પ્રવાજિકા ગાયત્રીપ્રાણા વેદાંત સોસાયટી ઑફ નૉર્ધન કૅલિફૉર્નિયા સાન્‌-ફ્રાંસિસ્કોમાં સાધ્વી છે. તેઓ શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદની ભાવધારાના પ્રકાશે વેદાંત પર ઘણું અભ્યાસ-સંશોધન કાર્ય કરી રહ્યાં છે. – સં.

વ્યવહારુ વેદાન્ત વિશે ભારતીય દૃષ્ટિકોણ

શ્રીરામકૃષ્ણ, શ્રી સારદાદેવી, સ્વામી વિવેકાનંદ અને શ્રીઠાકુરના સુવિખ્યાત શિષ્યોએ જે વેદાન્ત જીવી બતાવ્યું અને ઉપદેશ્યું, તેને સ્વામી વિવેકાનંદના શબ્દોમાં ‘અભિનવ વિચારવળાંક’ અથવા ‘નવું જીવન’ કહેવામાં આવે છે. આ વિચારવળાંકે માનવજાતિની સમકાલીન આવશ્યક્તાની પૂર્તિ માટે અને માનવજાતિનો પૂર્ણતર રીતે નૂતન વ્યવસ્થામાં વિકાસ કરવા માટે યથોચિત અનુસન્ધાન કર્યું. લગભગ સોએક વરસથી પણ વધારે વરસ પહેલાં એનો પ્રથમ ઉદ્‌ભવ થયો, ત્યારથી માંડીને આજ સુધી એને ‘વેદાન્ત’ એવું પરંપરાગત નામ આપવામાં આવ્યું છે. ભલે એને ‘નવ્યવેદાન્ત’ કે ‘વિજ્ઞાન્તદ્વૈત’ એવાં વિશેષણો આપવામાં આવ્યાં હોય! તુરીય અવસ્થામાંથી વ્યુત્થાન પામેલા અને જગતમાં આનંદપૂર્વક જીવવા માગતા અને સચ્ચિદાનંદ સાથેની એકતા અને લીલામાં વ્યસ્ત માનવ માટે ‘અદ્વૈત’ શબ્દ છે. આ તુરીય અવસ્થામાં સમગ્ર વિશ્વ દિવ્ય સ્વરૂપે જ દેખાય છે. અર્થાત્ પોતાના જ વિજ્ઞાની સ્વરૂપે દેખાય છે.

આ વેદાન્તનું ત્રીજું વિશેષણ, ‘વ્યવહાર વેદાંત’ નામે જે આપણે વારંવાર સાંભળતા આવ્યા છીએ તે શબ્દને વિવેકાનંદે પોતે જ ઘડ્યો છે અને પૂર્વ તથા પશ્ચિમમાં એનો ઉપયોગ કર્યો. છે. આ શબ્દ ઘણો સરળ છે અને હમણાં ઉપર દર્શાવેલા બે શબ્દો કરતાં ઘણો ઓછો વિરોધાભાસી છે. ગમે તેમ પણ જ્યારે કોઈ માણસ વાસ્તવિક સંજોગોમાં આ શબ્દનો વિચાર કરે છે, ત્યારે એ સ્પષ્ટ થાય છે કે આ ‘વ્યવહારુ’ શબ્દના એક કરતાં વધારે અર્થો થાય છે. એમાંનો ખૂબ જાણીતો અર્થ, ‘કંઈક નક્કર, રચનાત્મક અને પ્રગતિશીલ કાર્ય દ્વારા લક્ષિત’ એવો થાય છે. અને એનો પ્રતિયોગી શબ્દ છે- ‘સૈદ્ધાન્તિક, આદર્શમય અને કાલ્પનિક.’

ઉપર જણાવેલી બધી બાબતો તો સ્પષ્ટ જ જણાય છે અને ભારતમાં સ્વામી વિવેકાનંદનો આ વિશેનો ઉપદેશ તો ચોક્કસપણે ‘અદ્વૈતને વ્યવહારુ’ બનાવવાનો, એટલે કે ‘અન્ય માટે જીવી જાણવાનો’ જ છે. એમને એવું લાગ્યું કે ભારતીય જનો ઘણા લાંબા વખતથી કેવળ સૈદ્ધાન્તિક આદર્શો અથવા કલ્પનાઓથી પારલૌકિક અને જીવનવિમુખી આદર્શોમાં ડૂબી ગયા હતા. તેમને ફરી એક વખત તેમના ભવ્યતમ ભૂતકાળની અક્ષુણ્ણ સંપદા અને સંસ્કૃતિ તરફ પાછા વળીને તેના પર પ્રભુત્વ મેળવવાના પ્રયત્નમાં જોડવા તેઓ ઇચ્છતા હતા. તત્કાલીન ભારતની ભયંકર ગરીબી, અશાન, આત્મશ્રદ્ધાનો અભાવ વગેરેને નજરમાં રાખીને તેઓ આ એકદમ જલદી કરવા ઇચ્છતા હતા. એટલે તેમણે જીવનના દરેક ક્ષેત્રે માનવજાતની સેવા કરવા ઉપર ભાર મૂક્યો. જીવતા જાગતા ઈશ્વરની પૂજા-સૌ માનવદેહધારી જીવંતપ્રાણીરૂપ-ઈશ્વરની પૂજા-ઈશ્વરના વૈયક્તિક અને વૈશ્વિક રૂપની પૂજા’-પર ભાર મૂક્યો. મધ્યકાલીન વેદાન્ત તો વેદાન્તની લોકોત્તર પારલૌકિકતા બાબત તરફ જ વળેલું હતું અને વારંવાર એણે જીવતા-જાગતા ઈશ્વરની તેમ જ એના અનંત આભાસોથી ભરેલા આ વિશ્વની અવગણના કર્યા કરી હતી, તેનાથી આ વાત તદ્દન ઊલટી જ છે. હવે તો માનવજાત જ ભારતનો ઈશ્વર બનવાની છે અને તેની શારીરિક, ભાવાત્મક, બૌદ્ધિક કે આધ્યાત્મિક સેવા જ સર્વપ્રથમ કર્તવ્ય છે, ધર્મ છે, સનાતન ધર્મ છે.

