સ્વામી વિવેકાનંદ ભારત પ્રત્યાગમન અને શ્રીરામકૃષ્ણ મિશન શતાબ્દી મહોત્સવની વિવિધ કેન્દ્રોમાં થયેલી ઉજવણી
* ઉત્તર પ્રદેશ : અદ્વૈત આશ્રમ, માયાવતીમાં ૨૫મી મે, ૧૯૯૭ના રોજ સ્વામી નિખિલેશ્વરાનંદજીના પ્રમુખસ્થાને જિલ્લા કલેક્ટર શ્રી દેવેશ ચતુર્વેદી અને સબ ડિવિઝનલ મૅજિસ્ટ્રેટ શ્રી ઓમપ્રકાશ આર્યની ઉપસ્થિતિમાં વિશેષ સભાનું આયોજન થયું હતું. માયાવતી આશ્રમના અધ્યક્ષ સ્વામી મુમુક્ષાનંદજીના સ્વાગત-પ્રાસંગિક પ્રવચન અને વૈદિક મંત્રોચ્ચાર પછી ત્રણેય વક્તાઓનાં વક્તવ્યો થયાં હતાં. આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલા શ્રોતા સમૂહને માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
* શ્રીરામકૃષ્ણ મઠ અને શ્રીરામકૃષ્ણ સેવાશ્રમ વૃંદાવનમાં ૧લી મે, ’૯૭ના રોજ વિશેષ પૂજાનું આયોજન થયું હતું. ૩૦૦ ગરીબોને ભોજન અપાયું હતું.
* ત્રિપુરા : શ્રીરામકૃષ્ણ મિશન અગરતલામાં ૧લી મેના રોજ શહેરના મુખ્ય રસ્તાઓ પર એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું હતું. સાંજના ચાર વાગ્યે ટાઉન હૉલમાં મળેલી સભાને ત્રિપુરાના ગૃહપ્રધાન શ્રી સમીર ચૌધરીએ અને નાગરિક પુરવઠા ખાતાના મંત્રીશ્રી ડૉ. વ્રજ ગોપાલ રૉયે સંબોધી હતી. સભાને અંતે ગૃહમંત્રીશ્રીના વરદ્હસ્તે જરૂરતમંદ ૧૦૦ લોકોને વસ્ત્રોનું વિતરણ થયું હતું.
* આંધ્ર પ્રદેશ : શ્રીરામકૃષ્ણ મઠ, હૈદરાબાદમાં ૧લી મેના રોજ ખાસ પૂજા, ગરીબોને ભોજન, તેલુગુ નાટય, ભક્તિભાવભર્યું સંગીત વગેરેના કાર્યક્રમો ઉપરાંત જાહેરસભાનું આયોજન થયું હતું. મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજીના પ્રાસંગિક સંબોધન બાદ આંધ્ર પ્રદેશના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી પ્રભાશંકર વિશ્વનાથે વક્તવ્ય આપ્યું હતું. સ્થાનિક યુવા જનો – ભાવિકજનોએ આમાં હોંશભેર ભાગ લીધો હતો.
* કેરેલા : શ્રીરામકૃષ્ણ અદ્વૈત આશ્રમ, કાલાડીમાં ૧લી મેના રોજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું વિશિષ્ટ સંમેલન યોજાયું હતું. ૧૦૦ ગરીબ હરિજનોને કપડાં આપવામાં આવ્યાં હતાં.
* રાજસ્થાન : શ્રીરામકૃષ્ણ મિશન વિવેકાનંદ સ્મૃતિ મંદિર – ખેતડીમાં પણ ૧લી મે ’૯૭ના રોજ ખાસ પૂજા અને જાહેરસભાનું આયોજન થયું હતું. ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને ભાવિકજનોની શોભાયાત્રા પણ યોજાઇ હતી. ખેતડીમાં ૩જી મે અને અલ્વરમાં ૪થી મેના રોજ જાહેરસભા યોજાઇ હતી.
