(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા સ્વામી વિવેકાનંદ – શિકાગો વિશ્વધર્મ પરિષદ સંભાષણ શતાબ્દી વર્ષના બીજા તબક્કાનો મહોત્સવ-૧૦ ફેબ્રુઆરી ૯૪થી ૧૭ ફેબ્રુઆરી ૯૪)

યુવ-સંમેલન:

રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજની અધ્યક્ષતા હેઠળ ૯૦૦ જેટલાં યુવા ભાઈ-બહેનોનું વિશાળ યુવ-સંમેલન ૧૩ ફેબ્રુઆરીના રોજ સવારે ૮થી ૧૨.૩૦ સુધીમાં મળ્યું.

આધ્યાત્મિક ભાવનાં ભજન-સંગીતથી ભક્તિભાવ સભર વાતાવરણ જામ્યું – સ્વામી જિતાત્માનંદજીના – ભજન-સંગીત અને સમૂહ ધ્યાનથી.

રામકૃષ્ણ મિશન, રાયપુર (મ.પ્ર.)ના સૅક્રેટરી સ્વામી સત્યરૂપાનંદજી મહારાજે ચિર યુવા-પ્રેરણાદાતા, બધી વિપત્તિઓમાં અચળ નિર્મળ રહેનાર સ્વામીજીના ચારિત્ર્યને નજર સામે રાખીને યુવાનોને ચાલવા અનુરોધ કર્યો. વ્યક્તિત્વ ઘડતર માટે – ચારિત્ર્ય નિર્માણ માટે એમણે વિવિધ દૃષ્ટાંતો દ્વારા પવિત્રતા, નિઃસ્વાર્થતા, આત્મશ્રદ્ધા-સંયમ, સંઘર્ષ માટે વૃત્તિ, ભીતર અને બાહ્ય પ્રકૃતિ ૫૨ વર્ચસ્વ, કર્મશીલતા – ઉચ્ચ જીવનના આદર્શને સરળ શૈલીમાં સમજાવ્યો હતો.

શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે રામકૃષ્ણ સંઘના અધ્યક્ષશ્રી શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજના આશીર્વાદ પાઠવ્યા હતા. તેમણે યુવાનોને કહ્યું: “સ્વામીજીની જેમ મર્દ બનો. ભીમ-અર્જુનનો આદર્શ રાખો. સીતા – સાવિત્રી – દમયંતીનો આદર્શ રાખો. તમારો જીવનદીપ પ્રગટાવો અને એક દીવાથી બીજા દીવડા પ્રગટાવો.”

રામકૃષ્ણ મઠ, મુંબઈના અધ્યક્ષ સ્વામી વાગીશાનંદજી મહારાજે પોતાના વક્તવ્યમાં જણાવ્યું: શક્તિ, ચારિત્ર્યનિર્માણનો પાયો છે. દેશના સાર્વત્રિક કલ્યાણ માટે બળવાન, શ્રદ્ધાવાન અને કર્મઠ બનવાનો, સૌને માટે જીવવાનો આદર્શ રાખવા આગ્રહ કર્યો હતો.

આ પ્રસંગે સ્વામી મુક્તિનાથાનંદજી, સ્વામી શ્રીકરાનંદજી, સ્વામી શુદ્ધરૂપાનંદજીનાં પ્રેરણાદાયી પ્રવચનો પણ હતાં. જિલ્લા કલેક્ટર શ્રી એસ. જગદીશન અને મ્યુનિ. કમિશ્નર શ્રી આઈ. પી. ગૌતમે પણ યુવાનોને સંબોધ્યા હતા. પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ રસપ્રદ રહ્યો હતો.

સ્વામી વિવેકાનંદની કાંસ્ય પ્રતિમાઓનું અનાવરણ:

રામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સૅક્રેટરી શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના વરદ હસ્તે રાજકોટમાં ઈજને૨ કચેરી પાસે સ્વામી વિવેકાનંદની સાડા સાત ફૂટના કદની પ્રતિમાનો અનાવરણ વિધિ તા. ૧૩-૨-૯૪ના રોજ ૧૧ વાગ્યે પૂર્ણ થયો.

આ પ્રસંગે શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજીએ યુવા ભાઈ-બહેનોને કહ્યું હતું: “પરિવ્રાજક રૂપે ભારતભરમાં ફરેલા, સૌના પ્રેરણાદાતા સ્વામી વિવેકાનંદ ભારત અને પશ્ચિમના ભાવ સાથે તમારી સામે બેસી ગયા છે. એમની પાસેથી સૌમાં ઈશ્વરને જોવાનો અને સૌની સેવા કરીને વસુધૈવ કુટુંબકમ્-ની ભાવનાને જીવવાનો આદર્શ શીખજો. સ્વામીજીના આશીર્વાદ આપ સૌ ૫૨ વરસતા રહો.” નગરના અગ્રણીઓ, સંન્યાસીઓ, ભાવિકજનો અને યુવા ભાઈ-બહેનોની આ સભાને જિલ્લા કલેક્ટરશ્રી એસ. જગદીશન, મ્યુનિ. કમિશ્નર શ્રી આઈ. પી. ગૌતમ અને સ્વામી જિતાત્માનંદજીએ સંબોધી હતી.