વ્યવહાર વેદાન્તનો પશ્ચિમી દૃષ્ટિકોણ

જ્યારે આપણે સ્વામી વિવેકાનંદે ‘વ્યવહારુ વેદાંત’ના પશ્ચિમમાં રજૂ કરેલા વિચારી તરફ વળીએ છીએ, ત્યારે એની કાર્યસૂચી આપણને જુદી લાગે છે. કોઈ જ માર્ગદર્શક સિદ્ધાન્ત વગર સતત અને સખત લોક હિત કરવું એવું સિદ્ધાન્તસૂત્ર પશ્ચિમમાં હજારો વરસથી જબરદસ્ત રીતે પ્રયોગાન્વિત થતું રહ્યું છે. પશ્ચિમ ભૌતિક જગતની ભારે મોટી પકડમાં આવી ગયું હતું અને માનવપ્રાણીઓને યંત્રોમાં ફેરવી રહ્યું હતું. માનવ અસ્તિત્વના ખરા કારણને એ જાણતું ન હતું. એટલે સ્વામી વિવેકાનંદ પશ્ચિમ વિશે કહેતા કે આવતાં પચાસ વરસમાં આ અસ્તિત્વ ભયંકર વિનાશ તરફ દોરી જશે. તેમને જાણ થઈ ગઈ હતી કે પશ્ચિમ પોતાનાં વિવિધ વ્યવસાયો વચ્ચે, અત્યાર સુધી મરી ગયેલા ઈશ્વરને ફરીથી બધાની વચ્ચે નિયામક રૂપે જીવતો જાગતો જોવા ઝંખી રહ્યું છે. અને આમ છતાં વળી એ જીવો-જાગતો ઈશ્વર, પરંપરામાં જેમ મનાતું તેમ હવે ‘વિશ્વની બહારનો’ તો ન જ હોવી જોઈએ. પણ વિશ્વમાં જ અનુસ્મૃત હોવો જોઈએ, વિશ્વના અણુએ અણુમાં વ્યાપ્ત હોવો જોઈએ અને ભૌતિકતાની મર્યાદાથી માંડીને પૂરેપૂરા માનવજીવની સંપૂર્ણતા સુધી, પોતાના સહજસ્વભાવ પ્રમાણે સતત કાર્યશીલ- ગતિશીલ હોવો જોઈએ. પશ્ચિમમાં લક્ષ્ય બહુધા ભૂખ્યાં જનોને ખવડાવવાનું નથી, પણ આનંદ કરવાનું છે અને એ આનંદ પણ એક નાનકડા શરીરમાં રહેલી ચેતના પૂરતો જ ન હોવો જોઈએ. પણ એક કરતાં બે શરીરોમાં રહેલી ચેતના એ ચોક્કસ વધારે માણી શકે. શરીરોની વધતી જતી સંખ્યામાં રહેલી વધુમાં વધુ ચેતનાઓના પ્રમાણમાં આ આનંદનું માપ નીકળી શકે છે. આ આનંદનું અંતિમ લક્ષ્ય “એની ચરમસીમા તો ત્યારે હાસલ કરી શકાશે કે જ્યારે આ સમગ્ર વિશ્વમાં આ આનંદ છવાઈ જાય.

આ કાર્યસૂચી, પહેલાં આપણે ભારત માટે દોરેલી કાર્યસૂચી કરતાં સાવ જુદી જ છે. એ રીતે આપણે કહી શકીએ કે સામાન્ય અર્થમાં એ ‘વ્યવહારુ’ કરતાં સાવ વિરોધી અર્થવાળી છે. ઊલટાની એ વધારે સૈદ્ધાન્તિક આદર્શવાળી અને કાલ્પનિક છે. એ માનવીને ઈહલોકમાંથી પરલોક તરફ દોરી જાય છે. છતાં પણ આપણે જો પશ્ચિમની જનતાની જ દૃષ્ટિએ જોઈએ તો આ કાર્યસૂચી પશ્ચિમની સમસ્યાઓ પરત્વે સીધી રીતે પોતાની અસર પાડે જ છે. આપણે એવી શંકા કરી શકીએ ખરા કે આ વીસમી સદીના ભયંકર સર્વનાશ તરફ દોરી જનારી આ અવર્ણનીય સ્થિતિ માટે કોઈ અનુભવહીન સત્યની ખામી જ જવાબદાર છે? અને સ્વામી વિવેકાનંદે દર્શાવેલા ભવિષ્યના કાર્યક્રમ ઉપર આશંકા રાખી શકાય ખરી? આ ભયંકર સમસ્યાઓ ‘સૈદ્ધાન્તિક’ ઉત્તર તપાસતાં પોતપોતાની રીતે સૌએ ‘વ્યવહારુ’ બનવાનું છે એટલે જ સ્વામી વિવેકાનંદે ભારત માટે એવો (ઉપરનો) નિર્દેશ કર્યો છે.

કઈ રીતે આપણે આ ‘વ્યવહારુપણા’નો આપણી પાયાની પરિભાષાઓ સાથે મેળ બેસાડી શકીએ? દાખલા તરીકે શું એવો મેળ આપણને કશુંક નક્કર આપી શકે ખરો? હા, એ ‘સિદ્ધાન્ત’ને નક્કર સ્વરૂપ આપી શકે છે. એવો તે ઈશ્વર કેટલી નક્કર વાસ્તવિકતા છે કે જેના દ્વારા ત્વચા સ્પર્શી શકે છે, આંખો જોઈ શકે છે અને વિશ્વ વાસ્તવિક બની જાય છે! ભારતની પરંપરાગત વિચારધારામાં તો આ ધારણા સ્વયંસિદ્ધ જ છે. પણ પશ્ચિમની વિચારસરણીમાં એ કોઈ પણ ઉપયોગી જીવનમૂલ્ય વગરનો અને ફક્ત સૈદ્ધાન્તિક જ છે. પ્રૉફેસ૨ કાર્લયુગ કહે છે તેમ, પશ્ચિમે એવો નક્કર સિદ્ધાન્ત શોધવો રહ્યો કે જેથી ઈશ્વરને જોઈ શકાય, સાંભળી શકાય, એને સ્પર્શી શકાય, એનો સ્વાદ માણી શકાય અને એને સૂંઘી પણ શકાય. અર્થાત્ આપણાં જીવનનું મધ્યબિંદુ એને બનાવી શકાય. એને પાયાની વાસ્તવિકતા બનાવી શકાય કે જેનાથી જ બાકીના બધાને મૂલવી શકાય.