* શ્રીરામકૃષ્ણ મિશન, જયપુરમાં ૧લી મે, ’૯૭ના રોજ રાજસ્થાનના રાજ્યપાલ શ્રી બલિરામ ભગતના અધ્યક્ષસ્થાને જાહેરસભા યોજાઇ હતી. સવારમાં વિશેષ પૂજાનું આયોજન થયું હતું. નવનિર્મિત હૉસ્પિટલના મકાનનું ઉદ્ઘાટન સન્માનનીય ગવર્નરશ્રીના વરદ્ હસ્તે થયું હતું.
* કર્ણાટક : શ્રીરામકૃષ્ણ મઠ, બૅંગ્લોરમાં ૧લી મેના રોજ ઉષા કીર્તન, વિશેષ પૂજાનું આયોજન થયું હતું. ૨,૦૦૦ શ્રોતાજનો સાથેની એક જાહેરસભા યોજાઇ હતી.
* શ્રીરામકૃષ્ણ – મિશન, મેંગ્લોરમાં – ૧લી અને ૪થી મે ’૯૭ના રોજ વિદ્વજ્જનોના વકતવ્યો સાથે વિશાળ જાહેરસભાનું આયોજન થયું હતું.
* પં. બંગાળ : શ્રીરામકૃષ્ણ મિશન આશ્રમ, રામહિરપુરમાં ૧લી મેના રોજ અને દુર્ગાપુર વિસ્તારમાં વિવિધ સ્થળોએ ૧૧ એપ્રિલથી ૧૪ એપ્રિલ સુધી સભાઓનું આયોજન થયું હતું. વિશાળ સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.
* શ્રીરામકૃષ્ણ મઠ અને શ્રીરામકૃષ્ણ મિશનસેવાશ્રમ, બાંકુડામાં ૧૧મી મે, ’૯૭ના રોજ વિશાળ શોભાયાત્રા અને જાહેરસભાનું આયોજન થયું હતું. સ્વામી વિવેકાનંદનાં પુસ્તકોમાંથી વાચન કાર્યક્રમમાં ૭૦૦થી વધુ ભાવિકોએ ભાગ લીધો હતો.
* શ્રીરામકૃષ્ણ મિશન આશ્રમ, સારગાછીમાં પ્રથમ તબક્કાના ઉત્સવ પછી (૧૪ એપ્રિલ પછી)ના બીજા તબક્કાનો ઉત્સવ ૧૫ મે ’૯૭ થી ૧૮ મે ’૯૭ સુધી યોજાયો હતો. શ્રીરામકૃષ્ણ પરમહંસના ૫૨મ શિષ્યો પૈકી બહ્મલીન શ્રીમત્ સ્વામી અખડાનંદજી મહારાજના સર્વ પ્રથમ કરેલા રાહત સેવા કાર્યના સ્થળે શ્રીરામકૃષ્ણ મેળાનું આયોજન અને નારાયણ સેવાના રૂપે ૧,૮૦૦ ધોતિયાં, ૧,૮૦૦ સાડીનું વિતરણ કાર્ય કરવામાં આવ્યું હતું. સમૂહ ભોજન, શાળાના વિદ્યાર્થીઓની ખાસ કવાયત ઉપરાંત શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજીના અધ્યક્ષસ્થાને યોજાયેલી જાહેરસભામાં સ્વામી શિવમયાનંદજી, સ્વામી સુહિતાનંદજી, સ્વામી દિનેશાનંદજી, સ્વામી શ્રીકરાનંદજી, ઉપરાંત ભૂતપૂર્વ વિદ્યાર્થી નિત્યનિરંજન કુંડું અને શ્રી વિશ્વરંજનદાસે (શ્રીમત્ સ્વામી અખંડાનંદ મહારાજના સમયના અનાથ વિદ્યાર્થી ભોલાએ) ૧૫૦૦ માણસોને સંબોધ્યા હતા. તે જ દિવસે ‘સેવાવ્રત’ નાટક પણ રજૂ થયું હતું. આ ઉપરાંત સારગાછી હાઇસ્કૂલ – પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને નાટકની રજૂઆત થઇ હતી. માલદા મિશન શાળા અને છાંદિક નાટ્ય સંસ્થા, બેહરામપુરના વિદ્યાર્થીઓનું નાટક પણ રજૂ થયું હતું. ૧૫ મેથી ૧૮ મે ’૯૭ એમ ત્રણ દિવસનું સારગાછી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શન પણ યોજાયું હતું.
