રશિયામાં રામકૃષ્ણ મઠના નવા કેન્દ્રનો પ્રારંભ

મૉસ્કો (રશિયા)માં રામકૃષ્ણ મઠનું શાખાકેન્દ્ર “રામકૃષ્ણ સોસાયટી વેદાન્ત સેન્ટર, મૉસ્કો”ના નામથી પ્રારંભ થયું છે.

રાષ્ટ્રીય યુવ-દિન/સ્વામી વિવેકાનંદ શિકાગો વિશ્વધર્મ પરિષદ સંભાષણ શતાબ્દી વર્ષના ઉપલક્ષ્યમાં યોજાનારી વિવિધ સ્પર્ધાઓ

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા સ્વામી વિવેકાનંદ શિકાગો વિશ્વધર્મ પરિષદ સંભાષણ શતાબ્દીવર્ષ, રાષ્ટ્રીય યુવ-દિન (12 જાન્યુઆરી) અને સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં કે.જી. થી 11-12 અને કૉલેજ કક્ષાનાં વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે તા. 24-1-94થી તા. 10-2-94 દરમ્યાન મુખપાઠ, વક્તૃત્વ, નિબંધ, વાર્તા-કથન, શીઘ્રચિત્ર, એકોક્તિ, ગીતગાન અને નાટ્ય સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલું છે.

ગુજરાતી અને અંગ્રેજી મુખપાઠ માટે:

બાલમંદિર, ધો. 1-2, ધો. 3-4, ધો. 5-6-7, ધો. 8-9-20, ધો. 11-12 એમ કુલ બાર વિભાગ રહેશે.

હિન્દી અને સંસ્કૃત મુખપાઠ માટે:

ધો. 5-6-7, ધો. 8-9-10, ધો. 11-12 એમ કુલ મળીને છ વિભાગો રહેશે.

વક્તૃત્વ સ્પર્ધા માટે:

ધો. 5-6-7, ધો. 8-9-10, ધો. 11-12 અને કૉલેજ એમ ચાર વિભાગ રહેશે.

નિબંધ-સ્પર્ધા, વાર્તાકથન અને એકોકિત માટે:

ધો. 5-6-7, ધો. 8-9-10 અને ધો. 11-12, પી.ટી.સી. તેમજ કૉલેજ એમ કુલ બાર વિભાગ રહેશે.

શીઘ્ર ચિત્ર સ્પર્ધામાં

ધો. 1-2, ધો. 3-4, ધો. 5-6-7, ધો. 8-9-10, ધો. 11-12 અને કૉલેજ એમ કુલ 6 વિભાગ રહેશે.

સ્વામી વિવેકાનંદ રચિત ગીતગાન સ્પર્ધામાં

પ્રાથમિક, માધ્યમિક – ઉચ્ચતર માધ્યમિક, કૉલેજ એમ ત્રણ વિભાગ રહેશે.

આ ઉપરાંત શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ વિચાર-પ્રચાર પરીક્ષાનું સંચાલન દર વર્ષની જેમ ફેબ્રુઆરીની 27મીએ થશે.

રાષ્ટ્રીય યુવ-દિન (12 જાન્યુઆરી) યુવ-સંમેલન

રાષ્ટ્રીય યુવ-દિન (12મી જાન્યુઆરી)ના ઉપલક્ષ્યમાં તા. 12મી જાન્યુઆરી, 1994ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં સવારે 8-00થી સાંજના 5-00 વાગ્યા સુધી યુવ-સંમેલનનું આયોજન થયું છે. સંમેલનમાં 15થી 35 વર્ષની ઉંમરવાળા ભાઈ-બહેનો રૂ. 10 સભ્ય ફી ભરીને જોડાઈ શકશે. શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ સાહિત્યનું અધ્યયન કરેલ હોય તેમને પ્રવેશ માટે પ્રાથમિકતા અપાશે.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના કાર્યાલયમાંથી સવારના 10થી 12 અને સાંજે 4થી 6 વચ્ચે પ્રવેશ પત્રો મળશે.

બેરોજગાર સ્નાતકો માટે ઉત્તમ તક

આજના યુવાનોની બેરોજગારી, હતાશા અને નિરાશને દૂર કરવા અને તેઓને ગ્રામ્ય વિસ્તારના લોકોની સમાજસેવાના ઉન્નત કાર્યમાં જોડાવા પ્રેરિત કરીને તેમને સ્વરોજગારીમાં વાળવા રામકૃષ્ણ મિશન સમાજ સેવક શિક્ષણ મંદિર, બેલૂર મઠ, હાવરા-711202 (પં. બંગાળ) દ્વારા ‘સમાજ સેવા’ પર નવ માસના તાલીમ વર્ગો ચાલે છે.

આ અભ્યાસક્રમમાં ગ્રામ્ય વિસ્તારના સ્નાતકો અથવા ધો. 12 પાસ કરીને પાંચ વર્ષનો ગ્રામ્ય વિકાસ અને ટૅક્નૉલોજીનો અનુભવ ધરાવતા 18થી 25 વર્ષની ઉંમરના યુવા ભાઈઓ ઉપર્યુક્ત સરનામે રૂ. 11 નો મ.ઓ. કરીને માહિતીપત્રક અને અરજીપત્રક મેળવી શકે છે. અરજી પહોંચાડવાની છેલ્લી તારીખ 28-2-94 છે. આ અભ્યાસકાર્યમાં રહેવા-જમવાની નિઃશુલ્ક વ્યવસ્થા છે.

Total Views: 326

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.