આવી નક્કર વાસ્તવિકતાનો સ્વીકાર કરીએ અને આપણી પરિભાષાને પૂર્ણરૂપ આપીએ, તો કઈ રીતે તે આ જગતમાં વ્યવહારુપણે આપણી પાસે કાર્ય કરાવી શકે અને આપણાં કાર્યોને આગળ ધપાવી શકે? સ્વામી વિવેકાનંદનો ઉત્તર એ છે કે “પહેલાં જગતની વ્યાખ્યા કરો, ઈશ્વર પોતે જ જગત છે.’ આપણે જગતને અને જીવોને દિવ્યરૂપે જોતા થશું તેમ તેમ આપણામાં અનિવાર્ય રીત તેમના તરફ એક સન્માનનું, જવાબદારીનું અને દરેકે દરેકમાં રહેલી પાયાની એકતાની ભાવનાનું વલણ ઊભું થતું જશે, પરસ્પરની સંવાદિતા સાધવાનો આ એક જ માર્ગ છે. પશ્ચિમમાં આ વલણની ભયંકરમાં ભયંક૨ ઊણપ હતી. પશ્ચિમનો જરીપુરાણો દ્વૈતી ઈશ્વર-જગતની બહારનો ઈશ્વર-અવશ્ય જ હવે ‘મરી ગયો છે’ અને તેની સાથોસાથ, એકત્ર થઈ જવાની ગમે તેટલી શક્તિ પોતે હાંસલ કરી હોવા છતાં પશ્ચિમ પણ ઘસડાઈ ગયું હતું. આ સાંધામાંથી જ્યારે પશ્ચિમ કપાઈ રહ્યું હતું ત્યારે તીવ્રતાથી એવા એક “નવા ઈશ્વર’ને ઝંખી રહ્યું હતું કે જે અંતર્યામી અને આંતરિક હોય, નિરાકાર હોય આવા આંતરિક અને નિરાકાર ઈશ્વરને ભલે કેવળ બુદ્ધિગમ્ય રીતે અને ફક્ત આદર્શ તરીકે શોધવામાં પણ ત્યાંના રંગદર્શી તત્ત્વજ્ઞાનીએ અઢારમી અને ઓગણીસમી સદીમાં ભારે મથામણ કરી હતી. પશ્ચિમ આ ‘શું’ માટે કામ કરી રહ્યું હતું; અને સ્વામી વિવેકાનંદે તે ‘કેવી રીતે’નું ત્યાં જાગરણ કર્યું. તેમણે એ નિર્દેશિત કર્યું કે કોઈ પણ જાતના અપવાદ વગર, કોઈ પણ શક્તિ વગર અન્ય તરફનો નિઃસ્વાર્થ પ્રેમ માનવમાં મૂળથી જ સ્વભાવગત રહેલ પ્રેમ-અને વાસ્તવિકતાની-પરમાર્થના આદર્શની પ્રતીતિ કે જે કશાયને અલગ રાખતી નથી તે જ માનવમાં દિવ્યતાના પ્રતિષ્ઠાપનનો ખરો અર્થ છે. આ દિવ્યતા અવશ્ય ઈશ્વરની જ છે, પણ એ પોતે માનવજાતિમાં અચૂક રીતે વિસ્તરે છે. પશ્ચિમ આ સમજી શક્યું, સ્વીકારી શક્યું અને છેવટે એ માટે એ પોતે પ્રયત્ન પણ કરી શક્યું.

‘વ્યવહારું’ સિવાય આ બધું શું છે ભલા? આ પ્રશ્નનો જવાબ સ્વામી વિવેકાનંદ ભારતમાં હતા ત્યારે પશ્ચિમને એની ચોક્કસ આવશ્યકતાના રૂપમાં આનો ઉત્તર આપી રહ્યા હતા. આ આવશ્યકતાઓ પૂર્વપશ્ચિમની અરસપરસની અવળીસવળી લેવડદેવડની હતી. કારણ કે બન્ને જુદી જુદી દિશાઓમાં હતા, એમ કહી શકાય. ભારતને માનવજાતમાં દિવ્યતા માટે જોડાવાનું હતું અને પશ્ચિમને પોતાની માનવીય દુનિયાને દિવ્યતા સાથે જોડવાની હતી. આ પ્રમાણે વ્યવસ્થા કરવાથી આપણે જોઈ શકીએ છીએ કે એ બન્ને દિવ્યતા અને માનવતાને એક સાથે જોડવા પ્રયત્નશીલ હતા. પણ એ બન્નેની દિશાઓ જુદી જુદી હતી. પશ્ચિમે કરેલા પહેલાંના પ્રયાસોની પેઠે એ દિવ્યતાનો અસ્વીકાર પણ ન હતો કે મધ્યકાલીન ભારતે કરેલ માનવજાતનો અનાદર પણ ન હતો. પરંતુ એ બન્નેનો જોડવાનો એક અભિન્ન પંથ હતો. એ બન્ને જાણે કે સરખું જ મહત્ત્વ આપે છે. વેદાન્તનું આ નવું તાજું રૂપ કોઈ ટૂંકા ગાળાનું કામચલાઉ જન હતું. એક રીતે માનવ અને દિવ્યતાનું આ જોડાણ ઘણું ‘વ્યવહારુ’ છે. કદાચ આપણે અત્યાર સુધી જે બધું કહ્યું છે, તેના કરતાં પણ વધારે વ્યવહારુ છે. કારણ કે એ ભારત સાથે (અને સામાન્ય પણે પૂર્વને) પશ્ચિમ સાથે એક છત્ર નીચે ભેગાં કરે છે. એ એક એવું કોષ્ટક રચી આપે છે કે જેમાં ભારત ઈશ્વરથી માનવતા તરફ અને પશ્ચિમ માનવતાથી ઈશ્વર તરફ જવાના માર્ગને મોકળો બનાવી શકે. અને પરિણામે એ રસ્તે બન્નેનો ભેટો થઈ જાય, એક બીજાને ઓળખે-પિછાણે અને અભિનવ અને ખૂબ ગહન આનંદ માણે.