* મધ્ય પ્રદેશ : શ્રીરામકૃષ્ણ મિશન – વિવેકાનંદ આશ્રમ રાયપુરમાં ૧લી મેના ’૯૭ના રોજ વિશેષ પૂજા અને ૪થી મેના રોજ વિદ્વાનોનાં વકતવ્યો સાથે વિશાળ સભાનું આયોજન થયું હતું.
* મહારાષ્ટ્ર : શ્રીરામકૃષ્ણ મઠ, નાગપુરમાં સવારે વિશેષ પૂજા અને સાંજે જાહેરસભાનું આયોજન થયું હતું.
* શ્રીરામકૃષ્ણ મઠ- મિશન મુંબઇમાં ૧લી મેના રોજ વિશેષ પૂજા, હવન, ઉપરાંત સાંજના જાહેરસભાનું આયોજન થયું હતું.
* ગુજરાત : શ્રીરામકૃષ્ણ મિશન, લીંબડીમાં ૧લી મે, ’૯૭ના રોજ વિશેષ પૂજા ઉપરાંત ૧૦૦ ગરીબજનોને પ કિલો ઘઉં અને એક ચાદર (દરેકને) અપાયાં હતાં. સાંજે જાહેરસભાનું આયોજન થયું હતું.
* રામકૃષ્ણ મિશન શતાબ્દી મહોત્સવ નિમિત્તે શ્રીરામકૃષ્ણ મિશન લીંબડીના સ્વામીશ્રીએ ૨૬ શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લીધી અને સ્વામી વિવેકાનંદના જીવન અને સંદેશ તથા રામકૃષ્ણદેવના આદર્શો અને કાર્યો વિશે પ્રવચન આપેલ. દરેક સંસ્થાઓને રામકૃષ્ણ-વિવેકાનંદના સાહિત્યના ૧૩ પુસ્તકોનો એક સેટ ભેટ આપેલ. એરિયા પ્રમાણે સંસ્થાઓની યાદી આ પ્રમાણે છે. (૧) સાયલા અને ચોટીલા તાલુકાની ગ્રામ્ય વિસ્તારની ૧૧ શાળા (૨) અમરેલી શહેરની ૫ શાળાઓ, (૩) લીંબડી શહેરની ૪ શાળાઓ, (૪) આણંદ તાલુકાની ૬ શાળાઓ.
* મેઘાલય : શ્રીરામકૃષ્ણ આશ્રમ મિશન સેવાશ્રમ ચેરાપુંજીમાં નેત્ર ચિકિત્સા કૅમ્પનું ઉદ્ઘાટન ૨૦મી મે ’૯૭૦નાં રોજ મેઘાલય રાજ્યના કરવેરા અને એકસાઇઝના મંત્રી શ્રી ડૉ. એફ. એ. ખોંગ્લામના વરદ્ હસ્તે થયું હતું, જેમાં ૨૬૫ દર્દીઓને સેવા અપાઇ હતી.
* બિહાર : શ્રીરામકૃષ્ણ મઠ, જામતાડામાં ૨૧મી મે ’૯૭ના રોજ ૬૦ યુવાનો માટે યુવા નેતૃત્વ કૅમ્પનું આયોજન થયું હતું.
