાલાયક સુંદરતાના નમૂના બની રહેશે.
સંકલિત વ્યક્તિત્વ ઘડતર કઈ રીતે કરવું
સ્વામી વિવેકાનંદ કહે છે કે કોઈ પણ મનુષ્યનું સંકલિત વ્યક્તિત્વ એટલે તેની વૃત્તિઓનો અને એના મનનાં વલણોનો સરવાળો. આપણા વિચારોએ આપણને જે બનાવ્યા છે, તે આપણે છીએ. વિચારો જીવતા રહે છે, તેઓ દૂર દૂર સુધી પ્રયાસ કરતા રહે છે અને તેથી તમારા વિચારોની કાળજી રાખો. આપણે જે કાંઈ કામ કરીએ છીએ, આપણા શરીરની પ્રત્યેક હિલચાલ, આપણે જે કાંઈ વિચારીએ છીએ, તેની છાપ આપણા મનના બંધારણ ઉપર પડે છે. દરેક પળે આપણે જે છીએ તેનો નિર્ણય આ સંસ્કારોએ આપણા મન પર પાડેલી છાપના સરવાળાથી થાય છે. જો સારા સંસ્કારો પ્રભુત્વ મેળવી જાય તો સંકલિત વ્યક્તિત્વ સારું બને છે, જો ખરાબ સંસ્કારો પ્રભુત્વ મેળવી જાય તો એ ખરાબ બની રહે છે. સંકલિત વ્યક્તિત્વના ઘડતરમાં આ વિચારો અનુકૂળ બની રહે છે.
સંકલિત માણસનો વિકાસ ઊર્ધ્વગતિનો હોય છે, સંકલન વિનાનો માણસ નીચી દિશામાં સરકતો જાય છે. સંકલિત વ્યક્તિત્વ ઇતિહાસ બનાવે છે અને તેના વિનાનું વ્યક્તિત્વ ઇતિહાસ દ્વારા માર્યું જાય છે. સારા ચારિત્ર્યવાળા માણસ માનવજાતિ માટે આશા, આશ્વાસન, કલ્યાણ, શાંતિ અને પ્રેરણારૂપ બની રહે છે, ચારિત્ર્યહીન માણસ સમાજમાં તકલીફો, ઝઘડા, અને દુ :ખ ઊભાં કરે છે. (ક્રમશ 🙂
Your Content Goes Here