પૂર્વપશ્ચિમનાં મોટા ભાગનાં પ્રવચનોમાં વ્યવહાર વેદાન્તવિચારનો વિકાસ

ભારત અને પશ્ચિમના માર્ગોને જોડવાના – મેળ બેસાડવાના પરિપ્રેક્ષ્યમાં વ્યવહારુ વેદાન્તનો વિચાર કરતાં આપણે સ્વામીજીમાં બે પ્રવચનો તરફ નજર કરીએ. એમાં સ્વામી વિવેકાનંદે આ મુદ્દા પર ખૂબ ભાર મૂક્યો છે. તે આપણેને આ મુદ્દાની વિસ્તૃત છણાવટ અને પૂરી પાડે છે.. એ પ્રવચનોમાંનું એક ૧૮૮૭ની સાલમાં, નવેમ્બર માસમાં લંડનમાં ‘વેદાન્ત’ એ શીર્ષકનું હતું અને બીજું પ્રવચન ૧૮૯૬ના નવેમ્બર માસમાં લંડનમાં ‘વ્યવહારુ વેદાન્ત’ શીર્ષકવાળું હતું. એની સાથે હું તેમણે એ જ સમયગાળામાં આપેલા ‘ધર્મ અને હેતુ’ને પણ ઉમેરીશ. એ પણ એક રીતે વ્યવહારુપણાના આગળના વિકાસના મુદ્દા રૂપ જ છે. આ પ્રવચનોમાં સમાનતા એ છે કે સ્વામી વિવેકાનંદના કર્તવ્યના પહેલા જ ઘાવ રૂપે એ જાણે કે અપાયાં હતાં. તેમને મધુપ્રમેહનો રોગ લાગુ પડ્યો અને એમના કામને ઓછું અને કાબૂમાં રાખવા માટે તેઓ લાચાર બન્યા અથવા તો કર્તવ્યનો પ્રકાર બદલવા વિવશ બન્યા, તે પહેલાંનાં પૂર્વ અને પશ્ચિમમાંનાં એ પ્રવચનો હતાં. આ પ્રવચનો લાંબાં, જાદુઈ, પદ્ધતિસરનાં અને વ્યવહારુપણાના વિષય પર આધારિત હતાં. આ પ્રવચનોના કેટલાક મુદ્દાઓ આપણે જોઈએ, એની દલીલો તપાસીએ અને પૂર્વ-પશ્ચિમ માટે તેમણે જેના ઉપર ભાર મૂક્યો છે, તે પણ જોઈએ.

આ પ્રવચનોમાંનાં દરેકમાં કોઈ એવું પાયાનું વિધાન છે ખરું કે જે વ્યવહારુ વેદાન્તની, પૂર્વ અને પશ્ચિમ – બન્ને માટે એક ભૂમિકા રચવામાં મદદ કરી શકે? ભારતમાં આપણને એવો વિચાર મળે છે કે ‘ઈશ્વર સર્વશક્તિમાન છે.’ આ વિચાર પાછળનો માર્ગદર્શક સિદ્ધાન્ત, ‘દિવ્યતાનું પ્રકટીકરણ’ એવો થાય છે. ભારતનો આ અંતર્યામી અને શાશ્વત આત્મા કોઈ પડદા પાછળ છુપાયેલો – બૌદ્ધિક કે તાર્કિક આચ્છાદનવાળો કે અસ્પષ્ટ-ધૂંધળો નથી, પણ એક ગતિશીલ અને એની ઝંખના કરનાર માટે હાથવગો જ છે, એની શક્તિનો નિઃસ્વાર્થ અને જનહિતાર્થે ઉપયોગ કરવા સજ્જ માનવ માટે એ હાજરાહજૂર જ છે. પશ્ચિમમાં આપણને એવું જોવા મળે છે કે ‘સમગ્ર વિશ્વનો સંપૂર્ણ સરવાળો ઈશ્વર જ છે.’ ‘ભૌતિક પદાર્થોમાં જે કંઈ સાચું છે, તે ઈશ્વર છે.’ અહીં આપણે ચેતનાની અંતર્યામિતા અને સર્વવ્યાપકતા ઉપર ભાર મૂકેલો જોઈએ છીએ. ભારત જે ઈશ્વરીય શક્તિના ઉપયોગની વાત કરતું હતું તેની પશ્ચિમને જરૂર જણાતી ન હતી. એને તો એની પાછળના નિયામક સિદ્ધાન્તને જાણવાની જરૂર હતી અને એ જ્ઞાન આધ્યાત્મિકતાને નિરર્થક બનાવી રહ્યું હતું.

આ સિદ્ધાન્તોના પ્રકાશમાં આપણે આપણી માનવીય દુનિયા તરફ કેવી રીતે જોવું? ભારતમાં તો માનવજાત માટેનું મુખ્ય કર્તવ્ય સાક્ષાત્ શ્રીકૃષ્ણ ભગવાનના ઉપદેશ પર આધારિત છે.

જેમનાં મન સમત્વમાં દૃઢ રીતે સંલગ્ન છે, તેમણે આ જિંદગીમાં જ જીવતે જીવંત સ્વર્ગ પર વિજય મેળવ્યો છે. કારણ કે ઈશ્વર બધામાં સરખો અને વિશુદ્ધ છે. એથી એવા લોકો જીવન્મુક્ત-ઈશ્વરમાં જ જીવતા કહેવાય છે.