* ગુજરાત રાહત કાર્ય : રામકૃષ્ણ મિશનના પોરબંદર કેન્દ્ર દ્વારા ૧૨ અને ૧૩મી સપ્ટેમ્બરના રોજ પૂરથી પીડિત પોરબંદર અને આસપાસના ગામોના લોકોમાં ૧,૪૦૦ ફૂડ પૅકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
* પોરબંદર નેત્રયજ્ઞ : રામકૃષ્ણ મિશનના પોરબંદર કેન્દ્ર દ્વારા ૧૮મી સપ્ટેમ્બરના રોજ એક નિઃશુલ્ક નેત્રયજ્ઞનું આયોજન થયું હતું. આસપાસના ગામોના ૨૦૧ દર્દીઓએ તેનો લાભ લીધો હતો.
* લીંબડી નેત્રયજ્ઞ : રામકૃષ્ણ મિશનના લીંબડી કેન્દ્ર દ્વારા તા. ૧૬-૧૦-૯૭ના રોજ ‘નેત્રયજ્ઞ’નું આયોજન કરવામાં આવેલ. જેમાં કુલ ૧૩૭ દર્દીઓને (પુરુષ ૬૭, સ્ત્રી ૭૦) તપાસીને મફત દવા, ચશ્મા, ફૂડપૅકેટ વગેરે આપવામાં આવેલા. તેમ જ ૮ દર્દીઓ (પુરુષ ૨, સ્ત્રી ૬)ને આંખના જુદા – જુદા રોગોના ઑપરેશન માટે શિવાનંદ મિશન, વીરનગર લઇ જવામાં આવેલ.
રામકૃષ્ણ મિશન શતાબ્દી નિમિત્તે અખિલ ભારતીય યુવ-સંમેલન અને ભક્ત – સંમેલનનું આયોજન
રામકૃષ્ણ મિશનની શતાબ્દીની ભવ્ય ઉજવણીના ભાગરૂપે રામકૃષ્ણ મઠ અને મિશનના વડા મથક બેલુર મઠ ખાતે (કલકત્તાની પાસે) તા. ૩ અને ૪ ફેબ્રુઆરી ૧૯૯૮ના રોજ અખિલ ભારતીય યુવ-સંમેલનનું તેમજ તા.૭ અને ૮ ફેબ્રુઆરી ૧૯૯૮ના રોજ ભક્ત-સંમેલનનુ આયોજન કરવામાં આવ્યું છે. દેશ-વિદેશના સુપ્રસિદ્ધ વિદ્વાનો આ કાર્યક્રમોમાં વક્તવ્યો આપશે.
આ માટેનો પ્રતિનિધિ દીઠ ખર્ચ નીચે પ્રમાણે થશે –
પ્રવેશ ફી
યુવ-સંમેલન – રૂ. ૧૦૦/
ભક્ત-સંમેલન – રૂ. ૨૦૦/
આવાસ તથા ભોજન માટે વધારાની ફી
યુવ-સંમેલન – રૂ. ૨૦૦/
ભક્ત-સંમેલન – રૂ. ૩૦૦/
જેઓ આ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા હોય તેઓન પ્રવેશ-પત્ર મેળવવા તુરત આશ્રમનો સંપર્ક સાધવા વિનંતી.
શ્રીરામકૃષ્ણ મઠ-મિશનની શાળા – કૉલેજોના વિદ્યાર્થીઓની મહત્ત્વની સિદ્ધિઓ:
નરેન્દ્રપુર કૉલેજના વિદ્યાર્થીઓએ કલકત્તા યુનિ.ની બી.એસસી. પરીક્ષામાં ૧લું, ૮મું અને ૧૦મું સ્થાન – ગણિતશાસ્ત્ર વિષયમાં – પ્રાપ્ત કર્યું છે.
એવી જ રીતે શારદાપીઠ વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ ૪થા, ૫મા અને ૭મા સ્થાને ઉત્તીર્ણ થયા છે.
