હવે મને વહાલી છે પૂજાની ઓરડી:
મેવા-મીઠાઈ મસ ચાખી લીધાં,
હવે વહાલી છે શબરીની બોરડી;
હવે મને વહાલી છે પૂજાની ઓરડી!
ઝળહળતી રોશનીના જોયા ઝગારા,
હવે ઘીને દીવે છે મન મોહ્યું;
હસી-હસી આયખાને એળે ગુમાવ્યું,
હવે ભર રે આનંદ ઉર રોયું!
ધીરેધીરે સળગે છે વાસનાની દોરડી:
હવે મને વહાલી છે પૂજાની ઓરડી!
એકે-એકે છોડ તો ચાલ્યો સંધુંય,
એક વહાલ ભૂંડું છોડ્યું ના છૂટે!
નમણી કપૂરની ગોટી જલે છે,
એક હોલવું ત્યાં શગ બીજી ફૂટે!
એણે મારી અજવાળી આઠમ નકોરડી:
હવે મને વહાલી છે પૂજાની ઓરડી!
Your Content Goes Here