ઈશ્વરની શક્તિ જો ખરેખરી પ્રભાવક હોય, તો એ કોઈ પણ અવરોધ વગર કે નુકસાન વગર પરિવર્તન કરનારા દ્વારા ઉત્સ્ફુર્જિત થવી જોઈએ. અને આવો ‘પરિવર્તન કરનાર’ માનવ આત્મા છે. અને જાતિ-પાંતિ, ધન, જુલ્મ કે જુલ્મનો ભોગ બનેલ જેવા કોઈ પણ ભેદભાવમાં વસતો નથી. એ તો પોતાના આત્મામાં જ રમમાણ હોય છે. અને આત્માને જ સેવે છે. અને દરેક રૂપને પ્રગટ કરતો રહે છે. આવો પુરુષ ‘ઈશ્વરમાં જીવતો’ (જીવન્મુક્ત) કહેવાય છે એ કોઈ પૌરાણિક કે મૂર્તિમય ઈશ્વર નથી પણ જીવતો-જાગતો, શ્વાસ લેતો, પ્રતિસાદ આપતો માનવીય ઈશ્વર છે. (ઘણી વખત એ પ્રતિસાદ આપણે ઇચ્છેલો નથી હોતો) એમાં એની લીલાના કે સંઘર્ષના સૂર હોય છે. એથી એ આપણા આધ્યાત્મિક જીવનને સજગ રાખે છે.

પશ્ચિમમાં પ્રશ્ન આ પ્રકારનો હશેઃ “ઈશ્વર ખરેખર શું છે? શું તે વાસ્તવિક રીતે સત્ય છે ખરો?’ એનો જવાબ આ છે ‘આશ્ચર્યમય જીવતો-જાગતો ઈશ્વર જ વિશ્વમાં મોટી વાસ્તવિકતા, હકીકત છે… એની પૂજા, તમારી પૂજા કરવા કરતાં બીજું વળી શું વધુ વ્યવહારુ હોઈ શકે? હું તમને ઈશ્વર તરીકે જોઉં છું, અનુભવું છું, જાણું છું. અહીં લગી તો ભારતમાં મનાયું છે તેમ જ માનવમાં ઈશ્વરને જોવાનું બરાબર મળતું આવે છે, પરન્તુ, અહીં જેટલો દેવ સ્વયં ઉપર ભાર મૂકવામાં આવ્યો છે તેનાથી ‘પરિવર્તન કરનાર’ના વર્તનની સાધનસામગ્રી ઉપર ઘણો ઓછો ભાર મૂકવામાં આવ્યો છે. મનમાં-આંખમાં અનુભવાતો અને આપણા અન્ય સાથેના એકબીજાના બધા સંબંધોમાં ઉછાળા મારતો આ જીવતો-જાગતો ઈશ્વર છે.

પરન્તુ, રખેને આપણે કદાચ માની લઈએ કે આ પ્રકારનું વ્યવહારુ વેદાન્ત કેવળ વ્યક્તિગત અનુભવ પૂરતું જ સીમિત છે. અને તેથી એ વધારે મોટા ફલક સાથે સંબંધ ધરાવતું નથી, એ માટે સ્વામી વિવેકાનંદ પણ આ બધા પ્રયત્નોને એક સમગ્ર ચિત્ર સાથે જોડે છે. ભારતમાં તેઓ કહે છેઃ આપણામાં દરેકેદરેકને-દરેકેદરેક પ્રાણીને-તેની પોતાની પશ્ચાદ્‌ભૂમિકામાં એવું શક્તિનું અનંત ઝરણું, અખૂટ બળ, અનંત વિશુદ્ધિ, અનંત આનંદ અને અનંત અસ્તિત્વ તો છે જ – ફક્ત આ તાળાં, આ શરીરો આપણા સાચા અને સંપૂર્ણ સ્વરૂપની અભિવ્યક્તિને રોકી રહ્યાં છે. અહીં જ આપણું ધ્યાનબિન્દુ વ્યક્તિગત સંઘર્ષ તરફથી બદલાઈને સ્વયં આત્મશક્તિ ઉપર કેન્દ્રિત બને છે. આટલી વિશાળશક્તિ જ્યારે આપણી પશ્ચાદ્‌ભૂમિકામાં છે, ત્યારે આપણા તિરસ્કારનો સંઠાગ્રહ કેટલો વખત ટકશે? આ એ શક્તિ છે કે જે વ્યવહાર વેદાન્તને આગળ ને આગળ ધપાવતી રહેશે. અને છેવટે દિવ્યતાની અભિવ્યક્તિના બધા અવરોધોને દૂર કરશે.

પશ્ચિમમાં દિવ્ય ઈશ્વરને માનવની હરોળમાં ગણવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છેઃ અમારો આ જીવતો ઈશ્વર (માનવ) જ શાશ્વત છે, માનવ જ શાશ્વતતા છે. પશ્ચિમી માનવની પરિસ્થિતિ એવી છે કે ભલે અમે જાણ્યું હોય કે અમે સમગ્ર વિશ્વના સંદર્ભમાં શાશ્વત છીએ, પણ મુસીબત એ છે કે અમે એ સમગ્રના ભાગોરૂપે શાશ્વત થવા ઇચ્છીએ છીએ.’ વ્યવહારુ વેદાન્તના વિકાસને અવરોધતો આ જબરદસ્ત ભીતરનો ઊલટો પ્રવાહ રોકવો રહ્યો. એનો સામનો કરતા આ વિચારથી એ રોકી શકાયઃ ‘સંપૂર્ણ વ્યક્તિમત્તાની આવી ઇચ્છા આપણે ત્યારે જ પૂર્ણ કરી શકીએ કે જ્યારે આપણા આત્માએ અનંતતા પ્રાપ્ત કરી હોય. પરન્તુ અનંતતાની આ બાજુની વ્યક્તિમત્તા સતત ગતિશીલ, પરિવર્તનશીલ અને વિકાસશીલ હોય છે.’ જેવી રીતે ભારતે દિવ્યતા દ્વારા પોતાનામાં ઘર કરી બેઠેલી સામાજિક રીતરસમોને વાળી ઝૂડી સાફ કરી નાખવાની છે, તેવી રીતે પશ્ચિમે પણ તેનાં પ્રભુત્વનાં ઉપકરણો અને ઉપાયોથી પાછા વળવું પડશે અને અનંતતાનો વિચાર મૂકવો પડશે અને એને સીધો જ અનુભવવો પડશે. આમ બન્ને બાજુએથી ભારતમાંનું અભિવ્યક્તિના સાધનરૂપે મનાયેલું તેમ જ પશ્ચિમમાંનું સમગ્રતાને પોતાના એક ભાગરૂપે અનુભવવાનું વ્યક્તિતત્ત્વ આત્મા દ્વારા એકાકાર થઈ ઓગળી જશે.