આંકડાશાસ્ત્ર વિષયમાં નરેન્દ્રપુર કૉલેજના વિદ્યાર્થીઓએ બીજું, ચોથું, પાંચમું, આઠમું અને નવમું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
રસાયણ વિજ્ઞાનમાં નરેન્દ્રપુરના વિદ્યાર્થીઓએ ૮મું અને શારદાપીઠના વિદ્યાર્થીઓએ ૧લું અને ૪થું સ્થાન મેળવ્યું છે.
ભૌતિકશાસ્ત્રમાં શારદાપીઠના વિદ્યાર્થીઓએ બીજું, છઠું અને આઠમું સ્થાન મેળવ્યું છે.
પશ્ચિમ બંગાળની ઉચ્ચતર માધ્યમિક બૉર્ડની પરીક્ષામાં નરેન્દ્રપુર કૉલેજના વિદ્યાર્થીઓએ ૩જું, ૪થું, પમું, ૬ઠું અને ૯મું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
* સૅન્ટ્રલ બૉર્ડ ઑફ સૅકન્ડરી ઍજ્યુકેશન, દિલ્હીની માધ્યમિક શાળાંત પરીક્ષાની મૅરીટ યાદીમાં ૪થા અને ૮મા સ્થાન અરુણાચલ પ્રદેશના આલોંગ શાળાના વિદ્યાર્થીઓને મળ્યાં છે. એ જ રીતે ઉચ્ચતર માધ્યમિક શાળાંત પરીક્ષાના વિજ્ઞાન વિભાગમાં રજો અને ૪થો ક્રમ પ્રાપ્ત કર્યો છે જ્યારે સામાન્ય પ્રવાહના વિષયોમાં પ્રથમ, દ્વિતીય અને પાંચમા ક્રમે આવીને વિદ્યાર્થીઓએ ઉજ્જવળ સિદ્ધિ મેળવી છે.
* પટણામાં યોજાયેલ જુનિયર-સિનિયર કક્ષાના વિદ્યાર્થીઓ માટેના બે દિવસના રાજ્યકક્ષાના વિજ્ઞાન સેમિનારમાં દેવધર વિદ્યાલયના વિદ્યાર્થીઓએ પ્રથમ સ્થાન મેળવ્યું છે.
* આ વર્ષના માધ્યમિક વિભાગના ઉત્તમ પરિણામ માટે મિદનાપુર શાળાને ૧૯૯૭નો મેધા પુરસ્કાર એનાયત થયો હતો.
ખોન્સામાં યોજાયેલ જિલ્લા કક્ષાના વિજ્ઞાન સેમિનારમાં નરોત્તમનગરની શાળાના વિદ્યાર્થીને બીજું પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું.
* નરેન્દ્રપુરની અંધ વિદ્યાર્થી એકૅડૅમીના બધા જ વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ગ મેળવ્યો છે. આમાંના ત્રણ વિદ્યાર્થીઓ ૭૫%થી વધુ ગુણાંક સાથે સફળ થયા છે.
* ચેન્નાઇની વિવેકાનંદ કૉલેજનો એક વિદ્યાર્થી મદ્રાસ યુનિવર્સિટી દ્વારા ૧૯૯૬માં લેવાયેલ બી.ઍસસી. (રસાયણ) પરીક્ષામાં પ્રથમ આવેલ છે. એ જ રીતે બી.એ. (તત્ત્વજ્ઞાન)માં પણ એક વિદ્યાર્થીએ પ્રથમ સ્થાન મેળવ્યું છે.
* મેઘાલય ઉચ્ચતર માધ્યમિક બૉર્ડની પરીક્ષામાં ચેરાપુંજી શાળાનો વિદ્યાર્થી બૉર્ડમાં ૧૦મા સ્થાને ઉત્તીર્ણ થયો છે.
Your Content Goes Here