૧૧મી ફેબ્રુઆરીએ વડોદરામાં અને ૧૨મી ફેબ્રુઆરીએ લીંબડીમાં સ્વામી વિવેકાનંદની આવી જ પ્રતિમાઓનો અનાવરણ વિધિ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના વરદ હસ્તે સમ્પન્ન થયો હતો.

શૈક્ષણિક – પરિસંવાદ:

૧૪મી ફેબ્રુઆરી, ’૯૪ના સવારે ૮.૩૦થી સાંજના ૪ સુધી ૩૦૦ જેટલાં શિક્ષક ભાઈ-બહેનો સાથે એક શૈક્ષણિક-પરિસંવાદ યોજાયો હતો. આ પરિસંવાદમાં આજનું શિક્ષણ, સ્વામી વિવેકાનંદ અને કેળવણી, રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા ચાલતી શૈક્ષણિક સંસ્થાઓની વિકાસગાથા, આજની શિક્ષણની સમસ્યાઓ અને રામકૃષ્ણ – વિવેકાનંદ ભાવધારાને સાથે રાખીને તેનું નિરાકરણ વગેરે વિષયો પર શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ, ઉપરાંત સ્વામી સત્યરૂપાનંદજી, સ્વામી શ્રીકરાનંદજી, સ્વામી મુક્તિનાથાનંદજી, સ્વામી જિતાત્માનંદજી અને ઉપસ્થિત આચાર્યો અને શિક્ષકોનાં વક્તવ્યો અને પ્રતિભાવો સૌને માટે પ્રેરણાદાયી બન્યાં હતાં.

જાહેરસભાઓ:

વડોદરામાં તા. ૧૦મી ફેબ્રુઆરીએ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજની અધ્યક્ષતામાં જાહેર સભાનું આયોજન થયું હતું.

રાજકોટમાં શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજની અધ્યક્ષતામાં ૧૩મી ફેબ્રુઆરીએ ‘સ્વામી વિવેકાનંદ અને ભારતનું ભાવિ’ અને ૧૪મી ફેબ્રુઆરીએ ‘આધુનિક વિશ્વ માટે સ્વામી વિવેકાનંદનો સંદેશ’ વિષયો ૫૨ જાહે૨ સભાઓનું આયોજન થયું હતું, જેમાં સ્વામી વાગીશાનંદજી, સ્વામી સત્યરૂપાનંદજી અને સ્વામી શ્રીકરાનંદજીએ પોતાનાં વક્તવ્યો આપ્યાં હતાં.

તા. ૧૫ ફેબ્રુઆરીના રોજ ધાણેટી (કચ્છ) અને આદિપુર (કચ્છ) અને તા. ૧૬ ફેબ્રુઆરીના રોજ ભૂજમાં જાહેર સભાઓનું આયોજન શ્રીમત્ સ્વામી સત્યરૂપાનંદજીના અધ્યક્ષસ્થાને થયું હતું. આ જાહેર સભાને સ્વામી શ્રીકરાનંદજી અને સ્વામી નિખિલેશ્વરાનંદજીએ સંબેાધી હતી.

તા. ૧૭મી ફેબ્રુઆરીએ જાણીતા સાહિત્યકાર શ્રી યશવંત શુક્લના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં જાહેર સભાનું આયોજન થયું હતું; જેમાં શ્રીમત્ સ્વામી સત્યરૂપાનંદજી, સ્વામી શ્રીકરાનંદજી તથા સ્વામી નિખિલેશ્વરાનંદજીએ વક્તવ્યો આપ્યાં હતાં.

સાંસ્કૃતિક કાર્યક્રમો:

૧૨ ફેબ્રુ. સાંજના ૭.૩૦થી ૯.૩૦ સુધી શ્રી જયંતીભાઈ પટેલનાં ભજનો, સ્વામી નારાયણ ગુરુકુળ મંદિરના વિદ્યાર્થીઓના દાંડિયારાસ અને શ્રીરામકૃષ્ણ આશ્રમના વિદ્યાર્થીઓ દ્વારા ભજવાયેલ નાટક “લીંબડીમાં સ્વામી વિવેકાનંદ” સૌનું આકર્ષણ બની ગયાં.

શ્રીરામકૃષ્ણ – વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદ – ગુજરાતની પહેલી સભા

‘શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદ – ગુજરાત’ની પહેલી સભા તા. ૧૩મી ફેબ્રુઆરીના રોજ રાજકોટમાં યોજાઈ હતી. જેમાં ભક્તજનો દ્વારા ચાલતાં વિવિધ કેન્દ્રોના પ્રતિનિધિઓને શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજનું વિશિષ્ટ માર્ગદર્શન મળેલ.

શ્રી રામકૃષ્ણ આશ્રમ દ્વારા દ્વારકા તાલુકામાં દુષ્કાળ રાહતકાર્ય

શ્રીરામકૃષ્ણ આશ્રમ દ્વારા દ્વારકા તાલુકાના ખતુંભા ગામમાં ૧૬૧ કુટુંબોને અને ગોરીયાણી ગામના ૧૧૮ કુટુંબોને અનાજ, કાપડ અને સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલાં પણ ભાણવડ તાલુકાના કાટકોલા ગામના પશુઓને પશુ આહાર અને દવા આપવામાં આવ્યાં હતાં. આ રાહતસેવા કાર્યમાં રૂપિયા અઠ્ઠાવીસ હજા૨ વાપરવામાં આવ્યા છે.

Total Views: 303

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.