વ્યવહારુ વેદાન્તની બીજી અગત્યની બાજુ આ ખાસ પ્રવચનોમાં એ દર્શાવી છે કે જ્યારે આપણે આપણા નાનકડા વૈયક્તિક પરિથમાંથી એક ડગલું આગળ વધીએ છીએ ત્યારે આ બધી જ દેખાતી વિવિધતાઓના એકીકરણની-એકતાની આપણને પ્રતીતિ થાય છે. ભારતમાં આ ચર્ચાએ જરૂરી એવાં દ્વૈતમાંથી ક્રમેક્રમે અદ્વૈત તરફ દોરી જતાં છ વેદાંતિક વિચાર વલણો તરફ વળાંક લીધો. અને એક સુંદર વર્ણવટ રચી દીધો. ભારતના પંડિતો જો કે આ વિષયમાં વારંવાર અર્થોના તોડમરોડ કરીને સાંપ્રદાયિકતાનો ઊહાપોહ મચાવી રહ્યા હતા. અને ક્ષુદ્ર બાબતોમાં ઘોંઘાટ કરીને વાદવિવાદ કરી રહ્યા હતા. પરંતુ છેવટે આ બધાં અલગ અલગ વિશ્વ વલણો – વિખવાદીનો બૌદ્ધિક રીતે સમન્વય સાધવાનો સમય આવી લાગ્યો હતો. બધાંને અલગ અલગ સાંપ્રદાયિક રૂપે નહિ માનીને એક જ માનવમનના વિવિધ વિચાર-વળાંકો તરીકે સ્વીકારવાનો ખ્યાલ મનમાં આવી ગયો હતો. આત્મામાં જોડાયેલું અને સ્થિર એવું મન સતુ-તત્ત્વના વિવિધ વિચારીને એકત્ર કરી તેની વચ્ચે સંવાદિતા સાધવાની ઉત્ક્રાંતિ કરવાની અનુમતિ આપી શકે. તદુપરાંત ભારતમાં માનવને કસોટીનો પથ્થર માનવાનો ઉમેરો અને વ્યવહારુપણાનું કેન્દ્ર માનવાનો અને બૌદ્ધિક ભેદભાવોને દૂર કરી દેવાનો અને એ બધાને સમાન ભૂમિકામાં વિલીન થવાનો વિચાર પણ ઉમેરાયો કે જેથી વિશ્વની એક માત્ર આધ્યાત્મિક્તાના ભવનનું નિર્માણ થઈ શકે અને ભારતની એ આધ્યાત્મિકતા આગળ વધી શકે.

પશ્ચિમમાં પરંપરાગત રીતે મુખ્યત્વે વ્યવહારુ બાજુ ઉપર જ વધારે ધ્યાન આપવામાં આવતું હતું. પશ્ચિમના ધર્મ પ્રત્યેના બૌદ્ધિક વલણ માટે એ ઉપયોગી જણાતી હતી. સ્વામી વિવેકાનંદે જ્ઞાનના બે સિદ્ધાંતોની ચર્ચા કરી છે. એક છે વિશેષમાંથી સામાન્ય તરફ જવાનો અને ત્યાંથી વૈશ્વિકતા તરફ જવાનો અને બીજો દરેકે દરેક વસ્તુને એના મૂળ સ્વરૂપમાં જ સમજાવવાનો, તેમણે એવો ભાર મૂક્યો કે અનુમાન દ્વારા જાતાં પુરુષવિધ-સાકાર એક અપૂર્ણ સામાન્યીકરણ છે અને વસ્તુને ભીતરથી સમજવાના વૈજ્ઞાનિક સિદ્ધાંતમાં બાકોરાં પાડે છે. પશ્ચિમમાં ધાર્મિક સિદ્ધાંતની આ નિષ્ફળતાનો અર્થ એ થાય કે નવું મન એ સ્વીકારી શકે નહિ. એનું પ્રામાણ્ય તો માત્ર પાદરીઓ, ગિરજાઘરો અને ધર્મગ્રંથોમાં જ પુરાયેલું છે. અને એનું પરિણામ કદરૂપા અને શ્રદ્ધાવિહોણા જનસમૂહ ઉત્પન્ન થવામાં આવ્યું છે. એ ફક્ત બૌદ્ધિક્તાપૂર્ણ મૂળથી તેમજ અનુભૂતિપૂર્ણ અદ્વૈતથી જ એને દૂર કરી શકાય અને એ જ વિચાર પરંપરાગત વેદાંતે વર્ણવ્યો છે.

જે પોતામાં રહેલી દિવ્યતાને પકડીને અને વિશ્વ સાથે ઐક્ય સાધીને આગળ કરેલા આધ્યાત્મિક વિકાસને નકારતો કે અયોગ્ય ઠરાવતો નથી.બધાં જ પગથિયાં એક મહાન યોજનાના ભાગરૂપે છે અને એ બધાં જ ઈશ્વર અને માનવતાની વધારે ઉજ્જવલતા- પ્રકાશ માટે એકીસાથે કામ કરી રહેલ છે. આપણે અહીં પણ ભારતની પેઠે ઉત્ક્રાંતિના સિદ્ધાંતના પાયા ઉપરની એક્તા તો જોઈ શકીએ છીએ, પરંતુ, એમાં તફાવત એ છે કે પશ્ચિમ આદર્શના તાગ-છેડા-માટે કામ કરી રહ્યું છે, જ્યારે ભારત એના પ્રગટીકરણ માટે આગળ ધપી રહ્યું છે.

પૂર્વ અને પશ્ચિમના માર્ગોનો આંતરસંબંધ : આપણે અહીં સુધી વ્યવહારુ વેદાંતના કેટલાક મુદ્દાઓની ટૂંકમાં વાત કરી. એ આપણાં સ્વીકૃત ભૌતિક ઉપકરણોમાંથી જ ઊભાં થાય છે. હું માનું છું કે પૂર્વમાં અને પશ્ચિમમાં વ્યવહારુ વેદાંતની સૈદ્ધાંતિક જાણકારીથી માંડીને ભીતરની ખેવના અને એવી શક્તિની કલ્પનાનો સ્વીકાર કરવાના ક્રમિક દૃઢીભાવનો ઉત્સાહ છે. સિદ્ધાંતમાં વ્યક્તિ એની સાથે કેવી રીતે જોડાયેલ છે, અને એને કેમ અમલમાં મૂકવો અથવા તો ‘કેવી રીતે’ના સંદર્ભમાં બધા ભાગોને સમગ્રના કાર્યક્ષમ નકશામાં બધાનું ઐક્ય સધાય એ રીતે ગોઠવવાના વિચાર કરતાં પૂર્વોક્ત દૃઢીકરણની સ્વીકૃતિ ધીરે ધીરે વધારે પ્રસરીને આકાર લઈ રહી છે.

આપણે જો ભારતની પોતાની બાજુ જોઈએ તો આપણે જોઈએ કે આત્મશક્તિ ઉપર એમાં ભાર મૂકર્યો છે અને પ્રયત્નો તેમજ વલણો, કે જે આપણા વ્યક્તિગત પૂર્વગ્રહો જવા જ જોઈએ. પછી ભલે તે હજારો વરસથી પરંપરાગત રીતે ચાલ્યા આવતા હોય. સમાજની વિભક્ત અને વિભાગશીલ બાજુએ પોતાના મૂળ સ્રોતને-દિવ્યમાનવને સમજવી જ જોઈએ અને બીજાઓ સાથેના મિલનના મુદ્દાઓ શીખવા જોઈએ. આના ઉપરજ એકતાના આદર્શને ટેકો આપનાર સભ્યતાનું નિર્માણ થઈ શકે. હજારો ટુકડાઓમાં એ બની શકે નહિ. આવી રીતે ટુકડાઓ રૂપ બનેલ જનસમાજ માટે વાડાબંધીની સંકુચિતતા અને ભેદભાવ ભારતના લોકો જેવી અલગતા દૂર થવી જોઇએ એ મુખ્ય કાર્યસૂચિ હતી. આ કાર્યસૂચિ બધા જ જુના પ્રવાહોથી વિપરીત ગતિની આત્મશક્તિની અસરકારક અને વ્યવહારુ વળાંકમાં, માનવતાપૂર્ણ અને તીવ્ર આધ્યાત્મિક અભિનવ રાષ્ટ્રના નિર્માણ માટે લગભગ સૈનિક અનુશાસનની હાકલ કરી રહી હતી.

પશ્ચિમની બાજુ આત્માની સમગ્ર ભૌતિક વિશ્વમાં વ્યાપકતાના આદર્શ ઉપર ભાર મૂકે છે. અને એની યથાર્થના સ્થાપે છે. અહીં જીવતા જાગતા ઈશ્વરના ઉત્સાહપ્રેરક આ પર ભાર મુકાયો છે. એ નિરાકાર અને વિશ્વવ્યાપી ઈશ્વર આપણને સમગ્ર સાથે જોડે છે. એનો સાક્ષાત્ અનુભવ કરીને આપણે જ માનવની દિવ્યતા તરફ જવાની પ્રક્રિયાને સમજ શકીએ અને દિવ્યતાના વિશ્વમાં થતા આવિષ્કારને ઓળખ એ તો એનાથી આપણને તીવ્ર ઝંખના ઉત્પન્ન થઇ શકે.

ભારતની કાર્યસૂચિ અતિ કઠિન હતી તેવી જ કઠિન પશ્ચિમની પણ હતી. ખરી રીતે સ્વામી વિવેકાનંદ, પશ્ચિમને આવા ખ્યાલના આક્રમણને ઓળંગી જવા અને ભૌતિક અને તે સાથે જોડાયેલી વસ્તુઓથી ઉપર ઊઠવાનો પડકાર ફેંકી રહ્યા હતા, ભૌતિક્તા ઉપર જાદુઈ શક્તિનો નશો ધરાવતા જનસમાજ માટે આનાથી નાની બીજી કોઈ વ્યવસ્થા નથી! આનાથી બીજી સ્વામીજી પાસે આવું પરિવર્તન કરવવાના અન્ય પ્રોત્સાહક સંદેશ કર્યો હતો? ભૌતિક વિશ્વના અસંખ્ય ઘોંઘાટને શાંતિના કેન્દ્રમાં દોરી જનાર આત્મતત્ત્વ સાથેની એ એક્તા સ્થાપવાની તીવ્ર ઝંખના સિવાય એ બીજું કશું નથી. એનો અર્થ તેમણે એવો જાણ્યો હતો કે પશ્ચિમને એની તીવ્ર અને અભિ ઝંખના હતી. અહીં જ માનવ આત્મા પોતાનો સાચો પોષક ખોરાક મેળવી શકે છે. અને તેને ખાઈને પોતાનો સંઘર્ષ ચાલુ રાખવા માટે તૈયાર થઈ શકે છે. પણ અત્યારે આત્મા સાથેની આત્માની લીલા પહેલાં જેવી દુઃખદાયક અને વિનાશક રહી નથી.

હું માનું છું કે દેખીતી રીતે સ્વામી વિવેકાનંદની કાર્યસૂચિ ભારત માટે અને પશ્ચિમ માટે આવી હતી અને કોઈ પણ રીતે એકબીજા સાથે સંબંધ વગરની ન હતી. ઊલટું તે એકબીજાની પૂરક હતી, પણ એકબીજાનો સમન્વય કરવા સક્ષમ હતી. તો માનવના પોતાના આત્મામાં તે કેમ ન હોય? છેવટે એ જ તો વેદાંતનું કેન્દ્રબિંદુ છે. એમાંથી જ સ્વામીજીએ અભિનવ વ્યવહારું વેદાંત ઊભું કર્યું છે, એ માનવતા અને દિવ્યતા બંનેને ધ્યાનમાં લે છે. તેમની પેઠે આપણે પણ શું ન કહી શકીએ કે પૂર્વ અને પશ્ચિમ મૂલતઃ એક જ માનવતાનાં બે પાસાં છે કે જે અલગ અલગ ભલે કામ કરતાં હોય, છતાં એકબીજા સાથે સંપૂર્ણ જોડાયેલાં છે? આપણે જાણીએ છીએ : મગજમાં રોમાંચ અને દેહતંત્રનું જેવું છે, તેવું જ અહીં છે. એ બંને પણ પોતપોતાનાં અલગ કામો કરવા છતાં એકબીજા સાથે જોડાયેલ જ છે અને તેના ધારકના વધારે સારા માટે પરસ્પર પૂરક રૂપે કામ કરે છે. આ જ રીતે આપણે પૂર્વ અને પશ્ચિમનો વિચાર કરી શકીએ કે તે બંને વિશ્વમગજની જ બાજુઓ છે. લક્ષિત અલંકારથી દિવ્યતા અને માનવતાની એકતા સાધવા અને સમગ્રના એક સહજ ભાગરૂપે કાર્ય કરનાર આપણે માનીએ શકીએ.

વ્યવહારુ વેદાંત : સંક્ષિપ્ત રૂપે

આ બધા મુદ્દાઓને ચર્ચીને આપણે તારણ કાઢી શકીએ ખરા કે સ્વામી વિવેકાનંદના વ્યવહારુ વેદાંતનો અર્થ તેમના શબ્દોમાં શો હતો? ટૂંકમાં એમણે ભારતને કહ્યું કે આ ભૌતિક વિશ્વમાં આપણે થોડા નીચા પાડે તેવી અદ્વૈતની આધ્યાત્મિકતાની એટલી ઝાઝી જરૂર નથી અને પશ્ચિમને કહ્યું કે વિચારો અને ભૌતિક પદાર્થોનું સારતત્ત્વ તેમના આત્માની મૂલશક્તિ છે. આ પાયાના વિચારો કેવી રીતે ભારતમાં સંતોષપ્રદ અર્થ પામી શકે? બધાને – પોતાની મુક્તિને પણ તરછોડી નાખો અને અન્યને સહાય કરવા દોડી જાઓ. પશ્ચિમમાં તેમણે કહ્યું કે વેદાંતનો સિદ્ધાંત ખૂબ વ્યવહારુ છે અને તમે દિવ્ય છો એ એવા આદર્શના સંદર્ભમાં છે.

ભારતે સમજવું રહ્યું કે વેદાંત અને પશ્ચિમી વિજ્ઞાન વસ્તુના પોતાના સ્વરૂપની સમજૂતીના સિદ્ધાંતમાં સરખો હિસ્સો ધરાવે છે. અને એ રીતે એક ‘વૈજ્ઞાનિક ધર્મ’ તરીકે એકબીજામાં ભળી જાય છે. જ્યારે પશ્ચિમે ‘હું તે તું જ છે’ એ સત્યના જ્ઞાન દ્વારા ‘હું – તું” વચ્ચેનો ભેદ ભૂંસી નાખવો રહ્યો. આ રીતે પરસ્પરના પરંપરાગત વિખવાદ દૂર કરવા રહ્યા.

અંતમાં શ્વેતાશ્વતર ઉપનિષદના એક પરિચ્છેદ (૪-૩)નું વિવરણ કરીએ : ‘તું સ્ત્રી છે, તું પુરુષ છે, તું બાળ છે, તું બાલિકા પણ છે, તું લાકડીને ટેકે ચાલતો વૃદ્ધ છે, આ વિશ્વમાં બધું તું જ છે.’ આ પરિચ્છેદ ઘણી રીતે વેદાન્તના અર્ક સમો છે, એમ સ્વામી વિવેકાનંદે શીખવ્યું છે. ભારતમાં તેમણે કહ્યું: ‘બધાંમાં બ્રહ્મ જ એકમાત્ર સત્તત્ત્વ છે.’ એ રીતે તેમણે દિવ્યતા અને જાગતિકતા વચ્ચેના ભેદમાંથી છૂટકારાની વેદાન્તની છેવટની અનુમતિ દર્શાવી આપી અને માનવતાની પૂર્ણહૃદયપૂર્વકની સેવા પોતે જ દિવ્યતા છે, એમ કહ્યું. અને પશ્ચિમમાં ઉપરના જ પરિચ્છેદનું વિવરણ કરતાં તેમણે કહ્યુંઃ આજે બધું કંઈ આ જગતમાં અસ્તિત્વ ધરાવે છે, તે આશ્ચર્યમય અને જીવતો-જાગતો ઈશ્વર તું પોતે જ છે. અને એ પારમાર્થિક રીતે ‘સત્’ છે.’ આમ, પશ્ચિમે સર્જેલી અને મોટી મસ રાજકીય અને સામાજિક સંસ્થાવાળી હોવા છતાં પણ ઉષ્માહીન અને શુષ્ક જ રહેલી દુનિયાને એણે અત્યાર સુધી ન સ્વીકારેલા જીવંત અને ઉચ્છલ ઊર્મિશીલ અર્થથી અને સંપૂર્ણતાની શ્રદ્ધાથી સજ્જ અને સુશોભિત કરી દીધી 

અનુવાદક : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

Total Views: 249

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.